Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમા મીઠો છે ગુજરાતના આ GI ભાલીયા ઘઉં

ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા માટે GI ટેગ પ્રમાણિત ભાલીયા જાતના ઘઉંનો પહેલા માલની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે

Sagar Jani
Sagar Jani

ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા માટે GI ટેગ પ્રમાણિત ભાલીયા જાતના ઘઉંનો પહેલા માલની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે. GI ટેગ પ્રમાણિત ઘઉંમાં પ્રોટીનની માત્ર વધુ હોય છે, અને તે સ્વાદમાં પણ મીઠા હોય છે.

ઘઉંની નિકાસને પ્રોત્સાહન આપવા માટે GI ટેગ પ્રમાણિત ભાલીયા જાતના ઘઉંનો પહેલા માલની ગુજરાતથી કેન્યા અને શ્રીલંકામાં નિકાસ કરવામાં આવી છે. GI ટેગ પ્રમાણિત ઘઉંમાં પ્રોટીનની માત્ર વધુ હોય છે, અને તે સ્વાદમાં પણ મીઠા હોય છે. તમને જણાવી દઈએ કે ઘઉંનો ભાલીયા પાક પ્રમુખ રૂપથી ગુજરાતના ભાલ ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે. ભાલ વિસ્તારમાં અમદાવાદ, આણંદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે.

આ ઘઉંની એક વિશેષતા આ પણ છે કે તેને વરસાદની સીઝનમાં સિંચાઈ વગર ઉગાડવામાં આવે છે અને ગુજરાતમાં લગભગ બે લાખ હેકટર ખેતી લાયક જમીનમાં તેની ખેતી કરવામાં આવે છે. ઘઉંની ભલીયા જાતને જુલાઈ 2011માં આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના પ્રોપરાઇટરશિપમાં GI ટેગ મળ્યો હતો.

ખેડૂતોને થશે બમણો ફાયદો

આ પહેલથી ભારતમાંથી ઘઉંની નિકાસને પ્રોત્સાહન મળવાની ઉમ્મીદ છે. સાથો સાથ આ પ્રકારની નિકાસથી ખેડૂતોને બમણો નફો મળશે. નિકાસને પ્રોત્સાહન મળશે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020-2021માં ભારતથી 40.34 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી, જો કે તેના પહેલાના વર્ષની તુલનામાં 808 ટકા વધારે હતો. તે અવધિમાં 444 કરોડ રૂપિયાના ઘઉંની નિકાસ  કરવામાં આવી છે. અમેરિકન ડૉલરની સરખામણીમાં વર્ષ 2020-21માં ઘઉંની નિકાસ 78 ટકાથી વધીને 549 મિલિયન ડૉલર થઈ ગયું હતું.

ઇન્ડોનેશિયા, કંબોડીયા સહિત આ દેશોમાં કરાઈ નિકાસ

ભારતમાંથી વર્ષ 2020-21 દરમિયાન યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપિન્સ, ઈરાન, કંબોડીયા અને મ્યાનમાર જેવા 7 દેશોને પુરત જથ્થામાં અનાજની નિકાસ કરવામાં આવી હતી.વીતેલા વર્ષોમાં આ દેશોને થોડી માત્રામાં ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2018-19માં આ સાત દેશોને ઘઉંની નિકાસ નહોતી કરાઈ, અને 2019-20માં માત્ર 4 મેટ્રિક ટન અનાજની નિકાસ કરવામાં આવી હતી. આ દેશોને ભારતમાંથી ઘઉંની નિકાસની માત્રા 2020-21માં વધીને 1 48 લાખ ટન પર પહોંચી હતી.

કઈ રીતે પડ્યું ભાલીયા નામ?

ભાલીયા ઘઉંનું નામ ભાલ વિસ્તાર પરથી પડ્યું છે. ભાલ વિસ્તાર અમદાવાદ અને ભાવનગર જિલ્લા શિક્ષણવચ્ચે સ્થિત છે. ત્યાં અંગ્રેજોના આવ્યા પહેલા અને આઝાદીથી ઘણા વર્ષો પહેલા ઘઉંની ખેતી કરવામાં આવતી હતી. કહું જ વ્યાપકપણે આ જાતના ઘઉંની ખેતી કરવામાં આવતી હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોળકા, અને બાવળા તાલુકામાં તેની વ્યાપક પ્રમાણમાં ખેતી કરવામાં આવતી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત વગેરે વિસ્તારોમાં તેની ખેતી થતી હતી.

પાકની વાવણી અને લણણી

વરસાદનું પાણી  ખાડીમાં ઉતરી જાય ત્યારબાદ ઓક્ટોબર મહિનાના અંત અને નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં વાવણી શરૂ થઈ જાય છે. દેશમાં 2 લાખ હેકટર એટકે કે અંદાજીત 4, 90, 000 એકરમાં દર વર્ષે 1.7થી 1.8 લાખ ટન ઘઉંનું ઉત્પાદન થતું હતું. માર્ચ એપ્રિલ મહિનામાં અને તેના પછી આ પાકની કાપણી કરવામાં આવે છે. ભાલિયા જાતના ઘઉંને વરસાદ કે સિંચાઇની જરૂર પડતી નથી, કેમકે તેની ખેતી સંરક્ષિત માટીની ભીનાશ પર કરવામાં આવે છે.

પોષણથી ભરપૂર

ભાલીયા ઘઉં ગ્લુટેન ( એક જાતનો એમિનો એસિડ) થી ભરપૂર હોય છે. તેમાં પ્રોટીનની માત્ર ભરપૂર હોય છે. આ ઉપરાંત આમા ભરપૂર માત્રામાં કેરોટિન પણ  હોય છે, અને પાણીનું અવશોષણ ખૂબ જ ઓછું હોય છે. તેથી આ ઘઉં સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે.

આ જાતના ઘઉંનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ સુજી બનાવવામાં થાય છે. આનાથી તૈયાર થતી સુજીમાંથી પાસ્તા, મેકરોની, પીઝા, સ્પેગેટી, મીઠી સેવ, નુડલ્સ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.

Related Topics

Gujarat Wheat Protein

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More