શેરડીની ખેતી કરતા ખેડૂતો ઘણી બધી મુશ્કેલીઓનો સમનો કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે જો સરકાર શેરડી પકવતા ખેડૂતોના હિત માટે જો આ એક નિર્ણય લે તો તેમની ઘણી બધી સમસ્યાનું સમાધાન આવી શકે
ભારત કૃષિપ્રધાન દેશ છે અને અંહી 70 ટકા વસ્તિ ખેતી પર નિર્ભર છે ખેત આધારીત પોતાના જીવનો ગુજારો ચલાવે છે. ઘણા રાજ્યોના ખેડૂતોની હાલત કફોળી બની ગઈ છે. જેમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો પણ સામેલ છે.
શેરડીની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ
શેરડીની ખેતી કરતા ખેડૂતોને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. તમને બધાને ખબર જ હશે કે આપણા દેશમાં સરકારી તંત્રની કામગીરી કેવી છે દેશમાં સરકારી તંત્ર કાચબાની ચાલે કામ કરી રહ્યુ છે જેના કારણે ખેડૂત મિત્રોને જે સમયે જે તે મદદની જરૂર હોય તે સમયસર મળી રહેતી નથી દાખલા તરીકે જો ખેડૂતોને વાવણી સમયે જો પાકનું બીયારણ ન મળે તો ખેડૂત ખેતી કેવી રીતે કરે જે આપણા દેશમાં મેન્જમેન્ટનો ખુબ મોટો અભાવ છે. આજે આપણા દેશમાં સરકારી વહીવટીતંત્ર દ્વારા સારો એવો રિસ્પોન્સ ન મળવાની કારણે દેશમાં શેરડતી પકવતા ખેડૂતોની હાલત કફોળી બની છે
સરકાર દ્વારા કરવામા આવેલ નિર્ણય
- ભારત સરકારે ખાંડની નિકાસ 7 મિલિયન ટન વધારવાનો નિર્ણય કર્યો છે.
- આ પહેલા 6 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે.
- આ નિર્ણયોએ શેરડીના ખેડૂતોની ચુકવણી ઝડપી કરી છે.
- માનવામાં આવે છે કે આ વખતે શેરડીનું ઘણું ઉત્પાદન થયું છે
- પરિણામે ખાંડની નિકાસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિષે વધુ માહિતી.
ગ્રાહક મંત્રાલયનું નિવેદન
ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખાંડ મિલોએ 91 હજાર કરોડ રૂપિયાની શેરડી ખરીદી હતી. તે જ સમયે, ખાંડ મિલો દ્વારા અત્યાર સુધીમાં 90,872 કરોડ રૂપિયાની કિંમતની શેરડી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી છે
શેરડી ખેડૂતોની સ્થિતિમાં સુધારો
અગાઉ, જ્યાં શેરડીના ખેડૂતોને તેમના પૈસા મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, પરંતુ આ વખતે તેજી આવી છે.
આ વખતે શેરડીના ખેડૂતોની ચુકવણી કેમ વધી છે? ખેડૂતોની દુર્દશામાં ઘણો સુધારો થયો છે. તેની પાછળનું કારણ એ છે કે શેરડીની નિકાસમાં વધારો થયો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન વધ્યું છે, શેરડીના ખેડૂતોની સ્થિતિ સુધરી છે.
Share your comments