Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ બિઝનેશથી મહિને થશે લાખોની કમાણી, બિઝનેસ શરૂ કરવા સરકાર પણ આપે છે સબ્સિડી

આ બિઝનેસમાં તમે 3-4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે. અમે વાત કરી રહ્યાં છીએ લેમનગ્રાસ ખેતીની, આ ખેતીની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Lemongrass cultivation
Lemongrass cultivation

બિઝનેસમાં તમે 3-4 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. તમારે વધુ નહીં માત્ર 20-30 હજારનું રોકાણ કરવું પડશે. અમે વાત કરી રહ્યાં છીએ લેમનગ્રાસ ખેતીની, આ ખેતીની માર્કેટમાં ખુબ ડિમાન્ડ છે.

આ રીતે શરૂ કરો લેમનગ્રાસની ખેતી

  • લેમનગ્રાસ ખેતીની શરૂઆત કરવાનો યોગ્ય સમય ફેબ્રુઆરી-જુલાઈ વચ્ચે છે.
  • વર્ષમાં 3-4 વખત તેને લણી શકાય છે.
  • ત્યારબાદ 70-80 દિવસમાં તેને લણી શકાય છે.
  • આ ખેતીની નર્સરી તૈયાર કર્યા બાદ વાવવા માટે ઉંડાઈ ઓછામાં ઓછા 3 સેન્ટીમીટર રાખો.
  • લેમનગ્રાસનો છોડ લગભગ છ મહિનામાં તૈયાર થઈ જાય છે.
  • એક એકર જમીનની ખેતીથી 3 ટન સુધીના પાંદડા કાઢી શકાય છે.

લેમનગ્રાસના છોડની કિંમત

  • લેમનગ્રાસનો એક છોડ 1 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે.
  • આ છોડ ન તો પશુઓ દ્વારા ખાય છે અને છોડમાં કોઈ જાતનો રોગ પણ નથી આવતો.
  • તમે રાજ્યના બાગાયત બોર્ડની મુલાકાત લઈને આ પ્લાન્ટ માટે ખરીદી કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો.

લેમનગ્રાસની બજારમાં માંગ

  • લેમનગ્રાસમાંથી નિકળનાર તેલની ખુબ ડિમાન્ડ છે.
  • આ છોડમાંથી નિકળતા તેલને કોસ્મેટિક, સાબુ, તેલ અને દવા બનાવનારી કંપનીઓ ઉપયોગ કરે છે. આ કારણ છે કે માર્કેટમાં તેની સારી કિંમત મળે છે.
  • લેમનગ્રાસની ખેતી રણ વાળા વિસ્તારમાં જ્યાં પાણીની અછત છે ત્યાં પણ કરી શકાય છે.

લેમનગ્રાસની ખેતી કરવાથી થતી કમાણી

  • 1 ક્વિન્ટલ લેમનગ્રાસથી 1 લીટર તેલ નિકળે છે.
  • બજારમાં તેની કિંમત 1000-1500 રૂપિયા સુધી છે.
  • જો તમે 5 ટન લેમનગ્રાસનું ઉત્પાદન કર્યું અને તેનું તેલ કાઢી લીધુ છે તો તમને 3 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.
  • આ સિવાય તમે લેમનગ્રાસના પાંદડા વેચીને પણ સારી કમાણી કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More