Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કેળાની આ ઉન્નત જાત ... જેનાથી ખેડૂતો કરી શકે છે બમણી કમાણી

જો તમે પણ કેળાની ખેતી કરવા માંગતા હોવ તો તમારે પાકની વાવણી માટે યોગ્ય સમય અને ઋતુનું ધ્યાન રાખવું પડશે. કારણ કે કેળાના છોડના વિકાસ માટે તાપમાન અને પાણી બંને સૌથી અગત્યના પરિબળો છે. આ કારણોસર આપના દેશમાં કેળાના પાકના વાવેતર માટે બે જુદા જુદા સમય નક્કી કરવામાં આવ્યા છે. દાખલા તરીકે ઉત્તર ભારત માટે જુદા જુદા મહિનામાં અને દક્ષિણ ભારત માટે જુદા જુદા મહિનામાં પાક વાવવામાં આવે છે.

Sagar Jani
Sagar Jani

જો તમે પણ કેળાની ખેતી કરવા માંગતા હોવ તો તમારે પાકની વાવણી માટે યોગ્ય સમય અને ઋતુનું ધ્યાન રાખવું પડશે. કારણ કે કેળાના છોડના વિકાસ માટે તાપમાન અને પાણી બંને સૌથી અગત્યના પરિબળો છે. આ કારણોસર આપના દેશમાં કેળાના પાકના વાવેતર માટે બે જુદા જુદા સમય નક્કી કરવામાં આવ્યા છે. દાખલા તરીકે  ઉત્તર ભારત માટે જુદા જુદા મહિનામાં અને દક્ષિણ ભારત માટે જુદા જુદા મહિનામાં પાક વાવવામાં આવે છે. આ મામલે વૈજ્ઞાનિક ડૉ.એસ.કે.સિંઘ સમજાવે છે કે કેળાની વાવણીના  સમયે ઘણી બાબતોને ધ્યાનમાં લેવી પડે છે. કેળાની પ્રજાતિઓ પ આબોહવાના વિશેષ અસર પડે છે એટલે પ્રજાતિઓ વિસ્તારની આબોહવા અને બજારની જરૂરિયાત પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

પશ્ચિમ અને ઉત્તર ભારતમાં કેળાની વાવણી કરવા માટે જૂન-જુલાઈ મહિના સૌથી સારો સમય રહેશે.દક્ષિણ ભારતના કેરળના મલબાર ભાગમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં અને અન્ય કેટલાક વિસ્તારોમાં ડિસેમ્બર મહિનામાં કેળાનું વાવેતર કરવામાં આવે છે. આમ વિસ્તારોના આબોહવાના પ્રમાણે જુદા જુદા સમયે પર કેળાની વાવવી કરવામાં આવે  છે.

ક્ષેત્રની આબોહવા પ્રમાણે કેળાના પાકનું થાય છે વાવેતર

પાલિનીની નીચલી ટેકરીઓમાં એપ્રિલ મહિનામાં કેળાના પાકની વાવણી કરવામાં આવે છે. કાવેરી નદીના કાંઠાના વિસ્તારોમાં ફેબ્રુઆરી-માર્ચ તથા તંજોર જિલ્લામાં ડિસેમ્બર - જાન્યુઆરી મહિનામાં કેળાની વાવણી થાય છે. મૈસૂર, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જૂન મહિનાના અંતમાં કેળાનું વાવેતર કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામમાં ચોમાસાની શરૂઆત સાથે એટલે કે જૂન-જુલાઈમાં કેળાના છોડ રોપવામાં આવે છે.

બિહારની વાત કરીએ તો કેળા ફક્ત જૂન-જુલાઇમાં જ રોપવામાં આવે છે. જો ખૂબ મોડું થઈ ગયું હોય તો પણ તેને ફક્ત ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી રોપવું કારણ કે આ રીતે વાવેલા કેળા શિયાળામાં ઠંડા ઉગે છે, જે વધારે પડતા હિમના કારણે અસામાન્ય ઉગે છે. તેનો એક ગેરલાભ પણ છે કે ઓગસ્ટમાં રોપાયેલા પાકની લણણી સુધીનો સમયગાળો પણ લાંબો થાય છે કારણ કે શિયાળાને લીધે કેળાના પાક ફળ તૈયાર કરવામાં વધુ સમય લે છે. શિયાળાને કારણે કેળનાં ફળ મોડા પાકે છે.

કેળાની ખેતી માટે વિશ્વભરમાં 500થી વધુ જાત ઉપલબ્ધ

કેળાની ખેતી માટે દેશ અને વિશ્વમાં 500થી વધુ જાતો જોવા મળે છે. પરંતુ આમાંથી માત્ર 15 થી 20 જાતોનો વ્યવસાયિક ઉપયોગ બાગાયત માટે થાય છે. કેળાની વિવિધ જાતોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે, પ્રથમ તે જાતો કે જે ફળ તરીકે વપરાશ માટે ઉગાડવામાં આવે છે અને બીજું  શાકભાજી તરીકે ઉપયોગ માટે ઉગાડવામાં આવે છે.

પ્રથમ કેટેગરીમાં ઉગાડવામાં આવતી સુધારેલ જાતો, જેમ કે પૂવન, ચંપા, અમૃત સાગર, બસરાય વામન, સફેદ બેલ્ચી, લાલ બેલચી, લીલી છાલ, માલભોગ, મોહનભોગ અને રોબુસ્તા વગેરે.તેવી જ રીતે, મંથન, હઝારા, અમૃતમાન, ચંપા, કાબૂલી, બોમ્બે, લીલી છાલ, મુથિયા, કેમ્પિયરગંજ અને રામકેલા શાકભાજી માટે ઉગાડવામાં આવતી અદ્યતન જાતોમાં મુખ્ય છે.

કેળાની શ્રેષ્ઠ જાતો

દ્વાર્ફ કેવેન્ડિસ- કેળાની આ જાત ભૂસાવલી, બસરાઇ, મેરીસસ, કાબૂલી, સિંદૂરાની, સિંગાપોરના જહાઝી, મોરિસ વગેરે તરીકે ઓળખાય છે. તે ભારતની સૌથી અગત્યની જાત છે અને વ્યાપારી વાવેતરમાં ઉગાડવામાં આવતી સૌથી વામન જાત છે. તેનો છોડ નાનો હોય છે પણ તે ફળો મોટા આપે છે.

તેનો માવો નરમ અને મધુર હોય છે. કેળાના ગુચ્છાનું સરેરાશ વજન 20 કિલો હોય છે. તેની સ્ટોરેજ ક્ષમતા સારી હોતી નથી. આ જાત પર્ણ રોગને સહન કરી શકે છે.આ જાત પેટા ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં સારી ઉપજ આપે છે.

રોબસ્ટા - વિવિધ પ્રકારના પ્રાંતોમાં આ પ્રકારના કેળા વાંસૂગ્રીન, ગ્રીનચલ, બોજીહાજી વગેરે નામે ઉગાડવામાં આવે છે. આ પ્રજાતિ વેસ્ટર્ન ડીપ ગ્રુપમાંથી વાવવામાં આવી છે. છોડની ઊંચાઈ 3થી 4 મીટર સુધી હોય છે. તેનું થડ મધ્યમ જાડો લીલો રંગનું હોય છે. છોડ દીઠ 10 થી 19 ગુચ્છો ફૂલોના હોય છે, જેમાં લીલા રંગના ફળનો વિકાસ થાય છે.

ગુચ્છાનું સરેરાશ વજન 25થી 30 કિગ્રા હોય છે. તેના ફળ વધુ મીઠા અને આકર્ષક હોય છે. ફળ પાકે ત્યારે તેજસ્વી પીળો રંગના થાય છે. આ જાત લીફ સ્પોર્ટ બીમારીથી ખૂબ જ  પ્રભાવિત છે.  આ જાતમાં ફળ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય છે.

ડો.રાજેન્દ્રપ્રસાદ સેન્ટ્રલ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એસ.કે.સિંહે કેળાના પાક અંગેના સંશોધનને આધારે એક પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે જો ખેડુતો વાતાવરણ અને આધુનિક ટેકનોલોજી અપનાવે તો સરળતાથી તેમની આવક બમણી થઈ શકે છે. એટલે કે એક વર્ષમાં એક હેક્ટરમાં 60 ટન કેળા ઉગાડી શકે છે.

Related Topics

Banana fruits farm farming farmer

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More