ચોમાસુ પાકોની હવે ધીરે ધીરે લણણી ચાલુ થઈ ગઈ છે અને ખેડૂતોને હંમેશા ચિંતા સતાવતી હોય છે કે પાકેલ પાકનો સંગ્રહ ક્યાં કરવો કારણ કે વરસાદના માહોલમાં પાક પલડી જવાનો ભય રહેતો હોય છે તો ચાલો આજે અમે તમને એ જણાવીશુ કે પાકેલ પાકનો સંગ્રહ કરવા માટે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
મગફળી
- સંગ્રહ કરતી વખતે ડોડવામાં ૭ થી ૮ ટકા ભેજ રહે તે ધ્યાનમાં રાખવું.
- મગફળી ઉપાડ્યા પછી જમીનને થોડો સમય તપવા દેવી.
ડાંગર
- ઓરાણ ડાંગરમાં ૫૦ ટકા કંટી નીકળ્યા બાદ પાંચ અઠવાડીયે ડાંગર પીળી દેખાય ત્યારે કાપણી કરવાથી ૪૫ ટકા વધુ ઉત્પાદન અને ૪૭ ટકા આખા ચોખાનો ઉતાર મળે છે
દિવેલા
- થિ્રપ્સ, તડતડીયા, સફેદ માખીના નિયંત્રણ માટે ડાયમીથોએટ (૦.૦૩%) ૧પ મીલી ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. સફેદમાખીના નિયંત્રણ માટે એસીફેટ ૧પ ગ્રામ અથવા ઈથીઓન (૦.૦પ%) ર૦ મીલી અથવા લીબોડીનું તેલ પ૦ મીલી ડીટરજન્ટ પાવડર ૧૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો
રાઈ
- રાઈની વાવણી ૧પ ઓકટોમ્બર બાદ દિવસનું તાપમાન ૩૦ સેન્ટીગ્રેડથી ઓછું થાય ત્યારે કરવી. મોડી વાવણી કરતાં ભુકી છારો તથા મોલોમસીનો ઉપદ્રવ થતાં ઉત્પાદન ઘટે છે
- વાવણી માટે ભલામણ કરેલ રાઈ વરૂણા , ગુ.રાઈ-૧, ગુ.રાઈ-ર, ગુ.રાઈ-૩ અને ગુ.દાં.રાઈ-૪ જાતોનું પ્રમાણિત બીજ વાપરવું.
- ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં બિન પિયત પાક વાવવો.
- ભેજ હોય ત્યારે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યૂરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.
- બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો.
કપાસ
- પિયત પાકને વરસાદ બંધ થયા પછી ૧૫ દિવસ પછીથી જરૂરીયાત મુજબ પિયત આપવું.
- કપાસ તૈયાર થયે વહેલી સવારે વીણી કરી, ભેજ ઉડી જાય ત્યારે સુકી જગ્યામાં સંગ્રહ કરવો.
- રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ.પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) છંટકાવ કરવો.
- કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો.
- કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨- ૩મિ.લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
- કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા.
શેરડી
- સૌરાષ્ટ્રની આબોહવા કીય વિસ્તારમાં શેરડીની જાત કો એન ૦૫૦૭૧ (ગુજરાત શેરડી- ૫) તેમજ દક્ષીણ ગુજરાત માટે શેરડી - કો - એન - ૧૩૦૭૨નું વાવેતર કરવું
- રોગ-જીવાત મુક્ત ૮ થી ૧૦ માસના પાકમાંથી બીજની પસંદગી કરવી, શેરડીના ૨-૩ આંખ વાળા ટુકડા પસંદ કરી એમીશાન અને મેલાથીયોનના દ્રાવણમાં ૫ થી ૧૦ મિનીટ બોળી રાખવા.
- શેરડીની રોપણી પહેલાં હેક્ટર દીઠ ૩૭.૫ કિલોગ્રામ નાઈટ્રોજન, ૧૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ અને ૧૨૫ કિલોગ્રામ પોટાશ તત્વ એટલે કે ૭૮૧ કિલોગ્રામ સુપર ફોસ્ફેટ, ૮૧ કિલોગ્રામ યુરીયા અને ૧૨૦ કિલોગ્રામ મયુરેટ ઓફ પોટાશ ખાતર ચાસમાં આપવું.
- શેરડીમાં આંતરપાક તરીકે ચણા, લસણ અથવા ડુંગળીનું વાવેતર કરવું.
- શેરડી માં જૈવિ ક ખાત ર ો એસીટોબેકટરપીએસબી અને કે.એમ.બી નું કલ્ચર ૩૦૦ મિલી ને ૩૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી ૩૦ મિનીટ દ્રાવણમાં કટકાને પલાળી વાવેતર કરવું.
બાજરા
- અર્ધશિયાળુ ઋતુમા સંકર બાજરાનુ વાવેતર કરતા ખેડુતોનુ મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરાની વહેલી પાકતી જાત જી.એચ.બી. ૫૩૮ અથવા અર્ધશિયાળુ પ્રચલીત જાતનુ વાવેતર ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં કરવું.
જુવાર
- ઘાસચારાની જુવારમાં દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
- દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
આ પણ વાંચો - સંગ્રહેલા અનાજની જીવાતોઅને તેનુ સંકલીત નિયંત્રણ
Share your comments