Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

એક એકરમાં રૂ.૪ લાખની કમાણી કરાવશે આ છોડ, બીજ, પાંદડા અને મુળિયા પણ વેચાઈ જશે

વર્તમાન સમયમાં ખેડૂતો માટે ખેતી માટે એકથી એક ચઢિયાતા વિકલ્પો ઉપલબ્ધ છે.જેની મદદથી તેઓ પોતાની આવક વધારી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ સમયગાળામાં ઔષધીય છોડની ખેતી, ખેડૂતો માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમાં સૌથી સારી બાબતએ છે કેઔષધીય છોડની ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ખૂબ જ ઓછો આવે અને જે વધારે નફા તરફ દોરી જાય છે. દવાઓ બનાવવાના ઔષધીય છોડનો મહત્તમ ઉપયોગ થતો હોવાને લીધે તેની માંગ હંમેશા રહે છે.

Sagar Jani
Sagar Jani

વર્તમાન સમયમાં ખેડૂતો માટે ખેતી માટે એકથી એક ચઢિયાતા વિકલ્પો ઉપલબ્ધ છે.જેની મદદથી તેઓ પોતાની આવક વધારી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ સમયગાળામાં ઔષધીય છોડની ખેતી, ખેડૂતો માટે ઉત્તમ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. તેમાં સૌથી સારી બાબતએ છે કેઔષધીય છોડની ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ખૂબ જ ઓછો આવે  અને  જે વધારે નફા  તરફ દોરી જાય છે. દવાઓ બનાવવાના ઔષધીય છોડનો મહત્તમ ઉપયોગ થતો હોવાને લીધે તેની માંગ હંમેશા રહે છે.

આવી જ એક ઔષધીય વનસ્પતિ છે સર્પગંધા.

સર્પગંધાને એશિયા ખંડનો છોડ માનવામાં આવે છે.  ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તેની મોટા પ્રમાણમાં ખેતી થઈ રહી છે.  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતમાં 400 વર્ષથી કોઈને કોઈ રીતે સર્પગંધની ખેતી થતી આવી છે. તેનો ઉપયોગ ઉન્માદ અને ગાંડપણ જેવા રોગોના નિદાનમાં થાય છે. આ ઉપરાંત સાપ કે અન્ય કોઈ જંતુના ડંખ પર પણ તેનો ઉપયોગ  થાય છે.પાણી ભરાયેલા વિસ્તારમાં સર્પગંધ મુશ્કેલ સર્પગંધા એક ઔષધીય છોડ છે. તેના મૂળિયાં જમીનમાં ઊંડે સુધી ફેલાતા હોય છે. સર્પગંધા  ખુલ્લા વિસ્તારોમાં વધુ ખીલે છે. ઠંડીની ઋતુમાં તેના પાંદડાઓ ખરવા લગે છે, અને વસંત ઋતુ આવતાની સાથે જ તેમાં પાંદડા ખીલવા લાગે છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં તેની ખેતી થતી નથી.  જો કે, સર્પગંધાની ખેતીના વિસ્તારમાં  થોડા દિવસોથી પાણી ભરાઈ રહ્યું હોય તો  પાક પર કોઈ અસર થતી નથી.  કૃષિ  વૈજ્ઞાનિકો કહે છે કે વાર્ષિક વરસાદ 250થી 500 સેન્ટિમીટર સુધીના વરસાદ વાળા વિસ્તારોમાં તે સારી રીતે ઉગે છે અને વિકસે છે.વાવણીની મુખ્ય ત્રણ રીત રેતાળ લોમ અને કાળી કપાસિયા માટી તેની ખેતી માટે વધુ યોગ્ય છે. તેની ખેતી ત્રણ રીતે થાય છે. તેની કલમો બનાવી 30 પીપીએમ સોલ્યુશનમાં 12 કલાક માટે ડુબાડી ત્યારબાદ તેની વાવણી કરવાથી સારો પાક થાય છે. બીજી પદ્ધતિમાં સર્પગંધાના મૂળિયાંથી વાવણી કરવામાં આવે છે.તેના મૂળને જમીન અને રેતી ભરેલા મિશ્રણવાળી પોલીથીનમાં એવી રીતે મૂકવામાં આવે છે કે આખું કટીંગ માટીની અંદર દબાય જાય. અને તે માટીથી માત્ર 1 સેન્ટીમીટર જ ઉપર રહે. આવી રીતે વાવણી કરવાથી એક મહિનાની અંદર મૂળિયાઓ અંકુરિત થાય છે. 

આ પદ્ધતિથી વાવણી કરવા માટે એક એકરમાં આશરે 40 કિલો મૂળિયાંના કટિંગની જરૂર પડે છે. ત્રીજી પદ્ધતિ બીજથી વાવણી કરવાની છે.આ પદ્ધતિને  શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ બીજની પદ્ધતિ માટે ઉત્તમ ગુણવત્તાવાળા બીજની પસંદગી ખૂબ મહત્વપૂર્ણ છે. જૂના બીજ ઉગવાની શકયતા નહિવત છે. એટલે નવા અને સારી ગુણવત્તાવાળા બીજ સાથે વાવણી કરવાની સલાહ આપવામાં આવે છે.  નર્સરીમાં જ્યારે છોડમાં 4 થી 6 પાંદડા આવે  ત્યારપછી તેઓ તૈયાર કરેલા આ છોડને ખેતરમાં વાવે છે.  એકવાર સર્પગંધાના છોડ વાવ્યા પછી, તેને બે વર્ષ માટે ખેતરમાં રાખવામાં આવે છે.  તેથી ખેતરને સારી રીતે તૈયાર કરવું પડે છે. ઉપરાંત ખેતરમાં જૌવિક ખાતર ઉમેરવાથી પાકનો વિકાસ સારો થાય છે.પ્રથમ આવે ત્યારે ફૂલ તૂટી જાય છેપાક તૈયાર થઈ ગયા બાદ 45-45 સેન્ટિમીટરના અંતરે 15 મીટરના ઊંડા ખાડા કરવામાં આવે છે અને તે ઊંડા ખાડાઓમાં તૈયાર કરેલા છોડ રોપવામાં આવે છે.  6 મહિના પછી છોડમાં ફૂલો ઉગવાનું શરૂ થાય છે. જેના પર ફળ અને બીજ બને છે. 

છોડમાં પ્રથમ વખત આવતા ફૂલોને તોડી નાખવામાં આવે છે.જો શરૂઆતના ફૂલોને તોડવામાં ન આવે તો તેના પર બીજ ઊગી નીકળે છે જેના કારણે છોડના મૂળ નબળા પડી જાય છે અને પાક પણ નિષ્ફળ જવાની સંભાવના ઉભી થાય છે. આવું ન થાય એ માટે પ્રથમ આવેલા ફૂલોને તોડી નાખવામાં આવે છે.  એકવાર વાવેલો છોડ 30 મહિના સુધી ખેતરમાં રહે છેસર્પગંધાના છોડ પર ફૂલ આવી ગયા બાદ તેને ફળ અને બીજ ઉગવવા માટે છોડી દેવામાં આવે છે. અઠવાડિયામાં બે વાર તૈયાર થયેલા બીજની પસંદગી કરવામાં આવે છે. આ પ્રક્રિયા છોડ ઉખડી ન જાય ત્યાં સુધી કરવામાં આવે છે. સારા  મૂળ મેળવવા માટે કેટલાક ખેડુતો 4 વર્ષ સુધી છોડને ખેતરમાં રાખે છે.  જો કે, કૃષિ નિષ્ણાતો કહે છે કે 30 મહિના શ્રેષ્ઠ સમય છે.

સર્પગંધાના બીજનો ભાવ પ્રતિ કિલો 3 હજાર રૂપિયા 30 મહિના બાદ જ્યારે શિયાળાની ઋતુમાં પાંદડા ખરી જાય છે ત્યારે સર્પગંધાના  છોડ મૂળની સાથે જ ઉખાડી નાખવામાં આવે છે.  ત્યારબાદ મૂળને સારી રીતે સાફ કરી સુકવી દેવામાં આવે છે. મૂળ સુકાય જાય એટલે ખેડૂતો તેને બજારમાં વેચી શકે છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સર્પગંધાના પાંદડામાંથી પણ દવાઓ બને છે. સાથોસાથ એક એકરમાં 30 કિલો સુધી બીજ નીકળે છે જેની કિંમત બજારમાં પ્રતિ કિલો 3 હજાર રૂપિયા છે.  આમ એક એકરમાં સર્પગંધાના વાવેતર પર 4 લાખ રૂપિયા સુધીનો નફો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More