આજે આપણે કપાસના પાકનો રસ ચૂસીને કપાસને નુકશાન કરતી જીવાતો અને તેના પર નિયંત્રણ કેવી રીતે મેલવી શકાય તે અંગે જાણકારી મેળવીશું. રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો હાલામં બીટી કપાસના પાકમાં વધારે જોવા મળે છે. જે પાન, કળી, ફૂલ અને જોડવાની ઈયળ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેથી હાલ ચૂંસિયાં પ્રકારની જીવાતો સામે કપાસના પાકને સંરક્ષણ પુરૂ પાડવુ જરૂરી છે.
કપાસના છોડમાંથી રસ ચૂસીને નુકસાન કરતી વિવિધ પ્રકારની જીવાતો
મોલો
- આ જીવાત ગુજરાતના જુદા જુદા વિભાગમાં ગેરવો, ગળો, મશી વગેરે નામથી ઓળખાય છે. આ જીવાત લંબગોળ, લગભગ એકાદ મિ.મી. લાંબી, પીળાશ પડતા અને કાળા રંગની હોય છે.
- પુખ્ત મોલો ઘણું ખરું પાંખ વગરની હોય છે. પરંતુ મોસમના અંત ભાગમાં પાક પાકટ થવાના સમયે બીજા યજમાન છોડ પર જીવનચક્ર ચાલુ રાખવા સ્થળાંતર કરવાના સમયે તેમને પાંખો ફૂટે છે.
- મોલો પાનની નીચેના ભાગે તેમજ છોડના કુમળા ભાગો પર ચોંટી રહીને રસ ચૂસીને વિકસે છે. - - રસ ચુસવાથી પાન કોકડાઇ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે.
- આ જીવાતનાં શરીરમાંથી મધ જેવું ચીકણો પદાર્થઝરવાથી છોડનાં પાન શરૂઆતમાં ચળકે છે.
- આ ચીકણા પદાર્થ પર કાળી ફુગનો ઉપદ્રવ થવાથી છોડ કાળો પડી જાય છે.
લીલા તડતડીયા
- આ જીવાત કપાસનાં તડતડીયાં અથવા લીલા ચૂસીયાના નામે પણ ઓળખાય છે.
- તડતડીયાંનો ઉપદ્રવ ખાસ કરીને જુલાઈ માસથી શરૂ થાય છે અને ઓક્ટોબર માસ સુધી ચાલે છે. બચ્ચા નાજુક, પાંખો વગરના અને આછા પીળા રંગના હોય છે. જયારે પુખ્ત ફાચર આકારના અને આછા લીલા રંગના હોય છે.
- તેની આગળની પાંખો પર પાછળના ભાગે એક એક કાળું ટપકું હોય છે.
- તે પાન પર ત્રાંસા ચાલે છે અને ઘણા ચપળ હોય છે. છોડને સહેજ હલાવતા જ તે ઉડી જાય છે. આ જિવાતના બચ્ચા પાનની નીચેના ભાગે નસ પાસે રહીને પાનમાંથી રસ ચૂસે છે. પરિણામે પાનની કિનારી પીળી પડવા માંડે છે અને પાન કિનારીથી નીચેની તરફ વળીને કોડીયા જેવા આકારનાં થઈ જાય છે.
- વધુ ઉપદ્રવ વખતે પાન તામ્ર રંગના થઈ કોકડાઇ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાત બીટી કપાસને સૌથી વધુ નુકસાન કરે છે.
Share your comments