છેલ્લા ત્રણ વર્ષમાં 1.20 લાખ હેકટરમાં વાવેતર થાય છે આ વર્ષે અત્યાર સુધીમાં 1.06 હેકટર જમીનમાં વાવેતર થયુ
સુરત શહેર અને જિલ્લામાં 39151 હેકટરમાં ડાંગર, 8979 હેકટરમાં સોયાબીન, તુવેર, શાકભાજી તેમજ અન્ય પાકો મળીને અત્યાર સુધીમાં કુલ 1.06 લાખ હેકટર જમીનમાં વાવેતર થયુ છે. છેલ્લા ત્રણ વર્ષના વાવેતર જોતા 88 ટકા જમીનમાં વાવેતર થયુ છે.
વરસાદ મોડો ખેંચાતા પાકનો નાશ
તમને બધાને ખબર જ હશે કે ચાલુ વર્ષે વરસાદ મોડો વરસ્યો હતો જેના કારણે ખેડૂતોના ઉભા પાક બળી ગયા હતા અને અમુક ખેડૂતોને તો બીજીવાર વાવેતર કરવુ પડ્યુ હતુ. જુલાઇ મહિનામાં મેઘ મહેર જોવા મળતા ખેડુતોએ જોરશોરથી વાવેતર શરૃ કરી દીધુ હતુ. અને ત્યારબાદ ઓગસ્ટ મહિનાથી તો મેઘરાજા સાવ રીસાઇ ગયા હોઇ તેમ ખેતીપાક પુરતો પણ વરસાદ વરસતો નથી. વરસાદના બદલે તાપ પડી રહ્યો છે. જેના કારણે ખેડુતો ચિંતિત થઇ ઉઠયા છે કે જો વરસાદ નહીં વરસશે તો ખેતીપાકનું શુ થશે ?
સુરત જિલ્લાામાં વાવેતર
આવી સ્થિતિ વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં કુલ 1.06 લાખ હેકટર જમીનમાં વાવતેર થયેલ છે જેમાં જેમાં 39151 હેકટરમાં ડાંગર, 8979હેકટરમાં સોયાબીન, 17142 હેકટરમાં શાકભાજી, ઘાસચારો 12092 હેકટરમાં વાવેતર થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં સુરત જિલ્લામાં 1.20 લાખ હેકટર જમીનમાં ચોમાસાનો પાક લેવાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 88 ટકા જ વાવેતર થયુ છે. અને જો વરસાદ નહીં આવશે તો આ પાકમાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થશે.
Share your comments