Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ગ્રીનહાઉસમાં ટમેટાંની ખેતી કરવાની આખી પ્રક્રિયા, બમ્પર ઉત્પાદન થશે

ક્યારેક વાતાવરણનો માર તો ક્યારેક વિવિધ કુદરતી આફતોને કારણે ખેડુતોને વખતોવખત આર્થિક નુકસાન વેઠવું પડે છે. પરંતુ જેમ જેમ ટેક્નોલજી વિકસિત થઈ છે તેમ કૃષિ ટેકનીક પણ એટલી જ સમૃદ્ધ બની રહી છે.

Sagar Jani
Sagar Jani
Tomatoes
Tomatoes

ક્યારેક વાતાવરણનો માર તો ક્યારેક વિવિધ કુદરતી આફતોને કારણે ખેડુતોને વખતોવખત આર્થિક નુકસાન વેઠવું પડે છે. પરંતુ જેમ જેમ ટેક્નોલજી વિકસિત થઈ છે તેમ  કૃષિ ટેકનીક પણ એટલી જ સમૃદ્ધ બની રહી છે.  ગ્રીનહાઉસ ટેકનોલોજી પાકને કુદરતી આફતો અને વિવિધ જંતુના રોગોથી બચાવવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે.  ગ્રીનહાઉસ ટેકનોલોજી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી કરી શકાય છે.  આ પદ્ધતિથી શાકભાજી ઉગાડવુ પણ ખૂબ જ સરળ થઈ ગયું છે.  ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી સરળતાથી કરી શકાય છે.  તો ચાલો જાણીએ ગ્રીનહાઉસમાં ટમેટા કેવી રીતે ઉગાડવા જોઈએ.

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતીનો ખર્ચ

અતિશય વરસાદ, ગરમી, વાયરસ અથવા જીવાત વગેરે જેવી પરિસ્થિતિઓમાં પણ આ પ્રક્રિયા દ્વારા ટામેટાની ખેતી કરી શકાય છે.  ગ્રીનહાઉસના ખર્ચની વાત કરીએ તો તેના નિર્માણ માટે એક ચોરસ મીટર માટે તેની કિંમત 700 થી 1000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.  ચાલો તમને જણાવી દઈએ કે ગ્રીનહાઉસ તકનીકમાં સિંચાઈ પ્રક્રિયા ઓછા દબાણ સાથે અપનાવવામાં આવે છે. તેના માટે દોઢથી બે મીટરની ઉંચાઇ પર પાણીની ટાંકી બનાવીને પાણી આપવામાં આવે છે.  જેના કારણે પાક અને શાકભાજીની સરળતાથી સિંચાઇ કરી શકાય છે. અને એકંદરે સારી ઉપજ મેળવી શકાય છે.

ગ્રીનહાઉસમાં ટામેટાની ખેતી માટે ઉત્તમ જાતો

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે, આવી જાતોની પસંદગી કરવી જોઈએ જેમના ફળનું વજન 100થી120 ગ્રામ હોય. પુસા દિવ્યા, લક્ષ્મી, ડીએઆરએલ -303, અરકા સૌરભ, અબીમન, અર્કા રક્ષક, પંત બહાર જેવી જાતો આ માટે યોગ્ય છે.  પુસા ચેરી ટમેટાની ખેતી ગ્રીનહાઉસીસમાં થાય છે.

ગ્રીનહાઉસમાં ટમેટાંની ખેતી માટે આબોહવા

આ એક એવી પદ્ધતિ છે  જેમાં શાકભાજી, પાક અને ફળો લાંબા સમય સુધી ઉગાડવામાં આવે છે.  તે વાતનું ચોક્ક્સ ધ્યાન રાખવું પડે કે ગ્રીનહાઉસમાં ટામેટાંના વિકાસ માટે, રાત્રિનું તાપમાન અનુકૂળ હોવું  ખૂબ જ મહત્વપૂર્ણ છે.  સારા ઉત્પાદન માટે નીચું તાપમાન 12 ° સે અને વધુ તાપમાન 16-22 ° સે યોગ્ય માનવામાં આવે છે.

Tomatoes Greenhouse
Tomatoes Greenhouse

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે છોડનું વાવણી

ગ્રીનહાઉસમાં ટમેટા નર્સરી તૈયાર કરવા માટે 15થી 20 સે.મી. ઉભી પથારી તૈયાર કરવી જોઈએ.  છોડની વાવણી પછી 20 થી 25 દિવસ પછી  છોડ રોપવા માટે તૈયાર થાય છે. છોડની રોપણી હંમેશા સવારે અથવા સાંજે થવી જ જોઈએ.  ટામેટાના છોડને 20 દિવસ પછી દોરડાથી આશરે 8 ફૂટ ઊંચા ઓવરહેડ વાયરથી વીંટળાયેલી દોરીઓથી બાંધવામાં આવે છે.  ચાલો તમને જણાવી દઈએ કે ગ્રીનહાઉસમાં 1000 હજાર ચોરસ મીટરમાં લગભગ 2400 થી 2600 ટમેટાના છોડની જરૂર રહે છે.

શાકભાજીની ખેતી કરવા આવા છે સરળ અને આધુનિક ઉપાય, એક ક્લીકથી જાણો

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે પરાગરજ

ટામેટા એક સ્વ-પરાગાધાન પાક ગણાય છે.  તેને ગ્રીનહાઉસીસમાં સબસિડીવાળા પરાગધાનની જરૂર પડે છે.  ગ્રીનહાઉસમાં પરાગાધાનની પ્રક્રિયા વાઇબ્રેટર અથવા એર બ્લોઅરની મદદથી પુરી કરવામાં આવે છે.  કેટલાક દેશોમાં ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે પરાગાધાનની પ્રક્રિયા મધમાખી અને ભમરા દ્વારા પૂર્ણ કરવામાં આવતી હોય છે.

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે સિંચાઈ અને ખાતર

ગ્રીનહાઉસમાં ટમેટાની ખેતી માટે દ્રાવ્ય ખાતરો 5: 3: 5 ના પ્રમાણમાં આપવામાં આવે છે. જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મિશ્રિત હોયબછે. બીજી બાજુ ઉનાળા દરમિયાન અઠવાડિયામાં ત્રણ વખત અને ઠંડા દિવસોમાં અઠવાડિયામાં બે વખત સિંચાઈ કરવામાં આવે છે.

ગ્રીનહાઉસમાં ટમેટાંની ખેતી માટેનું ઉત્પાદન

ગ્રીનહાઉસમાં ટામેટાના પાક 75 થી 80 દિવસમાં તૈયાર થાય છે.  જ્યાં સુધી ઉત્પાદનનો સવાલ છે તો 1000 ચોરસમીટરમાંથી 10 થી 15 ટન ટામેટાં ઉત્પન્ન થાય છે.   જ તો વળી ચેરી પ્રકારના ટમેટાંનું ઉત્પાદન ઓછું થાય છે.  આ જાતથી એક હજાર ચોરસ મીટરમાં  2 થી 3 ટન ટામેટાં ઉત્પન્ન કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More