Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

દુનિયાના સૌથી મોંઘા બટેકા, કિલોના 50 હજાર રૂપિયા

કૃષિ જાગરણના આજના લેખમાં આપને જણાવીશું સૌથી મોઘાં બટેકા વિશે તેનું નામ છે. (લે બોનોટ્ટે) નામના આ બટાકાની ખેતી ફ્રેન્ચ ટાપુ ઇલે ડે નૂરમુટિયર માં થાય છે. તેની ખેતી રેતાળ જમીન પર થાય છે. જે દરિયાઈ સેવાળ તેના ખાતર તરીકે કામ કરે છે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
લે બોનોટ્ટે બટાકા
લે બોનોટ્ટે બટાકા

કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ તહેવાર હોય બટાકાનું શાક તો બનેજ એટલે બટેકાને શાકભાજીનો રાજા ગણવામાં આવે છે. જ્યારે પણ તમે માર્કેટમાં જાઓ છો, ત્યારે બટાકાની કિંમત 30થી 70 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે રહે છે. આવી સ્થિતિમાં જો એક કિલો બટાકાની કિંમત 40થી 50 હજાર રૂપિયા કહેવામાં આવે તો તમારૂ રિએક્શન કેવું હશે? તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સત્ય છે. વિશ્વમાં આવા વિવિધ પ્રકારના બટાકાની ખેતી કરવામાં આવે છે, જેની કિંમત હજારો માં છે.આપણે વાત કરીએ છે. ૫૦ હજાર  રૂપયે કિલો વેચતા (લે બોનોટ્ટે) બટાકાની જે સૌથી મોઘા બટેકા સાબિત થયા છે.

ક્યાં અને કેવી રીતે થાય છે. લે બોનોટ્ટે બટાકાની ખેતી?

લે બોનોટ્ટે નામના આ બટાકાની ખેતી ફ્રેન્ચ ટાપુ ઇલે ડે નૂરમુટિયર માં થાય છે. તેની ખેતી રેતાળ જમીન પર થાય છે. દરિયાઈ સેવાળ તેના ખાતર તરીકે કામ કરે છે. એવું કહેવાય છે કે તે માત્ર 50 ચોરસ મીટર જમીન પર જ ઉગાડવામાં આવે છે. આહિયા બટાકા સિવાય બીજા ઘણા મોઘા શાક-ભાજીની ખેતી થાય છે.

વિશ્વની પાંચ સૌથી મોંઘી શાકભાજીની યાદીમાં (લે બોનોટ્ટે) સામેલ છે

ખુબજ જાણીતી પોટાટોરવ્યુ વેબસાઈટ મુજબ તેની પ્રતિ કિલોગ્રામ સરેરાશ કિંમત 500 યુરો એટલે કે લગભગ રૂ 44,282 પ્રતિ કિલો છે. જોકે તેની કિંમત સતત ઉપર અને નીચે થતી રહે છે. બજાર માં પણ આ બટેકાની માંગ દિવસે-દીવસે વધતી જઈ રહી છે.

બટાકાની સૌથી દુર્લભ જાત અને તેની તકેદારીની વાત 

ધ્યાન તો દરેક ખેતીમાં રાખવું પડે છે. પણ ખાસ ધ્યાન ખેતી પછીના રાખેલા પાકની વધુ કાળજી રાખવી પડે છે. આ બટાકાને દુર્લભ પ્રજાતિની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. Le Bonnotte દર વર્ષે માત્ર 10 દિવસ માટે જોવા મળે છે. તેની ખેતી માટે ખૂબ કાળજી લેવી જરૂરી છે. Le Bonnotte બટાટા રોપ્યાના ત્રણ મહિના પછી તેને ખોદી કાઢવામાં આવે છે. તે ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે અને મેમાં ખોદવામાં આવે છે. આ બટાકાને જમીન પરથી હટાવવા માટે હળવા હાથનો ઉપયોગ કરવો પડે છે, નહીં તો તેને નુકસાન થઈ શકે છે. મળતી માહીતી પ્રમાણે બટેકા સ્વાદમાં ખારા-મીઠા હોય છે. તવું અનુમાન પણ છે.

લે બોનોટ્ટે બટેકાની ક્યાં અને કેટલી કિંમત હોય છે. જાણો  

આ બટાકાનો સ્વાદ ખારા-મીઠા હોય છે. તેનો ઉપયોગ નમકીન પ્યુરી, સલાડ, સૂપ અને ક્રીમ બનાવવા માટે થઈ શકે છે. તેમજ તેનું સેવન અનેક રોગો સામે ફાયદાકારક માનવામાં આવે છે. ઈ-કોમર્સ વેબસાઈટ ટ્રેડ ઈન્ડિયા પર એક કિલો Le Bonnotteની કિંમત 690 USD એટલે કે 56,020 હજાર છે. તે જ સમયે, Go for World Business પર 500 ગ્રામ બટાકાની કિંમત 300 USD એટલે કે 24 હજાર રૂપિયા છે.

આ પણ વાંચો:ચણાના પાકને અસર કરતા રોગો અને સંકલિત વ્યવસ્થાપન

 

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More