Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઓઈસ્ટર મશરૂમની ખેતી કરવાની સાચી પદ્ધતિ

પંચતારક હોટલો, રેસ્ટોરંટ અને ઘરેલુ લીલા શાકભાજીમાં મશરૂમનો વપરાશ સારા એવા પ્રમાણમાં વધવા લાગ્યો છે. સૂપમાં, પંજાબી શાકભાજીમાં, સલાડમાં, પુલાવમાં, પકોડા, પીઝામાં તેમજ સેન્ડવીચમાં પણ મશરૂમનો વપરાશ થવા લાગ્યો છે. હાલમાં મશરૂમની માંગ વધતી જઈ રહી છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Oyster mushroom cultivation
Oyster mushroom cultivation

પંચતારક હોટલો, રેસ્ટોરંટ અને ઘરેલુ લીલા શાકભાજીમાં મશરૂમનો વપરાશ સારા એવા પ્રમાણમાં વધવા લાગ્યો છે. સૂપમાં, પંજાબી શાકભાજીમાં, સલાડમાં, પુલાવમાં, પકોડા, પીઝામાં તેમજ સેન્ડવીચમાં પણ મશરૂમનો વપરાશ થવા લાગ્યો છે. હાલમાં મશરૂમની માંગ વધતી જઈ રહી છે

ઓઈસ્ટર મશરૂમની ખેતી

  • ઓઈસ્ટર મશરૂમની ખેતી પણ બંધ રૂમમાં યોગ્ય ભેજ અને તાપમાન ઊભુ કરી સરળતાથી કરી શકાય છે.
  • ઓયસ્ટર મશરૂમ એ ર૦° થી ૩૦° સે. તાપમાનની વચ્ચે વધારે ઉત્પાદન આપે છે
  • ઘઉં, ડાંગરનું પરાળ વગેરે પર સહેલાઈથી ઉગાડી શકાય છે.
  • આ મશરૂમને પોલીથીન બેગ, નાયલોન નેટ, બાસ્કેટ ટ્રે વગેરેમાં સરળતાથી ઉગાડી શકાય છે.
  • આ મશરૂમને સુકવીને ઓરડાના તાપમાને એક વર્ષ સુધી સંગ્રહી શકાય છે.
  • એક માસના ટુંકા ગાળામાંજ તેનો પાક લઈ શકાય છે.
Oyster mushroom cultivation
Oyster mushroom cultivation

ઓઈસ્ટર મશરૂમની ખેતી માટે જરૂરી વસ્તુ

  • ઘાસ/પરાળ (ડાંગર કે ઘઉંનું)
  • સ્પાન બોટલ (બિયારણ)
  • ફોર્મેલીન (૩૭ ટકા)
  • કાર્બેન્ડાઝીમ (બાવિસ્ટીન ૫૦ ટકા વે. પા.).
  • પ્લાસ્ટિકની કોથળી (૧૦૦ ગેઈઝ, ૩૪ x ૫૦ સે. મી. માપની)
  • લાકડાના કે વાંસના ઘોડા
  • કાપવાનું સાધન (કાતર કે કટર)
  • પાણી છાંટવા માટે પંપ કે ઝારો
  • થર્મોમીટર અને ભેજ માપક યંત્ર
  • કંતાન, ખસની ટટ્ટી અને રેતી વગેરે
  • આ મશરૂમ ઉગાડવા માટે ૩૦ ફૂટ x ૧૫ ફૂટના માપનો ઓરડો બનાવવો કે જેમાં ૨૦૦૦થી ૩૦૦૦ જેટલી કોથળીઓ રહી શકે.
  • શેડ ઉપર ગરમી અવરોધક તરીકે ડાંગર કે ઘઉંનું પરાળ પાથરવું અને હવાની અવરજવર માટે દિવાલમાં યોગ્ય અંતરે સામ-સામે બારીઓ કે વેન્ટિલેશન રાખવાં અને બારી આગળ ખસની ટટ્ટી કે કંતાન અથવા એકઝોસ્ટ ફેન મૂકવો.

ઓઈસ્ટર મશરૂમ આપણા રાજ્યમાં બે રીતે ઉગાડી શકાય તેમ છે.

પ્લાસ્ટીકની કોથળીમાં બેડ બનાવીને મશરૂમની ખેતી

=> મશરૂમ ઉગાડવા માટે ડાંગર કે ઘઉંના સારા ગુણવત્તા વાળા પૂળીયાં પસંદ કરી ૩ થી પ સે.મી. ના ટુકડા કરવા. થ્રેસરમાંથી નીકળેલ ઘઉંનું પરાળ વધારે અનુકુળ છે કારણકે પરાળના ટુકડા કરવાની મહેનત બચી જાય છે.

=> આ પ્રકારના મશરૂમ ઉગાડવા માટે ૧૦૦ ગેઈઝની ૩૫ સે.મી. x ૫૦ સે.મી. માપની પ્લાસ્ટિક કોથળી, ફોર્મેલીન (૩૭ ટકા), કાર્બેન્ડાઝીમ (બાવીસ્ટીન) દવા અને બિયારણ (સ્પાન બોટલ) ની જરૂરિયાત રહે છે.

Oyster mushroom cultivation
Oyster mushroom cultivation

=> સૌ પ્રથમ પરાળને (થ્રેસરમાંથી નીકળેલું) ૪ થી ૮ કલાક સાદા તાજા પાણીમાં પલાળી રાખવું, ત્યારબાદ કાઢી વધારાનું પાણી નીતરી જવા દેવું અથવા આ પરાળને એક કલાક સુધી ૮૦° સે. + સુધી પ સે તાપમાનવાળા ગરમ પાણીમાં બોળી રાખવું અને ત્યારબાદ પાણી નીતારી દેવું અને ઠંડું પડ્યા બાદ જ પ્લાસ્ટિકની કોથળીમાં ભરવું.

=> આ રીતે તૈયાર કરેલ પરાળમાં ૬-૭૦ ટકા સુધી ભેજ રહે ત્યારે તેને આગળ જણાવ્યા મુજબની ૩૫ સે.મી. x ૫૦ સે.મી. માપની પ્લાસ્ટિકની કોથળીમાં પાંચથી છ કિલો પ્રમાણે ભરવું

=> પરાળ ભરતી વખતે પ થી ૮ સે.મી. ના થર પછી દરેક વખતે પરાળના ૨ ટકા પ્રમાણે (૧૦ કીલો પરાળ દીઠ ૨૦૦ ગ્રામ) બિયારણના સ્પાન ભભરાવવા અને હલકું દબાણ આપતા રહેવું.

=> કોથળી ભરાઈ જાય એટલે તેનું મોઢિયું ચુસ્ત રીતે બાંધી દેવું અને ચારેય બાજુથી ટાંકણીથી ૨૦ થી ૨૫ જેટલાં ઝીણા કાણા પાડવાં જેથી હવાની અવર-જવર થઈ શકે.

=> તૈયાર કરેલ કોથળાઓને લાકડાના ઘોડા ઉપર ગોઠવીને ૧૫ દિવસ સુધી ર૦° થી ૩૦° સે. તાપમાને ૭૫ થી ૮૦ ટકા ભેજવાળી જગ્યામાં અંધારામાં રાખવા.

=> ૧૫-૨૦ દિવસમાં પરાળ મશરૂમ ફૂગના સફેદ તાંતણાથી (માયસેલિયમ) સંપૂર્ણ રીતે છવાઈ જશે. ત્યારબાદ સાચવીને ધારદાર ચપ્પથી પ્લાસ્ટિકની કોથળી ખોલી નાખીને પરાળનો જથ્થો ખુલ્લો કરવો.

=> આમ કરવાથી ચાર-પાંચ દિવસમાં ટાંકણીના માથા જેવા મશરૂમ નીકળવા લાગશે અને એક અઠવાડિયામાં કાપવા લાયક મશરૂમ તૈયાર થશે.

ક્યારા બનાવીને મશરૂમની ખેતી

  • મશરૂમ ઉગાડવા માટેનું ડાંગરનું પરાળ લીલા રંગનું કે વરસાદના કે અન્ય પાણીથી ભીજવેલ કે સડેલ ન હોવું જોઈએ તથા દાણા વગરનું અને કડક હોવું જોઈએ અને બળદના પગ નીચે કચડાયેલ ન હોવું જોઈએ.
  • સૌ પ્રથમ ડાંગર કે ઘઉંના પરાળને તડકામાં પહોળું કરી સૂકવીને બે ફૂટ (૧ મીટર) લંબાઈમાં કાપીને કાપડની થેલીમાં ભરવું અને મોટું બાધી દેવું. ક્યારો બનાવી આ કોથળાઓને 100 લિટર (૧૦ ડોલ) જેટલા પાણીમાં ૭.૫ ગ્રામ કાર્બેન્ડાઝીમ (બાવિસ્ટીન) અને ૬૭.૫ મિ.લિ. ફોર્મેલીન (ફોર્માલ્ડીહાઇડ) ઉમેરીને ૧૨ થી ૧૮ કલાક ડૂબાડી રાખવા. બીજે દિવસે આ કોયડાઓને પાણીમાંથી બહાર કાઢી પરાળને ઢાળવાળી જગ્યા પર પાણી નિતારી દેવું.

ક્યારો બનાવવાની રીત

  • ઈટો પર વાંસ કે લાકડાના ખપાટીયાને એવી રીતે ગોઠવવા કે જેથી નીચેની હવાની અવર જવર થઈ શકે. ક્યારની લંબાઈ, પહોળાઈ એક મીટર જેટલી અથવા પૂળાની (પરાળની) લંબાઈ જેટલી રાખવી. આવા ક્યારામાં પરાળ આડું ઊભું એમ ચોકળી આકારમાં ગોઠવવામાં આવે છે જેથી બધા છેડા બહારની બાજુએ રહે.
  • આવો એક ક્યારો તૈયાર કરવા ૧ કિલો જેટલું પરાળ વાપરવું જોઈએ. ડાંગરના પરાળને ૩ થી ૪ ઇંચના થરમાં પાથરવું અને તેના પર બિયારણના સ્પાનને ધારેથી ૧૫ સે.મી. જેટલી જગ્યા છોડી ૧૫-૧૫ સે.મી. ના અંતરે સ્પાન પૂખવા/વાવવાં અને પછી તેની ઉપર સોયાબીનદાળ અથવા તુવેરદાળનો પાઉડર, ભૂકો/ઝીણો લોટ ભભરાવવો. આ રીતે એક આડું તો બીજું ઊભું એવા એકબીજા ઉપર કુલ ત્રણ થર કરવા અને દરેક થર ઉપર આગળ મુજબ જ સ્પાન અને સોયાબીન કે તુવેરદાળનો લોટ ભભરાવવો.
  • આમ તૈયાર કરેલ ક્યારાને દબાવીને સખત બનાવી છેડા ખુલ્લા રહે તે રીતે પ્લાસ્ટિક ઢાંકી દેવું.જરૂર મુજબ પાણીનો છંટકાવ માટે પ્લાસ્ટિક ઉઠવીને દરેક વખતે ઢાંકી દેવું. આમ ક્યારો તૈયાર થયા પછી તેને અડકવું નહિ.
  • આમ ૧૫-૨૦ દિવસમાં ક્યારના બધા પરાળમાં મશરૂમ ફુગના સફેદ તાંતણા (માયસેલિયમ) ઉગી નીકળશે અને ત્યાર પછી ૪-૫ દિવસમાં તેમાંથી મશરૂમના અંકુર ફૂટશે જે ૨-૩ દિવસમાં કાપવા લાયક બને છે. આમ એક ક્યારામાંથી બે થી ત્રણ પાક શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More