ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓર્ગેનિક ખેતીની ડિમાન્ડ વધી છે અને ઓછા ખર્ચે વધુ આવક વાળી ખેતી પણ ખેડૂતો કરવા લાગ્યા છે એવીજ એક ખેતી સરગવાની છે જે ઓછા ખર્ચે વધુ ઉપજ મળી શકે તેમ છે. સરગવાની ખેતી કરવા માટે તમારે ફક્ત 50 હજાર રૂપિયાનુ રોકાણ કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. કેવી રીતે સરગવાની ખેતી કરવી આવો જાણીએ વિગતે
આજકાલ ઘણા ખરા ખેડૂતો સરગવાની ખેતી કરવા પ્રેરીત બન્યા છે અને ઘણા ખેડૂતોએ સરગવાની ખેતી પણ શરૂ કરી દીધી છે અને લાખોની કમાણી પણ કરી રહ્યા છે. સરગવામાં ઘણ બધા ઔષધિય ગુણધર્મો રહેલ છે જેના કારણે આજે બજારમાં દિવસે ને દિવસે સરગવાની માંગ વધતી જઈ રહી છે અને ખેડૂતોને સરગવાની સીંગો, તેના પાન અને ફુલના મો માંગ્યા ભાવ મળી રહ્યા છે. સરગવાની ખેતી બીજી ખેતી કરતા એકદમ અલગ પ્રકારની છે અને બીજી ખેતીની સરખામણીમાં સરગવાની ખેતી એકદમ સરળતાથી કરી શકાય છે. આજે અમે તમને ડ્રમસ્ટિકની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. આ ખેતી શરૂ કરીને, તમે વાર્ષિક 6 લાખ એટલે કે માસિક 50 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. આ માટે તમારે જમીનના વિશાળ ટુકડાની જરૂર નથી. તેની ખેતીના 10 મહિના પછી, ખેડૂતો એક એકરમાં એક લાખ રૂપિયા કમાઈ શકે છે. ડ્રમસ્ટિક એક ઔષધિય છોડ છે. આ છોડને એક વાર વાવ્યા પછી તે સતત ચાર વર્ષ સુધી ઉત્પાદન આપ્યા કરે છે મતલબ કે એક વાર સરગવો વાવો અને ચાર વર્ષ સુધી આવક મેળવતા રહો
સરગવાની ખેતી માટે અનુકૂળ વાતાવરણ
- સરગવાની ખેતી માટે ગરમ પ્રદેશ વધારે અનુકૂળ આવે છે
- સરગવાની ખેતી રણ વિસ્તારમાં પણ સરળતાથી કરી શકાય છે
- અન્ય ખેતીની સરખામણીમાં બમણી આવક મેળવી શકાય છે.
- સરગવાની ખેતી માટે 25 થી 30 ડિગ્રી તાપમાન જરૂરી છે.
- સરગવાની ખેતીને સૂકી લોમી અથવા ગોરાડુ જમીન વધારે માફક આવે છે.
ઉત્પાદન અને આવક
- પ્રથમ વર્ષ પછી વર્ષમાં બે વાર ઉત્પાદન મળે છે
- એક સરગવાનું ઝાડ સામાન્ય રીતે 10 વર્ષ સુધી સારી પાક આપે છે
- મુખ્ય જાતો કોઇમ્બતુર 2, રોહિત 1, પી.કે.એમ 1 અને પી.કે.એમ 2 છે.
- એક એકરમાં લગભગ 1,200 છોડ વાવી શકાય છે.
- એક એકરમાં ડ્રમસ્ટિક પ્લાન્ટ રોપવાનો ખર્ચ આશરે 50-60 હજાર રૂપિયા થશે.
- માત્ર ડ્રમસ્ટિક પાંદડા વેચીને વાર્ષિક 60 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો.
- ડ્રમસ્ટિકનું ઉત્પાદન કરીને, તમે વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકો છો.
Share your comments