તમે બધા જાણો છો તેમ જંતુનાશક દવા ઝેરી આવે છે અને તેની સુંગધ લેવામાં આવે તો પણ માણસના મગજ પર તે ભારે અસર કરે છે.દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
દવા છાંટવી ખેડૂતો માટે જટીલ કામગીરી
ખેડૂતો પોતાના પાકને જંતુ(કીટાણું)થી બચાવવા માટે ખેતરમાં વાવેલ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે. જંતુનાશક દવાનો છંટકાવ કરવો એ ખેડૂતો માટે ખુબજ મુશ્કેલ કામ છે. દવોનો છંટકાવ કાળજી પૂર્વક કરવો પડે છે જો ધ્યાન રાખીને દવા ન છાંટવામાં આવે તો ખુબજ મુશ્કેલી પેદા થઈ શેક છે.દવા છંટકાવ સમયે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો દવાની ઝેરી અસર પણ થાય છે. જેથી આવી જંતુનાશક દવા સાથે કામ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ચાલો જાણીએ પાકમાં દવા છાંટતી વખતે શું કાળજી રાખવી જોઈએ.
દવા છાંટતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
=> સૂચના મુજબ દવાનું પ્રમાણ જાળવવું જોઈએ
=> દવા છાંટવાના સ્થળે પાણી, સાબુ અને ટુવાલની સગવડતા રાખવી અને ઉપયોગ કરવો.
=> દવા છાંટતી વખતે દવાવાળા હાથે કંઇ ખાવું-પીવું નહીં. સાબુથી હાથ ધોઇ પછી જ આ વસ્તુ લેવી હિતાવહ છે.
=> દવાનું પેકીંગ તોડતી વખતે દવાની અસર ન થાય તે રીતે યોગ્ય સાધન વડે પેકીંગ તોડવું અને કોઇ પણ સંજોગોમાં મોઢાનો ઉપયોગ કરવો નહીં.
=> ફળ-ફૂલ અને શાકભાજીમાં દવા છાંટયા બાદ અઠવાડિયા સુધી તેને ઉતારવા નહીં.
=> ચશ્મા, હાથ મોજા, પગમાં બુટ, માસ્ક વગેરે પહેરવું.
=> બિમાર કે દવાની એલર્જીવાળા વ્યક્તિએ દવા છંટકાવ કરવો નહીં.
=> દવા છાંટતી વખતે તેની ઝેરી અસરથી બચવા હંમેશા સંરક્ષણાત્મક કપડા પહેરવા જોઈએ.
=> પવનની વિરૂદ્ધ દિશામાં દવાનો છંટકાવ ન કરવો જોઈએ.
=> દવાની ઝેરી અસરથી બચવા પ્રાથમિક સારવાર કીટ રાખવાની ભલામણ છે.
=> દવાનો પંપ લીકેજ ન થાય તે માટે તપાસ કરતી રહેવી અને લીકેજ પંપથી દવા છાંટવી નહીં.
=> છંટકાવ કાર્ય પુરું થયે પંપ બરાબર સાફ કરીને જ મુકવો.
=> વહેલી સવારે કે સાંજના સમયે જ દવાનો છંટકાવ કરવો.
=> દવા પિયત પાણીમાં ન ભળી જાય તેનું ધ્યાન રાખવું.
=> દવા છાંટયા બાદ સાબુથી સ્નાન કરી અને શરીર સ્વચ્છ કરવું.
=> દવાનો છંટકાવ કર્યા બાદ ખેતરમાં નકકી કરેલા સમય સુધી કોઇ વ્યક્તિ ન જાય તેની કાળજી રાખવી જોઇએ.
=> દવા છાંટનારે ડોક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહેવું.
Share your comments