Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીનું ખુબ સારું વાવેતર પણ પીળી પડી રહી છે- જાણો નિષ્ણાતોએ શું કહ્યું

હાલ કોરોના વચ્ચે આખી દુનિયાની પરિસ્થતિ કફોડી બની છે, હાલ દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દિવસે દિવસે લોકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વ કોરોનાની દવા અને રસી શોધી રહ્યું છે પણ કોઈને હજુ સુધી સફળતા મળી નથી. આવા સમયે સૌથી ખરાબ હાલત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને થઇ રહી છે, સાથે-સાથે ખેડૂતોને ખુબ અસર થઇ રહી છે. પરંતુ હાલ વાત કરીએ સૌરાષ્ટ્રના ખેડૂતોની. તો હાલના સમયમાં મગફળીનો પાક ખુબ સારો થઇ રહ્યો છે પણ મગફળીનો પાક પીળો પડી રહ્યો છે. જેનાથી ખેડૂતો ખુબ ચિંતિત છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Peanut Plant
Peanut Plant

હાલ કોરોના વચ્ચે આખી દુનિયાની પરિસ્થતિ કફોડી બની છે, હાલ દિવસેને દિવસે કોરોના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દિવસે દિવસે લોકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. આજે સમગ્ર વિશ્વ કોરોનાની દવા અને રસી શોધી રહ્યું છે પણ કોઈને હજુ સુધી સફળતા મળી નથી. આવા સમયે સૌથી ખરાબ હાલત ગરીબ અને મધ્યમવર્ગના લોકોને થઇ રહી છે, સાથે-સાથે ખેડૂતોને ખુબ અસર થઇ રહી છે. પરંતુ હાલ વાત કરીએ સૌરાષ્ટ્રના ખેડૂતોની. તો હાલના સમયમાં મગફળીનો પાક ખુબ સારો થઇ રહ્યો છે પણ મગફળીનો પાક પીળો પડી રહ્યો છે. જેનાથી ખેડૂતો ખુબ ચિંતિત છે.

સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળી અને લાખો ખેડૂતોની જીવન રેખા કપાઈ રહી છે.  આ ચોમાસા દરમિયાન મગફળી પીળી પડી જવાની ઘટનાઓ સામે આવી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કર્યું હતું તે મગફળી વધું પીળી થવા પામી છે. લાંબા સમય સુધી વાદળો રહેવાના કારણે મગફળી પીળી પડી જાય છે. વર્ષ 2018માં જૂનાગઢમાં વ્યાપક પણે મગફળી પીળી પડી ગઈ હતી. તેથી ખેડૂતોએ તે કાઢી નાંખવી પડી હતી. આ પ્રક્રિયાને રાતડ કે ગેરુ રોગ કે પાણી લાગવું કહેવામાં આવે છે. ભારે વરસાદ કે વાદળો રહેવાના કારણે આ રોગ આવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રકાશ ન મળતાં મગફળીને પોષક તત્વો મળતા બંધ થઈ જાય છે. જેના કારણે આ પરિસ્થતિ ઉભી થાય છે.

9 જૂલાઈ 2020 સુધીમાં 20 લાખ હેક્ટર મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષ કરતાં 8 લાખ હેક્ટર વધારે છે. સૌથી વધું વાવેતર રાજકોટ શહેરમાં 2.90 લાખ હેક્ટર અને જૂનાગઢ શેહરમાંમાં 2.60 લાખ હેક્ટર મગફળીનું છે. સાથે-સાથે જામનગર જીલ્લમાં 2 લાખ હેક્ટર, પોરબંદર જીલ્લા જેવા વિસ્તારોમાં મગફળી પીળી પડવા લાગી છે. 20 લાખ હેક્ટરમાંથી 25 ટકા વિસ્તારોમાં આવી તકલીફો હોવાનું ખેડૂતો સાથે વાત કરતાં સ્પષ્ટ થઇ રહ્યું છે. તેથી ધાર્યું ઉત્પાદન ન મળે એવી સ્થિતી ઊભી થઈ છે. મગફળી 20 દિવસ સુધી પીળી પડી જવાથી તેનું ઉત્પાદન શૂન્ય થઈ જાય છે. આવી ખરાબ હાલત સૌરાષ્ટ્ર સહીત ઘણા વિતારોમાં ઉભી થઇ છે.

સૂયા બેસવાની અવસ્થા આવતાં મોટું નુકસાન ગુજરાતના ખેડૂતને થઈ રહ્યું છે. મગફળીનો છોડ પીળો પડે છે અને નવા પાન સફેદ નીકળે છે. મગફળીના પાકમાં ઉપરની ડૂંખ પીળી પડી સુકાતી જાય છે. આ પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. જે સામાન્ય રીતે મગફળીમાં લોહ તત્વની ઉણપ દર્શાવે છે. જેના કારણે મગફળીમાં આવી તકલીફો જોવા મળી રહી છે.

આકાશમાં ચારેતરફ કાળા વાદળો થઈ જતાં સૂર્ય પ્રકાશ મળતો બંધ થતાં સલ્ફેટનું ઉત્પાદન છોડમાં થતું નથી. તેથી મગફળી પીળી પડવા લાગી છે. જમીનમાં ફેરસ સલ્ફેટ ન હોય તો પણ પીળી પડે છે, જે જમીનમાં અગાઉથી કે પછીથી આપવામાં આવે છે. આગોતરું વાવેતર હોય તે વધું પીળા પડે છે. પોષક તત્વો લેવાનું કામ મંદ થઈ જાય છે. ફેરસ સલ્ફેટની ખામી સર્જાય છે.   મગફળીનું આખું પાન પીળું પડી ગયું હોય પરંતુ તેની મુખ્ય નસ તથા બીજી નસો લીલી હોય તો આ પીળાશ લોહતત્વની ખામીને લીધે હોય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો.બી.કે.કીકાણી જણાવતા કહે છે, મગફળી પીળી પડે એટલે તે સમય અંતરે સૂકાઈ જાય છે. રસોડા તરીકે કામ કરતાં પાંદડા થકી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ અટકી જાય છે. પરિણામ સ્વરૂપે છોડને ખોરાક મળતો બંધ થઇ જાય છે. છોડને ખોરાક ન મળે એટલે લોહતત્વની પણ ખામી સર્જાય છે. પાંદડા લીલાને બદલે પીળા દેખાવા લાગે છે.  લોહતત્વની ખામી દુર થઇ શકે છે.

મગફળીની પીળાશ દૂર કરવા માટે સારો અને સસ્તો ઉપાય ખેડૂતો જાતે કરી શકે  છે. એક પંપનું માત્ર 3 રૂપિયા ખર્ચ આવે છે. હીરા કણી 100 ગ્રામ 10 ગ્રામ લીંબુના ફૂલ જે સાઈટ્રીક એસીડ હોય છે. બન્નેને પંપમાં એક પછી એક નાંખી ભેગા કરીને છાંટવા. હીરાકણી 24 કલાક પહેલાં પલાળી દેવી. જો હીરા કણી વધું નંખાય જાય તો મગફળીના પાન કાળા પડી શકે છે. અથવા તેના પર કાળા ટપકા થઈ શકે છે. બજારમાં રૂપિયા 400થી રૂપિયા 1 હજારનું એક લીટર આવું મોંઘુ તત્વ મળે છે. તેની સામે ખેડૂત જાતે એકદમ સસ્તો ઉપાય કરી શકે છે. 10 થી 12 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.  હેકટરે 500 લિટર પાણીનું પ્રમાણ જાળવવું. બીજો ઉપાય એ છે કે, ગંધક પાવડર 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

વરાપ થાય એટલી સાંતી ફેરવવું, પાણી ભરાયા હોય ત્યાંથી કાઢવું. સંયુક્ત ખેતી નિયામકની એવી ભલામણ છે. પીળી પડેલી મગફળીને માવજત માટે યુરીયા ખાતર આપવું ન જોઈએ. તેનાં મુળીયા હવામાંથી નાઇટ્રોજન મેળવી પાકને આપે છે. યુરીયા આપવાથી મગફળીનો ગ્રોથ વધી જશે. સુયા બેસવાની પ્રક્રિયા ધીમી થશે. આથી મગફળીનું ઉત્પાદન ઘટશે. જમીન કઠણ થઈ ગઈ હોય ત્યારે ઘણી વખત મગફળી પીળી પડી જતી હોય છે. આમા હવાની અવર જવર ન થવાથી પીળી પડી જતી હોય ત્યારે યુરિયા આપવું. રેચક પ્રકારની જમીનમાં વધારે પડતાં પિયત આપવાથી મગફળીના છોડના પાન નસો સાથે પીળા પડી જાય ત્યારે પિયત ઓછું કરી એમોનિયમ સલ્ફેટ વિઘે 15 કિલો આપવું. આવા સમયે 2 ટકા યુરિયાનું દ્રાવણ બે થી ત્રણ છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવા.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More