ચોળા એશિયા, આફ્રિકા, દક્ષિણ યુરોપ, અને દક્ષિણ અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય કઠોળ પાકમાંથી એક છે, તે સામાન્ય રીતે ગરમીની સિઝનનો પાક છે. આ પાકના ઘણા ઉપયોગો છે. તેને આફ્રિકા મૂળનો પાક માનવામાં આવે છે. ચોળામાં સારા એવા પોષકત્તત્વો હોય છે અને સાથે જ જમીનમાં પણ સુધારો થાય તેવા ગુણધર્મો હોય છે.
ચોળાને માનવામાં આવે છે વેજીટેબલ મીટ
ચોળાએ કઠોળ વર્ગનો અગત્યનો શાકભાજીનો પાક છે. આ પાકનું મૂળ વતન સેન્ટ્રલ આફ્રિકા માનવામાં આવે છે. તમામ કઠોળ પાકોમાં ચોળી અગ્રેસર છે કારણ કે તે પ્રોટીનની ઉણપનો પ્રશ્ન હલ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેની ગણના '' વેજીટેબલ મીટ '' તરીકે કરવામાં આવે છે. તે મજબૂત સોટી મૂળતંત્ર ધરાવે છે. તે ખૂબ વરસાદને સહન કરવાની શકિત ધરાવે છે.ચોળીની લીલી કૂણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જયારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. લીલી શીંગોમાં પ્રોટીન અને ખનીજ તત્વો સારા પ્રમાણમાં હોય છે. સૂકા દાણામાં 23 થી 29 ટકા જેટલું પ્રોટીન હોય છે
સામાન્ય નામ-
ચોળા, લોબિયા
અંગ્રેજી નામ –
કાઉપીઆ Cowpea
વૈજ્ઞાનિક નામ-
વિગ્ના સિનેન્સિસ Vigna Unguiculata
પરિચય:
- ચોળાએ ખરીફ સીઝનનો પાક છે.
- તેનું મૂળ સ્થાન આફ્રિકા છે. ચોળાનું ઉત્પાદન પણ આફ્રિકામાં સૌથી વધારે થાય છે.
- તેનો ઉપયોગ માત્ર ખોરાકના રૂપમાં જ નહીં પણ ચારા સ્વરૂપમાં પણ કરીએ છીએ.
- ભારતમાં ઉત્તર પ્રદેશ ચોળાના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે.
પોષણ:
- ચોળામાં ભરપૂર માત્રામાં પ્રોટીન 23% રહેલ છે.
- તેમાં 60.3% કાર્બોહાઇડ્રેટ હોય છે.
- અને ચરબી પણ 1.8% જોવા મળે છે.
વાતાવરણ
- ચોળા એ ગરમ હવામાનનો પાક છે અને આ જ કારણ છે કે તે દુષ્કાળની સ્થિતિમાં પણ ટકી શકે છે.
- અંકુરણ માટે શ્રેષ્ઠ તાપમાન 12 થી 15 ° સેલ્શિયસ હોય છે.
- 25-35 ડિગ્રી સેલ્સિયસના તાપમાન વચ્ચે ચોળી સરળતાથી ઉગે છે.
- ઉલ્લેખનીય છે કે ઠંડા વાતાવરણમાં ચોળાનો પાક ટકી શકતો નથી.
વાવેતર
ઉનાળુ પાકના વાવેતર માટેનો મહિનો ફેબ્રુઆરી અને માર્ચ છે.
વર્ષાઋતુના પાકના વાવેતર માટેનો મહિનો જૂન અને જુલાઈ છે.
આ પણ વાંચો : ઓફ સિઝનમાં કરો શાકભાજીની ખેતી
જમીન
ચોળાને પાણીના નિકાલની સારી ક્ષમતા સાથે રેતાળ ચીકણી જમીનની જરૂર પડે છે.
ચોળાની ખેતી માટે PH 4.5-8.0 ની જરૂર પડે છે.
ખાતર
FYMનો જથ્થો - 10-15t/ha
નાઈટ્રોજનનો જથ્થો - 20 કિગ્રા/હે
ફોસ્ફરસનો જથ્થો - 40-50 કિગ્રા/હે
બીજનો દર:
ચોળાની ખેતી કરવાનો હેતુ અલગ અલગ હોઈ શકે છે અને તે મુજબ બીજના વિવિધ દરો છે:
તેને અનાજ તરીકે વાપરવા માટે, બીજનો દર 15-20 કિગ્રા/હે.
જો આપણે તેનો ચારા પાક તરીકે ઉપયોગ કરીએ તો તેનો દર 35-40 કિગ્રા પ્રતિ હેક્ટર હશે.
તેનો ગ્રીન પોડ તરીકે ઉપયોગ કરવા માટે, બીજનો દર 20-25 કિગ્રા/હે. જોઈશે.
છોડનું અંતર:
ઉનાળાની ઋતુમાં જરૂરી જગ્યા 30×10cm છે.
વરસાદની મોસમ માટે જરૂરી જગ્યા 45×10cm છે.
સિંચાઈ
ચોળાને લગભગ 3 થી 4 સિંચાઈની જરૂર પડે છે. માટી અને આબોહવા મુખ્ય પરિબળો છે પરંતુ સામાન્ય રીતે 300-400 મીમી પાણીની જરૂર પડે છે. બીજી તરફ, ઉનાળાની ઋતુમાં ઊંચા તાપમાન અને ઓછી ભેજને કારણે વધુ સિંચાઈ (4-5 સિંચાઈ)ની જરૂર પડે છે.
લણણી
વાવણી પછી 45 થી 90 દિવસ સુધી શાકભાજી તરીકે ચોળાની લણણીનો સમય છે. બીજી તરફ દાણા તરીકે ચોળાની લણણીનો સમય વાવણી પછી 90 થી 125 દિવસનો છે. સંગ્રહ કરતા પહેલા, થ્રેશ કરેલ પાકને સૂર્યના તાપમાં સૂકવવો જોઈએ. સામાન્ય રીતે બીજ વાવ્યા પછી 40 થી 45 દિવસમાં પાકની કાપણી કરવી જોઈએ.
આ પણ વાંચો : આ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને અપનાવી ચોળીનું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા
Share your comments