ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનું વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે. જેનાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. આમ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને એકમ વિસ્તારમાંથી આધુનિક ખેતી પધ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન મેળવવા જમીનમાં ખાતરો આપવા પડે છે. હવે ખાતરોની ઉંચી કિંમતને કારણે જો તેનો કાર્યક્ષમ અને ભલામણ પ્રમાણે ઉપયોગ કરી વધુ આર્થિક ફાયદો મેળવવો હોય તો ખેડૂતે જમીનનું પૃથ્થકરણ કરાવવું ખાસ જરૂરી છે. જેથી જમીન પૃથ્થકરણના અહેવાલની ભલામણ મુજબ જમીનોમાં વિવિધ પોષક તત્વોરૂપી ખાતરો યોગ્યમાત્રમાં આપી ખેડૂત વધુ ફાયદો મેળવી શકે છે.
જમીન સ્વાસ્થ્ય પત્રક યોજનાની રૂપરેખા
ખેડૂતની આર્થીક આબાદી એ કૃષિ વિકાસનો માપદંડ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાતે ખેતીમાં નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. પરિણામે ગ્રામ્ય જીવનમાં સુધારો થયો છે. ખેતી વિષયક વધારો દરેક ગામડાના દરેક ખેડૂત સુધી પહોંચવા જોઇએ. આપણે આપણા સમતલ અને ઉદર્વ વિકાસને ઝડપી બનાવવ માટે વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિઓનો ઉપયોગ કરવો જોઇએ. ઉદર્વ વિકાસ એટલે ટકાઉ ખેતીનો અર્થ સતત નફાકરક, પર્યાવરણને સુસંગત ખેડૂતોના વિકાસ આધારિત ખેતી. જયારે સમતલ ખેતી એટલે કે લાભ દરેક ખેડૂત સુધી પહોંચવો તે આપણે આપણા ખેત ઉત્પાદનના વધારાને ખેતી આધારીત ઉધોગો મુલ્યવર્ધી ઉત્પાદનો, વેચાણની શકયતાઓ, નિકાસ વગેરે તરફ દોરી જશે અને અંતે ખેડૂતોના ઉત્કર્ષમાં પરિણમશે.આપણી પ્રણાલીગત વિસ્તરણ સેવાઓ જેમાં કૃષિ વિજ્ઞાનકેન્દ્રો તથા તાલીમ અને મુલાકાતનો સમાવેશ થાય છે.
રાજયના બધાજ ખેડૂતો ખેતી સબંધી વિગતવાર તાંત્રિક માહિતી અને તજજ્ઞોની સલાહ સરળતાથી તેમના પોતાના જ ગામથી મેળવવાનો હકદાર છે. ખેડૂતો દ્રારા અપનાવાતી ખેતી વિષયક માહિતી આપણા માર્યાદિત સ્ત્રોતો અને માણસોની ખેંચને લીધે પારસ્પરીક ગાઢ સબંધ વધારવામાં અડચણ બને છે. આ માટે રાજય સરકાર એક તદ્દ્ન નવી અત્યંત આધુનિક યોજના સાથે બહાર આવી આ યોજનામાં ‘ઈ’ ડેટાબેન્ક, સોઈલ હેલ્થકાર્ડ, વારંવાર પુછાતા પ્રશ્નો અને ગામદીઠ કીઓસ્ક નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પ્રોધોગિક વિજ્ઞાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ક્રિયા ઝડપી તથા અસરકારક બનશે. ‘ઈ’ ડેટાબેન્કમાં જમીનને લગતી માહિતી હશે. આ આખી ઇન્ફર્મેશન ટેકનોલોજી યોજનાને સોઇલ હેલ્થકાર્ડ નામ આપવામાં આવ્યુ છે.
સોઈલ હેલ્થકાર્ડ યોજના મુજબ ‘ઈ’ ડેટાબેંકમાં ખેડૂતોને લગતું માર્ગદર્શન આપવા માટે જરૂરી માહિતી જેવી કે ખાતરનો દર, બીયારણનો દર, વાવણીનો સમય, પિયત, નિંદણ નિયંત્રણ, પાક સરંક્ષણ, કાપણી તથા સંગ્રહ, વેચાણમૂલ્યવર્ધિત ખેતપેદાશો વિગેરેની માહિતી છે. સમય જતાં તેમાં પાકો, જાતો, પશુસ્વાસ્થ્ય, બાગાયતી પાકો, કુદરતી સ્ત્રોતોનું નિયંત્રણ અને તેને લગતા બધાજ ક્ષેત્રો આ યોજનાનો અખંડ ભાગ બનશે. સોઈલ હેલ્થર્કાડ યોજનાનું જોડાણ ગુજરાત સ્ટેટ વાઈડ એરીયા નેટર્વક (GSWAN)સાથે જોડાયેલ છે. તેનાથી ખેતીવાડી ખાતાની જુદી જુદી શાખાઓ તથા સરકારી સંસ્થાઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને જોડાણ આપવામાં આવ્યું છે.સોઈલ હેલ્થર્કાડ યોજનાથી વૈજ્ઞાનિકો-વિસ્તરણ શાસ્ત્રી અને ખેડૂતો વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટાડશે તેમજ ટેકનોલોજી એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત, વૈજ્ઞાનિક, સરળ અને જરૂરિયાત બનાવી પહોંચાડશે.
પાક ઉત્પાદનનો આધાર જમીનના સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા ઉપર છે. જમીન સ્વાસ્થ્ય માટે જમીન ચકાસણી તે પાયાની બાબત છે. છંતા અત્યાર સુધી જુદા જુદા પાકો માટે ખાતરોની ભલામણ કરવામાં આવતી તે માત્ર પાક ઉત્પાદનલક્ષી હતી, નહી કે જમીન પૃથ્થકરણ આધારિત. તેમજ અગાઉના પૃથ્થકરણ ઉપરથી ફળદ્રુપતાના જે નકશા તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં દરેક ખેડૂતને ખાતરની ચોક્ક્સ ભલામણ કરી શકાય નહી. પરંતુ હવે જમીન સ્વાસ્થ્ય પત્રક યોજના હેઠળ જે પૃથ્થકરણ થશે તેમાં દરેક ખેડૂતના ખેતર સંબધી માહિતી હશે. તેથી જમીન પૃથ્થકરણ આધારિત ભલામણ કરવામાં આવે તો ખેતી ખર્ચ ઘટશે, પાક ઉત્પાદન વધશે સાથે સાથે જમીન ટકાઉ બનશે કારણ કે આ આખો અભિગમ સંકલિત હશે.
જમીન સ્વાસ્થ્ય પત્રકના ફાયદાઓ.
૧. ખેડૂતોનેપાકમાટેખાતરોની યોગ્ય ભલામણ જમીન પૃથ્થકરણને આધારે કરશે.
૨. ખેડૂતો માત્ર યુરીયા કે ડી.એ.પી વાપરે છે જેથી બીજા તત્વોનું પ્રમાણ ઘટે છે.
૩. સંકલિત ખાતર વ્યવસ્થા કરવાથી જમીન માંથી સેંદ્રીય તત્વોનો થતો ઘટાડો અટકાવી શકાય.
૪. જમીન સ્વાસ્થ્ય પત્રક યોજનાથી વધુ પડતું ખાતરનો ઉપયોગ નિયત્રિંત કરી શકાય છે. જેથી ખેતી ખર્ચ બચાવી શકાય છે. સાથે સાથે વધુ પડતો ખાતરોના ઉપયોગથી જમીનની ઉત્પાદકતા પર માઠી અસર થાય છે.
૫. ‘ઈ’ડેટા બેન્ક થી વહીવટર્કતા તથા તજજ્ઞો જમીનમાં જમા ઉપાડ તથા તત્વો ઉપર નજર રાખી શક્શે. જેમકે વધુ પડતા નહેરના ઉપયોગથી જમીન ખારી બને છે. તેજ પ્રમાણે તેજાબ પેદા કરતા ખાતરો/એસિડ વરસાદથી જમીનની પ્રતિક્રીયા ઘટે છે. જે ‘ઈ’ડેટાબેન્કથી જાણી શકાય છે.
૬. જસત/ગંધક કે લોહ જેવા તત્વોનું પેકેજ આપવા માટે ચોક્ક્સ ખેડુતોનું ગૃપ પસંદ કરી શકાય.
૭. ચોક્કસ પાક પધ્ધતિ માટે ચોક્ક્સ ભલામણ કરી શકાય. જેથી ખાતરની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે.
૮. જમીન સ્વાસ્થ્ય પત્રક આપવાથી જમીનપૃથ્થકરણઆધારીત ભલામણો ખેતી વિષયક વિસ્તરણ સેવાઓનો અખંડ ભાગ બનશે.
જમીન સ્વાસ્થય પત્રકની ઉપયોગીતા:-
જમીન સ્વાસ્થ્ય પત્રક કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વ્યકતિગત ખેડુત માટેના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમની સાથે સાથે ગામ તેમજ તાલુકાના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમનો સમાવેશ કરી મોડેલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. આ એકશન પ્લાનમાં રાજયના તમામ ગામોની ખેતીની જમીનની ચકાસણીની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના આધારે જમીનમાં કયા પોષકતત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે અને લેવામાં આવનાર પાકો માટે કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે નક્કી કરી તે મુજબ ખાતરના વપરાશ અંગે ખેડુતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જેને પરિણામે ખાતરનો બિનજરૂરી વપરાશ ઘટાડી શકાય છે અને ખેતી ખર્ચ ઘટતાં એકમ વિસ્તારમાંથી વધારે નફો થાય છે, સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા જળવાઈ રહે છે.
Share your comments