જાણો કેવી રીતે કરી શકાય ડ્રેગન ફુટની ખેતી ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં ખેડૂતોને ઓછા ખર્ચે મબલખ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી વિશે વાત કરી. કચ્છના ખેડૂતો ડ્રેગન ફ્રટની ખેતી કરીને વર્ષે દહાડે મબલખ કમાણી કરી રહ્યાં હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓછી જમીનમાં, ઓછા ખર્ચે, ઓછી મહેનતે વધુ કમાણી કરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી તરફ ખેડૂતો વળી રહ્યાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ટીવી9 ગુજરાતીએ, આજથી દોઢ વર્ષ પહેલા ગુજરાતમાં થઈ રહેલી ડ્રેગન ફ્રુટની ખેતી અને ડ્રેગન ફ્રુટથી થતી મબલખ કમાણીનો સંપૂર્ણ અહેવાલ ઘરતીપૂત્ર કાર્યક્રમમાં પ્રસારીત કર્યો હતો. ડ્રેગન ફ્રુટની ખેતી કેટલી જમીનમાં, કેટલા ખર્ચે, કેટલા પાણીથી, કઈ સાવધાનીએ કરી શકાય તે દર્શાવવામાં આવ્યુ હતું.
Share your comments