Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

હવે આ નવી પદ્ધતિથી ડાંગરની ખેતી કરી રહ્યા છે ખેડૂતો, આવક વધશે અને ઘણો ફાયદો થશે, જાણી લો તમે પણ

દેશમાં હાલમાં ખરીફ પાકની વાવણીની મોસમ ચાલી રહી છે. ખરીફનો મુખ્ય પાક ડાંગરની ખેતી ખેડુતો મોટા પાયે કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

Sagar Jani
Sagar Jani
Paddy Cultivation
Paddy Cultivation

દેશમાં હાલમાં ખરીફ પાકની વાવણીની મોસમ ચાલી રહી છે.  ખરીફનો મુખ્ય પાક ડાંગરની ખેતી ખેડુતો મોટા પાયે કરી રહ્યા છે.  આ દરમિયાન પંજાબમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીંના ખેડુતો એક વિશેષ પ્રયોગ કરી રહ્યા છે અને એક જ ખેતરમાંઅલગ અલગ પ્રકારના અને જુદી જુદી પધ્ધતિથી ડાંગરની ખેતી કરી રહ્યા છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના સમાચારો અનુસાર પંજાબ કૃષિ નિર્દેશાલયના વરિષ્ઠ અધિકારી બલદેવસિંઘ કહે છે કે અમે જોયું છે કે ખેડુતો ખરીફ પાકોમાં ખાસ કરીને ડાંગરને બુદ્ધિપૂર્વક ઉગાડે છે. તેઓ ખેતરના એક ભાગમાં સીધી વાવણી એટલે કે છંટકાવ કરે છે અને ખેતરના બીજા ભાગમાં નર્સરીમાંથી છોડવાઓ ઉખેડીને રોપણી કરી રહ્યા છે. આ ઉપરાંત લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટે ખેડુતો એક જ ખેતરમાં વિવિધ જાતનાં ડાંગરનું વાવેતર કરી રહ્યા છે.

ડાંગરના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા 72 નો વધારો

પંજાબમાં આ ખરીફ સીઝનમાં  મોટા ડાંગર ની 24.5 લાખ  હેક્ટરમાં અને બસમતીની 5.5 લાખ હેક્ટરમાં ખેતી થવાની ઉમ્મીદ છે. પંજાબના ખેડુતોનું કહેવું છે કે ખેડુતોએ દરેક સંભવિત રીતે ખેતીમાં વિવિધતા  લાવવી જોઈએ.  જુદી જુદી જાતો ઉગાડવાથી ખેડુતોને મદદ મળશે.  જો બાસમતીને સારો ભાવ ન મળે તો ખેડુતો લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) હેઠળ આવતી મોટી જાતો વેચીને આવક મેળવી શકે છે.

ડાંગર પાકમાં ઉપયોગી ઓજારો અને યંત્રો

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ડાંગરના લઘુતમ ટેકાના ભાવમાં રૂ. 72 નો વધારો કરાયો છે.  ખરીફ માર્કેટિંગ સીઝન 2020-21ની સામે 2021-22માં ડાંગર 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને બદલે 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચવામાં આવશે.  ઉપરાંત એ ગ્રેડ ડાંગરનું એમએમસી 1960 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે.

Paddy Cultivation
Paddy Cultivation

પંજાબમાં ગયા વર્ષની સીઝનની સામે આ વખતે મોટા ડાંગરની સીધી વાવણીનો વિસ્તાર બમણો થઈને 10 લાખ હેક્ટર રહેવાની સંભાવના છે.  તે 24.5 લાખ હેક્ટરમાં ડાંગરની વિવિધ જાતો હેઠળના કુલ ક્ષેત્રનો 40 ટકા હિસ્સો છે અને જો આપણે કુલ ડાંગરના વાવેતર હેઠળના ક્ષેત્રની વાત કરીએ તો તે એક તૃતીયાંશ જેટલું છે.

10 જૂનથી શરૂ થઈ ચૂકી છે ડાંગરની રોપણી

કૃષિ વિભાગના આંકડા મુજબ નર્સરીમાંથી રોપાઓ ઉખાડીને ડાંગરની રોપણી 10 જૂનથી શરૂ ચૂકી છે.  રાજ્ય સરકાર દ્વારા 10 જૂને ડાંગર રોપણી શરૂ કરવાની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. હાલમાં ખેડુતો પુસા -44 નું વાવેતર કરી રહ્યા છે.  છંટકાવની પદ્ધતિ દ્વારા સીધી વાવણી અત્યાર સુધીમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવી ચુકી છે.

કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ છંટકાવની પદ્ધતિથી ડાંગરની વાવણી 25 મેથી શરૂ થઈ હતી અને 15 જૂન સુધી ચાલુ રહેતી હોય છે. જ્યારે ડાંગરના રોપણી માટેનો આદર્શ સમય 10 જૂનથી 15 જુલાઈ સુધીનો છે.

પુસા -44થી ખેડૂતોનો મોહ છૂટતો નથી

પંજાબના ખેડુતોને ટૂંકા ગાળામાં તૈયાર થતી જાતોની ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પરંતુ લાંબા ગાળાની જાત પુસા- 44થી ખેડુતોનો મોહ છૂટતો નથી. ખરેખર  પુસા -44 એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર) દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેનું બીજ ઉત્પાદન આઇસીએઆર દ્વારા બંધ કરવામાં આવ્યું છે.  અત્યારે ખેડુતો જાતે જ તેની વ્યવસ્થા કરીને ખેતી કરી રહ્યા છે.

પરમલ પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા ટૂંકા ગાળાની જાત વિકસાવવામાં આવી છે. તે પુસા -44ની તુલનામાં 20-25 દિવસમાં ઓછા સમયમાં તૈયાર થાય છે.  પુસા -44નું વાવેતર કરતા ખેડુતો પાસે રવી પાકની વાવણી કરવાંનો સમય રહેતો નથી. તેમ છતાં પણ ખેડુતો તેની ખેતી છોડી નથી રહ્યા કારણ કે પરમલ કરતા આમાં 5-6 ક્વિન્ટલ જેટલું વધારે ઉત્પાદન મળે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More