Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસમાં પાન, ફૂલ અને જીંડવાને નુકસાન કરતી નવી જીવાતો

ગુજરાત રાજયમાં આશરે રપ લાખ હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે. સામાન્ય રીતે કપાસના પાકમાં ૧૩૦ કે તેથી વધુ જીવાતો પાકની જુદી જુદી અવસ્થાએ નુકશાન કરે છે. તે પૈકી ગુજરાતમાં રાજ્યમાં ર૦ જેટલી જીવાતો કપાસના પાકને નુકશાન કરતી નોંધાયેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ગુજરાત રાજયમાં આશરે રપ લાખ હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે. સામાન્ય રીતે કપાસના પાકમાં ૧૩૦ કે તેથી વધુ જીવાતો પાકની જુદી જુદી અવસ્થાએ નુકશાન કરે છે. તે પૈકી ગુજરાતમાં રાજ્યમાં ર૦ જેટલી જીવાતો કપાસના પાકને નુકશાન કરતી નોંધાયેલ છે. કપાસના પાકમાં શરૂઆતની અવસ્થા દરમ્યાન મુખ્યત્વે ચૂસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલોમશી, તડતડીયા, થ્રીપ્સ, સફેદમાખી, રાતા ચૂસીયા, કપાસના રૂપલા, લાલ કથીરી અને મીલીબગ નો ઉપદ્ર્રવ જોવા મળે છે. પાકમાં પાન ખાઈને નુકશાન કરતી જીવાતોમાં પાન વાળનારી ઈયળ, ઘોડીયા ઈયળ અને લશ્કરી ઈયળનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાકમાં કળી, ફુલ અને ઝીંડવા બેસતી વખતે કાબરી ઈયળ, લીલી ઈયળ અને ગુલાબી ઈયળ દ્વારા નુકશાન થાય છે. આ ઉપરાંત બદલાતા વાતાવરણીય પરીબળો તેમજ ખેતી પધ્ધતિમાં ફેરફારના લીધે કપાસમાં પાન અને ફૂલને નુકશાન કરતા સફેદ અને કાળુ ચાંચવુ, ફૂલને નુકશાન કરતા ઢાલીયા (ફલાવર બીટલ), જીંડવાનું સુંઢીયુ અને ફલી બીટલનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આમ પાકની જુદી જુદી અવસ્થાએ કપાસમાં ર૦ થી ૭૦ ટકા જેટલું જીવાતો દ્દારા નુકશાન થાય છે.

કપાસનાપાકમાંજીવાતનિયંત્રણ૧.  કાળું ચાંચવું (પાનનું ચાંચવું) 

ઓળખ

પુખ્ત કીટક કાળું, નાની ગોળ દડી જેવું અને ઢાલિયા પ્રકારનું હોય છે. ઈયળ ૬ થી ૭ મી.મી. લાંબી, ૨ થી ૩ મી.મી. જાડી, સફેદ અને પોચા શરીર વાળી હોય છે. પુખ્ત ચાંચવું પાનને ખાતા જોઈ શકાય પરંતુ તેની ઈયળો જમીનમાં રહેવાની ટેવ વાળી હોય છે, તેથી આ જીવાતને છૂપો દુશ્મન પણ કેહવામાં આવે છે

નુકસાન

કપાસના પાકમાં આ ચાંચવું પાન કોતરીને નુકસાન કરે છે. પુખ્ત વહેલી સવાર કે મોડી સાંજે વધુ જોવા મળે છે. પુખ્ત કીટકને અડકતા જમીન પર પડી મરી ગયાનો ઢોંગ કરે છે, તેમજ  આજુબાજુના સડતા કચરામાં ભરાઈ રહે છે. ઈયળો જમીનમાં સડતા સેન્દ્રીય પદાર્થ અને મૂળને ખાય નુકસાન કરે છે, તેથી આ જીવાતને છૂપો દુશ્મન પણ કેહવામાં આવે છે. જે ખેતરમાં કાચું સેન્દ્રીય ખાતર નાખેલું હોય ત્યાં ઉપદ્રવ વધારે જોવા મળે છે.

કપાસનાપાકમાંજીવાતનિયંત્રણજીવનચક્ર

માદા ચાંચવું પાનની ટોચના ભાગે ઈંડા મૂકી પાનની બને ધારને ચીકણા પદાર્થથી ચોટાડી દે છે. ઈંડા આછા પીળા, ચળકતા, લંબગોળ હોય છે. ઈંડાની અવસ્થા ૪-૬ દિવસની હોય છે. ઈંડામાંથી નીકળેલ ઈયળો જમીનમાં રહી વિકાસ પામે છે. પરિપક્વ ઈયળ ૬ થી ૭ મી.મી. લાંબી, ૨ થી ૩ મી.મી. જાડી, સફેદ, પોચી, ભરાવદાર, વાંકી વળેલી હોય છે. ઈયળ અવસ્થા ૨૦ થી ૪૦ દિવસની હોય છે. પુખ્ત ઈયળ જમીનમાં ૫ થી ૬ સેમી ઊંડે કોશેટામાં ફેરવાય છે. કોશેટા અવસ્થા ૨ થી ૫ દિવસની હોય છે. પુખ્ત ચાંચવું ૭ મી.મી. લાંબુ,૪ મી.મી. જાદુ, કાળા રંગનું, પાછળનો ભાગ દડી જેવો, આગળ ચાંચ જેવું મુખાંગ હોય છે. ચાંચવું ૧૫ થી ૪૦ દિવસ જીવે છે. એક પેઢી એક થી બે મહિનાની હોય છે. પુખ્ત ચાંચવા શિયાળા અને ઉનાળા દરમ્યાન સુષુપ્ત અવસ્થામાં રહે છે.

  • કપાસનાપાકમાંજીવાતનિયંત્રણઉપદ્રવનો સમય - જુલાઈ-ઓગષ્ટ મહિનામાં, લાંબા સમય સુધી વરસાદી વાતાવરણ અને સૂર્ય પ્રકાશ ઓછો રહે, ત્યારે તેનો ઉપદ્રવ જોવા મળે છે.
  • કાળું ચાંચવું (પાનનું ચાંચવું)નું સંકલિત વ્યવસ્થાપન
  • કાચું સેન્દ્રીય ખાતર વાપરવું નહિ, સડેલ ગળતીયું ખાતર વાપરવું.
  • પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટર ૨૫ કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી. આ દવા શેઢાપાળા પર પણ છાંટવી.
  • ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મી.લી. દવા અથવા એસીફેટ ૨૦ થી ૨૫ ગ્રામ દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
  • કપાસના થડ પાસે ક્લોરોપાયરીફોસ ૧૫ લિટર પાણીમાં ૨૫ મી.લી. દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય.
  • કપાસના ખેતર ફરતે સોયાબીન, મગ કે અડદની બે હાર વાવવાથી આ જીવાત તેને ખાવા માટે પ્રથમ પસંદ કરતા, કપાસને તેના નુકસાનથી મહદઅંશે બચાવી શકાય છે.
  • આ જીવાતના પુખ્તને ‘રોબર ફ્લાય’ નામની પરજીવી પરજીવીકરણ કરી નાશ કરે છે.

Related Topics

coton Gujarat Farmer Farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More