ખેતરોમાંથી ઓર્ગેનિક કાર્બનનું સતત ઘટવુએ ખેડૂતો માટે એક નવો પડકાર છે. તેના ઘટાડાને કારણે કખેતરમાં પોષક તત્ત્વોની અછત સર્જાય છે. તેને પહોંચી વળવા ખેડુતોના ખર્ચમાં વધારો થાય છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દાવો કર્યો છે કે ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા ખેડુતોના ખેતરોમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર 0.3 થી 0.4 કરતા વધારે નથી હોતું, જ્યારે કુરુક્ષેત્રના ગુરુકુળમાં આ સ્તર 0.8 ટકાથી ઉપર છે. કારણ કે અહીં પ્રાકૃતિક ખેતી થાય છે. જેને ઝીરો બજેટ ફાર્મિંગ પણ કહેવામાં આવે છે.
ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડૉ. યુદ્ધવીરસિંઘના જણાવ્યા મુજબ સોઇલ ઓર્ગેનિક કાર્બન (એસઓસી)એ બધા પોષક તત્વોનો સ્રોત છે. તેની ઉણપ છોડના વિકાસને અટકાવે છે. રોગો સામે લડવાની તેમની ક્ષમતા પણ ઓછી થાય છે. થોડા વર્ષો પહેલા ઇન્ડો - ગંગેટિક પ્લેનમાં સરેરાશ ઓર્ગેનિક કાર્બન 0.5 ટકા જેટલું રહેતું હતું, જે રાસાયણિક ખાતરોની આડઅસરોને કારણે ઘટીને હવે 0.2 ટકા પર આવી ગયું છે.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં ઘટાડો થતો નથી
હકીકતમાં આચાર્ય દેવવ્રતનું હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળ છે, જ્યાં લગભગ 200 એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. તેમના અનુભવના આધારે આચાર્યએ દાવો કર્યો છે કે એક દેશી ગાયનું ઉછેર કરવાથી 30 એકર ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એક કાર્યક્રમમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે પ્રાકૃતિક ખેતીને કારણે ઉત્પાદન ઘટવાનો પ્રશ્ન પણ ઉભો થતો નથી.
રોગની શક્યતા ઘટાડે
આચાર્યના મતે મુજબ આ ઝીરો બજેટની નેચરલ ફાર્મિંગ એવી કૃષિ પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અને સાથો સાથ પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. આરોગ્ય માટે ઉપયોગી આ ખેતી ખેડુતોની આવક વધારતી,સ્વસ્થ્ય ઉપયોગી અને ગાયોસંવર્ધક છે.એવો દાવો કરવામાં આવે છે કે રાસાયણિક ખેતીની તુલનામાં માત્ર 40 ટકા પાણી કુદરતી ખેતીમાં ખર્ચવામાં આવે છે. તેથી રોગ થવાની શક્યતા ઓછી થાય છે. આચાર્યના મતે ગુરુકુળમાં કરવામાં આવતી કુદરતી ખેતીને કારણે ઉત્પાદનમાં વધારો થયો છે, અને બજાર કરતા પણ બમણો ભાવ મળી રહ્યો છે.
મગફળી વાવેતર કરતાં પહેલા આ બાબતોની કાળજી રાખો, રાજ્યો પ્રમાણે પસંદગી કરો
કવોન્ટેટી અને ક્વોલિટી પર ધ્યાન આપવાની જરૂર
કેન્દ્ર સરકાર પણ ખેડુતોને પ્રાકૃતિક ખેતીમાં પાછા ફરવા હાકલ કરી રહી છે. બીજી તરફ હરિયાણાના સીએમ મનોહર લાલે કહ્યું છે કે જો તમારે તમારી આવક વધારવી હોય તો તમારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. ગુણવત્તાની સાથે જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે ખેતી કરવી પડશે. તેમનું કહેવું છે કે લીલી ક્રાંતિ દ્વારા અમે ખાદ્ય ઉત્પાદનમાં નવા પરિમાણો સ્થાપિત કર્યા છે. પરંતુ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે.
પ્રાકૃતિક ખેતીમાં કેટલું ક્ષેત્ર આવરી લેવાયું?
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 4.09 લાખ હેક્ટર વિસ્તાર ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી હેઠળ આવરી લેવામાં આવ્યો છે. આમાં વધારો કરવા માટે સરકાર ત્રણ વર્ષથી પ્રતિ હેકટર 12,200 ની નાણાકીય સહાય આપી રહી છે.
ઝીરોબજેટ ખેતી પદ્ધતિનો અભ્યાસ કરવા માટે રબી 2017 થી મોદીપુરમ (ઉત્તર પ્રદેશ), લુધિયાણા (પંજાબ), પંતનગર (ઉત્તરાખંડ) અને કુરુક્ષેત્ર (હરિયાણા) માં બાસમતી ચોખા-ઘઉં પ્રણાલીમાં ઝીરોબજેટની ખેતી પદ્ધતિના મૂલ્યાંકનનો પર પ્રયોગ શરૂ કરવામા આવ્યા છે.
ઝીરો બજેટ ખેતીવાળા મુખ્ય રાજ્યો
આંધ્રપ્રદેશ- 100000 ,છત્તીસગઢ- 85000 કેરલા- 84000 હિમાચલ પ્રદેશ- 12000, ઝારખંડ- 3400, ઓડિશા- 24000, મધ્યપ્રદેશ- 99000, તમિલનાડુ- 2000
પ્રાકૃતિક ખેતી અને સુભાષ પાલેકર
આ એવી ખેતી છે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગ સદંતર પ્રતિબંધિત છે. આ ખેતી ગાયના ગોબર અને મૂત્ર પર આધારિત છે. આ ખેતી માટેનું ખાતર ગોબર, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ અને પાણીમાંથી બનાવવામાં આવે છે. સુભાષ પાલેકર આ ક્ષેત્રમાં કાર્યરત મુખ્ય વ્યક્તિ છે. તેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત થયો છે. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી છે. પાલેકરનું માનવું છે કે હવે ઝીરો બજેટ ખેતી સિવાયના ખેડૂતોની આત્મહત્યાને રોકવાનો બીજો કોઈ વિકલ્પ નથી. મનુષ્યને ઝેર મુક્ત ખોરાક પ્રદાન કરવાનો આ એકમાત્ર રસ્તો છે.
Share your comments