છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય બજારમાં મશરૂમની માંગ ઝડપથી વધી છે, જે મુજબ બજારમાં માંગ પ્રમાણે તેનું ઉત્પાદન થતું નથી, તેથી ખેડૂત મશરૂમની ખેતી કરીને સારો નફો મેળવી શકે છે.
છેલ્લા ઘણા સમયથી મશરૂમની ખેતીની તાલીમ દઈ રહેલા કૃષિ વિજ્ઞાનકેન્દ્રના પ્રભારી ડો.આઈ.કે.કુશવાહા કહે છે, ત્રણ પ્રકારનાં મશરૂમનું ઉત્પાદન થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાથી 15 નવેમ્બર સુધી ઢીગરી મશરૂમનું ઉત્પાદન શકે છે. તે પછી તમે બટન મશરૂમનું ઉત્પાદન શકો છો, આ પાક ફેબ્રુઆરી-માર્ચ સુધી ચાલે છે, તે પછી તમે દૂધિયું મશરૂમનું ઉત્પાદન કરી શકો છો જે જૂન-જુલાઈ સુધી ચાલે છે.
ત્રણ પ્રકારનાં મશરૂમની ખેતી કરી શકાય છે
1. બટન મશરૂમ
2. ઢીંગરી મશરૂમ (ઓયસ્ટર મશરૂમ)
3. દૂધિયું મશરૂમ
ઓયસ્ટર મશરૂમ ઉગાડવાની સંપૂર્ણ માહિતી
ડો. આઈ.કે. કુશવાહા સમજાવે છે, કે ઓસ્ટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સસ્તી છે. તેમાં અન્ય મશરૂમ કરતા ઔષધીય ગુણધર્મો પણ છે. દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નાઇ જેવા મહાનગરોમાં તેની ખૂબ માંગ છે. તેથી જ છેલ્લા ત્રણ વર્ષમાં તેના ઉત્પાદનમાં 10 ગણો વધારો થયો છે, ઉપરાંત તે તામિલનાડુ અને ઓરિસ્સાના ગામડે ગામડે વેચાય છે તેનો વપરાશ કર્ણાટક રાજ્યમાં પણ નોંધપાત્ર છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં પણ ઓયસ્ટર મશરૂમની ખેતી લોકપ્રિય બની રહી છે.
મશરૂમની ખેતી બીજ દ્વારા થાય છે, આ માટે, મશરૂમના બીજને સાત દિવસ અગાઉ લો, એક મહિના માટે મશરૂમનાબીજ ન રાખવા કારણે એક મહિના અગાઉ લીધેલું બીજ ખરાબ થઈ જાય છે. તેના ઉત્પાદન માટે, ભૂસી, પોલિબેગ, કાર્બેન્ડાઝિમ, ફોર્મલિન અને બીજ જરૂરી છે. 10 કિલો સ્ટ્રોમાં એક કિલો બીજની જરૂર પડે છે.
ભારતમાં 60 વર્ષથી થાય છે મશરૂમનું ઉત્પાદન
મશરૂમ હવે આપણાંભાણાનો એક ભાગ બની ગયો છે. આપણા દેશમાં લગભગ 60 વર્ષથી મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમાં પ્રોટીન અને વિટામિન સહિત ઘણા પોષક તત્વો હોય છે. રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવાથી શરીરની પ્રતિકારક શક્તિ વધે છે. મશરૂમનું નિયમિત સેવન માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
પહેલા માત્ર શહેરોમાં જ જોવા મળતો મશરૂમ હવે ગામડાની નાની બજારોમાં પણ પહોંચી ગયો છે. મશરૂમની માંગમાં વધારા સાથે ઉત્પાદનમાં પણ બહોળા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. સારી આવકને કારણે હવે ખેડુતોએ પણ તેની મોટી માત્રામાં ખેતી કરવાનું શરૂ કર્યું છે. પરંતુ હજી પણ દેશના ઘણા એવા ભાગો છે જ્યાં દરેક સમય મશરૂમ મળવું મુશ્કેલ છે.
મશરૂમના પ્રોસેસ્ડ પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ
આ સમસ્યાને દૂર કરવા માટે હવે મશરૂમના પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ પણ બજારમાં ઉપલબ્ધ છે. આની પાછળનો ઉદ્દેશ દરેક ક્ષેત્રે તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. પેકેટ અથવા સૂકાવીને તમારા સુધી પહોંચતું મશરૂમ ખરેખર પ્રોસેસ્ડ કરેલું હોય છે.
પ્રોસેસિંગની પ્રક્રિયા દ્વારા ખાદ્યપદાર્થોને ઘણા સ્વરૂપોમાં ઉપયોગમાં લેવા માટે યોગ્ય બનાવવામાં આવે છે. ઉપરાંત આ પદ્ધતિ દ્વારા ઉત્પાદનોને લાંબા સમય સુધી ખાવા લાયક બનાવવામાં આવે છે. મશરૂમના પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ તે સ્થળોએ પરિવહન કરવામાં આવે છે જ્યાં તે ઉપલબ્ધ નથી. ઉપરાંતજ્યાં સરળતાથી મશરૂમ મળી રહે છે તેવા સ્થળો માટ પણ પ્રોસેસ્ડ પ્રોડકટ પણ બનાવવામાં આવે છે.
મશરૂમમાં 90 ટકા પાણીનું પ્રમાણ હોવથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે
બધા પોષક તત્વોથી ભરપૂર મશરૂમ લાંબા સમય સુધી ખાવા લાયક રહેવા માટે સમર્થ નથી. આ કારણોસર તેની પ્રક્રિયા કરવાની જરૂર છે. મશરૂમમાં 85થી 90 ટકા પાણી હોય છે, જેના કારણે તે ઝડપથી બગડે છે. આના કારણે મશરૂમ ઉગાડનારાઓને ઘણી વખત નુકશાની ભોગવવી પડે છે.
મશરૂમની પ્રક્રિયા દ્વારા બનાવેલા કેટલાક ઉત્પાદનો નીચે મુજબ છે - મશરૂમ પાવડર, મશરૂમ કૂકીઝ, મશરૂમ પાપડ, મશરૂમ પિકલ, મશરૂમ વડી અને મશરૂમ ચિપ્સ.
Share your comments