કેરળમાં બે દિવસના વિલંબ સાથે ચોમાસાના પગરવ થઈ ચૂક્યા છે. ચોમાસાના આગમનના સમાચાર સાંભળીને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ખરીફ પાકની વાવણીમાં રોકાયેલા 20 કરોડથી વધુ ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોતા હોય છે. સારું ચોમાસુ માત્ર ખેડુતો માટે જ નહીં દેશના અર્થતંત્ર માટે પણ સારા સમાચાર લઈને આવે છે. ખરીફ સીઝનની અડધાથી વધુ પાકનું વાવેતર અને વાવણી થઈ ગઈ છે અને ભારત હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આ વખતે પણ સામાન્ય ચોમાસાની સંભાવના વ્યક્ત કરવામાં છે.
ગયા મહિનામાં આવેલા એક પછી એક વાવાઝોડાં યાસ અને તોઉતેએ ખેડૂતોની કમર ભાંગી નાખી હોય તેવી હાલત છે. તમામ તૈયાર રોકડ પાક બરબાદ થઈ ગયા. જેના કારણે ખેડુતો ખૂબ ચિંતમાંહતા. બીજી તરફ યાસની અસરને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદથી ખરીફ પાકની તૈયારીઓ પર પણ અસર પડી છે ખાસ કરીને ડાંગરની ખેતી ઉપર વધુ અસર થયેલી જોવા મળી હતી. અવિરત વરસાદને કારણે નર્સરી નાખવાની કામગીરી મોડી પડી છે. હવે સામાન્ય વાતાવરણ અને ચોમાસાના આગમન સાથે કૃષિ કાર્યમાં વેગ આવશે.
સારું ચોમાસું ભારતીય અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વનું છે, જે હજી પણ મોટાભાગે કૃષિ અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓ પર આધારિત છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના ભાગના વિસ્તારોમાં ચોમાસાની સિઝન દરમિયાન સામાન્યથી લઈને સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે.
સામાન્ય ચોમાસાના ફાયદા
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં હજી પણ મોટી વસ્તી કૃષિ આધારિત અર્થતંત્ર પર નિર્ભર છે. આ અર્થમાં,લ સારા વરસાદની મોટી વસ્તી પર હકારાત્મક અસર પડે છે. તો વળી દેશની 50 ટકા ખેતીલાયક જમીન સિંચાઇ સુવિધાઓથી દૂર છે. ચોમાસાનો વરસાદ તેમના માટે વરદાન સમાન હોય છે. એક તરફ ખરીફ પાકને ચોમાસાના વરસાદથી ફાયદો થાય છે, તો બીજી તરફ રવી પાકની ખેતી માટે જમીનમાં પણ જરૂરી ભેજ મળે છે.
ચોમાસાની સીઝનની શરૂઆત જૂનમાં થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલુ રહે છે. આ દરમિયાન જો સારો વરસાદ પડે તો બમ્પર ઉત્પાદન થાય છે અને ખેડુતોને તેનો સીધો લાભ મળે છે કારણ કે સારા ચોમાસાથી તેમને ખેતીમાં ઓછા ખર્ચે વધુ નફો મળે છે. ઉપરાંત કૃષિ ઉપકરણોનું વેચાણ વધે છે, જેનો લાભ કૃષિ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓને થાય છે.
સારા વરસાદથી ઉપજ વધે છે અને ગ્રામીણ
અર્થવ્યવસ્થામાં પણ મોટા પાયે સુધારો આવે છે. હકીકતમાં, જો લોકોની આવક વધે તો તેમની વપરાશ ક્ષમતા પણ વધે છે. માંગમાં પણ વધારો થવાને કારણે, બજારમાં પ્રવાહિતા વધે છે, જે અર્થવ્યવસ્થાને હુબ જ મજબૂત બનાવે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પાકના ઉત્પાદન દ્વારા નક્કી કરવામાં આવે છે. જો ઉપજ સારું આવે તો ખાદ્ય ચીજોના ભાવ પણ નીચે આવે છે. તેનાથી સામાન્ય માણસને રાહત મળે છે.
ચોમાસા પર શું કહે છે હવામાન વિભાગ
ચોમાસા વિશે માહિતી આપતાં આઇએમડીના જનરલ ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ ગુ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળના દક્ષિણ ભાગોમાં પહોંચી ગયું છે. આગામી બે દિવસમાં, તે દક્ષિણ અરબી સમુદ્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, કેરળના કેટલાક ભાગો, લક્ષદ્વીપ, તમિળનાડુના કેટલાક ભાગો, પુડુચેરી, કર્ણાટકના દરિયાઇ અને આંતરિક દક્ષિણ ભાગો, રાયલાસીમા અને દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધશે તેવું જણાઈ આવે છે.
જોકે, આઇએમડીએ એમ કહ્યું છે કે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત જેવા કે બિહારના પૂર્વી ભાગો, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ દ્વીપકલ્પ ભારત, કેરળના ભાગો, દરિયાકાંઠે કર્ણાટક અને મહારાષ્ટ્ર અને તમિલનાડુ રાજ્યના કેટલાક આંતરિક વિસ્તારોમાં સામાન્યથી નીચે વરસાદની સંભાવના છે.
Share your comments