Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નાળિયેરીમાં આવતી સફેદ માખીના ઉપદ્રવને રોકવાના ઉપાયો

નુકસાનની પ્રકૃતિ આ જીવાતની અપરિપક્વ અવસ્થાઓના કિટકો નારિયેળીના પાનની નીચેની બાજુ રહીને રસ ચૂસીને નુક્સાન કરે છે. જ્યારે પ્યુપેટીયા આ પાનની સપાટી ઉપર રહીને નુક્સાન કરે છે

Sukhadev Thakor
Sukhadev Thakor
whitefly infestation in coconut
whitefly infestation in coconut

નુકસાનની પ્રકૃતિ આ જીવાતની અપરિપક્વ અવસ્થાઓના કિટકો નારિયેળીના પાનની નીચેની બાજુ રહીને રસ ચૂસીને નુક્સાન કરે છે. જ્યારે પ્યુપેટીયા આ પાનની સપાટી ઉપર રહીને નુક્સાન કરે છે. સતત નુકસાનના કારણે મધજેવા પદાર્થની ઉત્પતિ થાય છે જે પાંદડાની સપાટી પર રહે છે અને સમય જતા તેના પર કાળી ફૂગનો વિકાસ થાય છે અને ધીમે ધીમે પાન કાળુ પડી જાય છે. જે પ્રકાશસંશ્લેષણ ની પ્રક્રિયા માં અવરોધ ઊભોકરે છે. આ જીવાત નારિયેળી ની ઠીંગણી જાતો માં વધારે નુકસાન કરે છે.

નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્ર્રવને અટકાવવા માટેના પગલાઓ

  • આ જીવાતના નિયંત્રણ માટે ખાસ અગત્યની બાબત જે વિસ્તારમાં (કેરળ અને અન્ય જગ્યા) જીવાતનો ઉપદ્રવ વધારે છે ત્યાંથી રોપાની હેરફેર અટકાવવી.
  • બાગ બગીચા ની ચોખ્ખાય રાખવી ખૂબ અગત્યની છે
  • પ્રથમ તબ્બકે આ જીવાતના નિયંત્રણ માટે પાણી સાથે ડિટરજન્ટ પાઉડર ભેળવી જેટ ગનનાં પ્રેશરથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો.
  • સફેદ માખીને પકડવા માટે થડ પર પિળા રંગના ચીકણા પાટિયા લગાવવા. 1% સ્ટાર્ચ સોલ્યુશન નારિયેળની પત્રિકાઓ પર લગાડવું, જે કાળી ફૂગનો વિકાસને અટકાવશે.
  • એન્કાર્સિયા નામની પરજીવી જીવાત તેમજ કાળા, લાલ પરભક્ષી દાળિયા કિટક દ્વારા સફેદમાખીને ખાઈ જાય છે, તેનો ઉછેર કરવો.
  • ગંભીર નુકસાન દેખાતું હોય ત્યારે ઝાડ પર લીમડાનું તેલ (1500 પીપીએમ) 10 લીટર પાણીમાં 50 મીલી તેલ છાંટવું.
  • જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા લીધેલ પ્રાથમિક અખતરા મુજબ આ જીવાત જોવા મળે ત્યારે લીમડાનું તેલ કે જૈવિક જંતુનાશકો જેવી કે બ્યુવેરીયા બાસીયાના 80 ગ્રામ પ્રતિ પંપ છટકાંવ કરવો અથવા નાની અવસ્થાના ઝાડમાં એસીટામાપ્રાઇડ ૨૦ એસપી ૫ થી 6 ગ્રામ અથવા બાયફેનથ્રીન 10 ઈસી 5 મીલી અથવા ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી 15 ગ્રામ અથવા સ્પાઇરોમેસીફેન 22.9 એસસી 15 થી 20 મીલી પૈકી કોઈ પણ એક રસાયણિક દવા પ્રતિ પંપ ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય એ રીતે છંટકાવ કરવો.
  • જંતુનાશક દવાઓ સાથે ડિટરજન્ટ પાઉડર અથવા સ્ટીકર મિક્સ કરી છંટકાવ કરવો ખૂબ અગત્યનું છે કારણ કે પાન લીસું હોવા થી દવા પાન પર ચોંટી રહે ખુબ સારા પરિણામો મળે છે. મૂળ દ્વારા દવા નો ઉપયોગ ઊંચા ઝાડ હોય અને છંટકાવ મુશ્કેલ હોય ત્યાં મૂળ દ્વારા જંતુનાશક દવા આપવાની પધ્ધતિ વધારે અનુકુળ આવે છે . આ પધ્ધતિમાં ઝાડનાં થડથી ૨ થી ૩ ફૂટ દુર જગ્યા પસંદ કરી અને દોઢ થી બે ફુટ ઉંડો ખાડો કરી મુળને નુકસાન ન થાય એ રીતે છરી વડે ત્રાંસો કાંપ મુકો અને તેમાં એઝાડીરેક્ટીન 5% 15 મીલી દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઇ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મુળ સાથે ચુસ્ત રીતે બાંધી સુકા પાંદડા અથવા હલકા પદાર્થ વડે ઢાંકી દઇ મુળ દ્વારા માવજત આપવામાં આવે છે. પણ જ્યારે વૃક્ષ પર નારિયેળ હોય ત્યારે દવા આપવી નહીં.

આ પણ વાંચો - આવી રીતે કરવી જોઈએ નાળિયેરીના રોપની પસંદગી, આ છે નિષ્ણાતોની રાય

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More