બાયોમાસ કચરો, માટીનો કચરો અને પ્રાણીઓનો કચરા નું જૈવિક રીતે અધોગતિ પામી ને કાર્બનિક ખાતર માં વિઘટિત થવાની પ્રક્રિયા ને NADEP ખાતર કહેવાય છે. આ એક કુદરતી પ્રક્રિયા છે જેમાં ૯૦-૧૨૦ દિવસમાં ખાતર મેળવવામાં આવે છે. ખાતરની આ પદ્ધતિમાં ટોચની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં સુક્ષ્મજીવાણુઓ નું પ્રમાણ વધારે હોય છે કે જે વિઘટન પ્રક્રિયા માટે જવાબદાર છે. ગાયના છાણમાં આ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ હોતા નથી. તેથી,આ પદ્ધતિમાં પશુઓના છાણની ન્યૂનતમ માત્રા જરૂરી છે.
જરૂરી સામગ્રી: 1.
- ઉપલબ્ધ સામગ્રી જેમ કે વિભાજિત વાંસ અથવા વાંસ પોસ્ટ અથવા લાકડાની પોસ્ટ અથવા પાટિયું કે સિમેન્ટ વડે સ્થાનિક રીતે બનેલી 6 ફૂટ x 3 ફૂટ x 4 ફૂટ વાયુયુક્ત ટાંકીનું નિર્માણ
- લગભગ 1500 કિલો કૃષિ કચરો/ સૂકા છોડના અવશેષો
- લગભગ 100 કિલો ગાયનું છાણ અથવા સ્લરી
- આશરે 1700 કિલો સૂકી માટીનો જથ્થો
- 1500 લિટર પાણી
ટાંકીનું બાંધકામ
- ઇંટોની મદદથી જમીન પર સિમેન્ટની ટાંકી બનાવવામાં આવે છે. આ ટાંકી ઢોરના શેડની નજીક અથવા સરળતાથી જરૂરી સામગ્રી મળી રહે તેવા ખેતી સ્થળો ની નજીક રાખવામા આવે છે.
- ટાંકીનું કદ 97 ઇંચની જાડા ઈંટની દીવાલ સાથે 10’X6’X3 ‘હોવું જોઈએ.
- ટાંકીની દિવાલની ચાર બાજુઓ પર હવાનું પરિભ્રમણ થાય તે માટે, 7 ઇંચના યોગ્ય છિદ્રો રાખવામા આવે છે. ટાંકીની આંતરિક અને બાહ્ય દિવાલ તથા ફ્લોરનું પ્લાસ્ટરિંગ, ગોબર અને કાદવના મિશ્રણથી કરવામાં આવે છે.
ટાંકી ભરવાની રીત
- ટાંકી ભરતા પહેલા ફ્લોર અને દિવાલ પર ગાયના છાણ અને પાણીથી બનેલી સ્લરી નો છંટકાવ કરવો.
- પ્રથમ સ્તર (વનસ્પતિ પદાર્થો):
- ૬ ઇંચની જાડાઈ સુધી (૧૦૦ થી ૧૧૦ કિલો) સ્તરોમાં સમાનરૂપે ખેતરમાં ઉપલબ્ધ છોડના અવશેષો ભરી દેવા
બીજું સ્તર (ગોબર ગાયભેસ નું છાણ):
- ૧૨૫ થી ૧૫૦ લિટર પાણી માં ૪ થી ૫ કિલો ઢોરનું છાણ મેળવી ને અથવા ગોબરગેસ-સ્લરી, કચરાના પ્રથમ સ્તર પર એ રીતે નાખવું કે જેથી બધા જ વનસ્પતિ પદાર્થ પલળી જાય.
ત્રીજું સ્તર (સાફ માટી)
- ભીની કરેલી વનસ્પતિ ઉપર ૫૦ થી ૬૦ કિલો (૪ થી ૫ ટોપલી) ચાળેલી માટી સમતલ પાથરવી અને થોડું પાણી છાટવું. આ રીતે ટાંકી નું સ્તર સામગ્રી દ્વારા દોઢ ફૂટ ઈંટના સ્તરથી ઉપર સુધી ઝૂંપડી ના આકાર માં ભરતો જવો. આખી ટાંકી ૧ કે ૨ દિવસમાં ભરાઈ જાય છે. અગિયારથી બાર સ્તરો ટાંકીને તેની ક્ષમતા મુજબ ભરવા માટે જરૂરી છે. હવે ભરેલી ટાંકી બંધ કરવા માટે ભરેલ સામગ્રી ઉપર ૩ ઇંચ (૪૦૦ થી ૫૦૦ કિલો) નું પડ પાથરી દેવું અને તેને ગોબર ના પાણી સાથે મિશ્રણ થી વ્યવસ્થિત લીંપી દેવું અને તેમાં તિરાડ પડે તો ફરી લીંપી ને પૂરી દેવું.
બીજી વખત ભરવાની રીત:
- ૧૫ થી ૨૦ દિવસ પછી કોમ્પેક્ટ બને છે અને સંકોચાઇને ટાંકીમાં ૮-૯ ઇંચ નીચે જાય છે. તે સમયે પ્રથમ પ્રક્રિયા માં વર્ણવેલ ટાંકી ને ભરવાનું પુનરાવર્તન કરવામાં આવે છે અને ફરીથી સીલ કરવામાં આવે છે અને કાદવ સાથે ચોંટાડવામાં આવે છે. ખાતર ની પરિપક્વતા: NADEP દ્વારા ખાતર બનાવવામાં ૩ થી ૪ મહિનાનો સમય લાગે છે. તેમાથી બધી દુર્ગંધ ઊડી જાય છે. ખાતર ને સંપૂર્ણ સુકવા ના દેતા તેમાં ૧૫ થી ૨૦ ટકા ભેજ જાળવી રાખવા આ ખાતર ને એક ફૂટ માં ૩૫ તાર વાળી ચાળણી થી ચાળી લેવું અને ત્યાર પછી જ ઉપયોગ માં લેવું. આ ખાતર વાવણી સમયે ૩૦૦૦ થી ૪૦૦૦ કિલો પ્રતિ એકર સુધી આપી સકાઇ. વાવણી સાથે જ ઓરી ને આ ખાતર આપવા માં આવે તો એક ટાંકી નું ખાતર ૬-૭ એકર વિસ્તાર માટે પૂરતું થઈ રહે છે. એક ટાંકી માથી સામાન્ય રીતે ૨૩૦૦ થી ૨૫૦૦ કિલો ચાળેલું ખાતર અને ૭૦૦ થી ૭૫૦ કિલો જેટલું સૂકું ખાતર મળી રહે છે. એક વરસ દરમિયાન આપણે લગભગ ૧૦ ટન જેટલું ખાતર એક ટાંકી માથી મળી રહે છે.
માહિતિ સ્ત્રોત - કે. વી. હીરપરા અને આર. પી. વાજા ડિપાર્ટમેન્ટ ઓફ અગ્રોનોમી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ-362 001
Share your comments