કપાસનાપાકમાંજીવાતનિયંત્રણ,કપાસના કુદકુદીયા (ફલી બીટલ) sAphthona flava L.f ઓળખ
પુખ્ત કીટક ભૂખરા રંગના અને ૨.૬ મી.મી. લાંબા અને તેમની શરીરની સપાટી ચળકતા ભૂખરા અથવા કાળા રંગની હોય છે. ઈયળ નાની અને સફેદ પડતા મેલા રંગની હોય છે. આ કીટકના પાછળના પગ મોટા હોય છે, જેથી સહેજ અડકતા તે નાના નાના કુદકા લગાવે છે, તેથી તેને કુદકુદીયા તરીકે ઓળખાય છે.
કપાસનાપાકમાંજીવાતનિયંત્રણનુકસાન :
ફલી બીટલનો ઉપદ્રવ શાકભાજી, કઠોળ વર્ગના પાકોમાં, ફૂલ પાકોમાં અને સુશોભીત છોડ તેમજ ઝાડમાં પણ જોવા મળે છે. મૂળા,ચોળી, મકાઈ, સુર્યમુખી, બટાટા, કોબી, નિંદામણો વિગેરે આ જીવાતના યજમાન પાકો છે. પુખ્ત કીટક કુમળા પાન, ફૂલ, કળીઓ પર વધુ જોવા મળે છે. આ જીવાત પાન પર કાણા પાડી નુકસાન કરે છે, જેના લીધે પાન સુકાઈ જાય છે અને ખરી પડે છે. છોડની વૃધ્ધિ રૂંધાય જાય છે. નવા ઉગેલા છોડના પાન પર વધુ નુકસાન જોવા મળે છે. ફૂલ અવસ્થાએ આ જીવાત ફૂલની પાંદડીઓ અને પરાગરજ ખાય છે, જેના લીધે ફૂલ ખરી પડે છે. આ જીવાતની ઈયળો જમીનમાં રહે છે અને સ્ફુરણ થયેલા બીજ અને છોડના કુમળા મુળ ખાય છે.
જીવનચક્ર :
પુખ્ત કીટક જમીનમાં થડની બાજુમાં ઈંડા મુકે છે. ઈંડા અવસ્થા બે અઠવાડિયાની હોય છે. ઈંડામાંથી નીકળતી ઈયળ જમીનમાં ઊંડી ઉતરીને કુમળા મુળ ખાવાનું ચાલુ કરે છે. શિયાળામાં જયારે તાપમાન ઠંડુ થાય છે, ત્યારે તેની સુષુપ્ત અવસ્થા ચાલુ થાય છે અને ફરી ઉનાળામાં તાપમાન ગરમ થતા તેની સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવે છે. ઈયળ સુષુપ્ત અવસ્થામાંથી બહાર આવતા કોશેટો બનાવે છે અને તેમાથી પુખ્ત કીટક બની અને છોડ પર નુકસાન ચાલુ કરે છે. આમ આખું જીવનચક્ર ૪૫ થી ૬૦ દિવસમાં પૂર્ણ કરે છે
ઉપદ્રવનો સમય:
- આ જીવાત કપાસની ફૂલ અવસ્થા જુન થી ઓગષ્ટ મહિના દરમ્યાન જોવા મળે છે.
- કપાસના કુદકુદીયા (ફલી બીટલ)નું સંકલિત વ્યવસ્થાપન
- ખેતર તેમજ સેઢા પાળા ચોખ્ખા રાખવા તેમજ પાક પૂરો થયા બાદ બધા અવશેષો વીણી તેનો નાશ કરવો.
- નિંદામણનો નાશ કરવો જેથી ઈયળોને ખોરાક ન મળતા વસ્તીમાત્રામાં ઘટાડો થાય છે. શક્ય હોય તો મોડું વાવેતર કરવું જેનાથી ગરમ વાતાવરણ છોડને પુખ્ત કીટકના નુકસાનથી રક્ષણ કરી શકે છે.
- પાકની ફરતે મૂળા(રેડીશ) અથવા રાઈ જેવા પાકનું વાવેતર કરવાથી આ જીવાતના પુખ્ત કીટકો તે પાક તરફ આકર્ષાય ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને સહેલાયથી તેનું નિયંત્રણ કરી શકાય છે પરીણામે મુખ્ય પાકમાં તેમનું નુકસાન ઓછુ જોવા મળે છે.
- પીળા ચીકણા ટ્રેપ (યેલો સ્ટીકી ટ્રેપ) ૨૦ પ્રતિ હેકટર મુજબ લગાવવા.
- પ્રથમ વરસાદ થયા બાદ ૫ થી ૭ દિવસ રાત્રીના સમયે મર્યાદિત સમય માટે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાથી જુદી જુદી જીવાતોના ફુદા તેમજ ઢાલીયા આકર્ષિત થઇ તેનો નાશ થાય છે.
- લીંબોળીના મીંજનું ૫ ટકા પ્રવાહી મિશ્રણ અથવા લીંબોળીનું તેલ (૧૫૦૦ પી.પી.એમ.) ૫૦ મી.લી./૧૦ લીટર પ્રમાણે જરૂરીયાત મુજબ છાંટવું.
- તાત્કાલિક નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ડાયક્લોરોવોસ ૧૫ થી ૨૦ મી.લી., કાર્બારીલ ૪૦ ગ્રામ.,પ્રોફેનોફોસ ૧૦ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૦ મી.લી., પૈકી કોઈ એક દવાનો છંટકાવ કરવો.
ફૂલના ઢાંલીયા (ફ્લાવર બીટલ
- કપાસનાપાકમાંજીવાતનિયંત્રણઓળખ : આ જીવાત ભારતમાં સૌપ્રથમ વાર ૧૯૧૦માં મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે જોવા મળી હતી. પુખ્ત કીટક ૭ થી ૧૫ મી.મી. લાંબા અને ૫ થી ૭ મી.મી. પહોળા અને અંડાકાર હોય છે જેના પર લાલ અને કાળા નિશાન આવેલા હોય છે. માથાના ભાગ પાસે બે કાળા ટપકા અને તે ભાગ પર સફેદ કિનારી જોવા મળે છે. પગ પર પીળી રૂવાંટી આવેલી હોય છે.
- કપાસનાપાકમાંજીવાતનિયંત્રણનુકસાન : પુખ્ત કીટક ફૂલ તેમજ ખીલતી કળીમાં નુકસાન કરતા જોવા મળે છે, જેના લીધે જીંડવા બંધાતા નથી. આ કીટક સામાન્ય રીતે ફૂલની પરાગરજ ખાયને નુકસાન કરે છે. આ કીટકની ઈયળ અવસ્થા જમીનમાં રહે છે જે જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થ પર નભે છે. આ જીવાત કપાસ ઉપરાંત તુવેર, મગ, રીંગણ, ભીંડા તેમજ ગુલાબના પાકમાં પણ નુકસાન કરે છે.
ઉપદ્રવનો સમય :
- કપાસના પાકમાં ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં જયારે ફૂલ અવસ્થા હોય ત્યારે પુખ્ત કીટકનું નુકસાન જોવા મળે છે.
- ફૂલના ઢાંલીયા (ફ્લાવર બીટલ)નું સંકલિત વ્યવસ્થાપન
- પુખ્ત ઢાલિયાનો હાથથી વીણીને નાશ કરવો.
- સંપૂર્ણ કોહવાયેલ દેશી ખાતરનો જ ઉપયોગ કરવો.
- ઉપદ્રવિત વિસ્તારમાં ભીંડા, તુવેર, મગ જેવા પાકને આંતરપાક તરીકે લેતા ટાળવું જોઈએ
- વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરોપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મી.લી. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ ૧૫ મી.લી. અથવા ડાયક્લોરોવોસ ૭૬ ઇસી ૧૫ મી.લી. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મી.લી. દવા પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Share your comments