ઓર્ગેનિક સર્ટિફિકેશન વિષે જાણો :
ઓર્ગેનિક સર્ટિફિકેશન તમારી પ્રોડક્ટ ઓર્ગેનિક છે તેની કાયદાકીય ઓળખ છે. (ઘણા એવું માને છે મારુ ઉત્પાદન તો ઓર્ગેનિક છે મારે સર્ટિફિકેશનની ક્યાં જરુર છે? મિત્રો જેનું ઉત્પાદન ઓર્ગેનિક છે એના માટે જ સર્ટિફિકેશન છે. જેનું ઉત્પાદન ઓર્ગેનિક નથી તેને થોડું સર્ટિફિકેશન આપવાનું છે?) સર્ટિફિકેશનથી તમારુ ઉત્પાદન મુલ્ય વર્ધિત બને છે જેને ખરીદનારની સંખ્યા વધી જાય છે. મિત્રો સર્ટિફિકેશન એ ખુબ ગુઢ વિષય છે. સર્ટિફિકેશન કરાવતા પહેલા તેને સમજવાની જરૂર છે.
ભારતમાં અત્યારે બે પ્રકારના ઓર્ગેનિક સર્ટિફિકેશન છે.
૧. NPOP કે જેને થર્ડ પાર્ટી સર્ટિફિકેશન કહેવામાં આવે છે. જેનું ઉત્પાદન નિકાસ કરી શકાય છે. આ સર્ટિફિકેશન ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના અંડરમાં છે.
૨. પી.જી.એસ. સર્ટિફિકેશન કે જેને ખેડુતોનું ગૃપ સર્ટિફાઇડ કરે છે. આ સર્ટિફિકેશન ભારત સરકારના કૃષિ ખાતાના અંડરમાં છે. આ સ્થાનિક પ્રકારનું સર્ટિફિકેશન છે. બંને પ્રકારમાં સહાયના ધોરણો અલગ અલગ છે. ગમે તે એક જ જગ્યાએથી સહાય લઇ શકાય.
NPOP માં બે પ્રકારના ઓર્ગેનિક સર્ટિફિકેશન છે.
૧. વ્યક્તિગત સર્ટિફિકેશન :
આમાં ગમે તેટલી જમીન ધરાવતો ખેડુત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગમે તેટલી જમીન હોય એક હેક્ટરે ૫૦૦૦ રુ. રાજ્ય સરકારની સહાય મળે છે. દા.ત. ૨૦ હેક્ટર જમીન હોય તો ૨૦×૫૦૦૦= ૧૦૦૦૦૦ રુ સહાય મળે છે. સર્ટિફિકેશન સંસ્થા જો ગોપકા હોય તો ફીમાં ૭૫% સહાય મળે છે. ને બીજી કોઈ સંસ્થા હોય તો ભરેલ ફીના ૫૦% પરંતુ હેક્ટરે ૨૦૦૦ રુ. આ બેમાંથી જે ઓછું હોય તેટલી સહાય મળે છે.
૨. ગૃપ સર્ટિફિકેશન :
ગૃપ કાયદાકીય રીતે નોંધાયેલ હોવું જોઈએ. આ ગૃપ સર્ટિફિકેશન માં ૪ હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડુતો જોડાઇ શકે છે. ગૃપ ઓછામાં ઓછા ૨૫ અને વધુ માં વધુ ૫૦૦ ખેડુતોનું બનાવી શકાય.
સર્ટિફિકેટ ગૃપના નામે આવે જેની સાથે ગૃપના ખેડુતોનું લીસ્ટ જોડેલું હોય છે. ગૃપના ખેડુતોએ પોતાનું ઉત્પાદન ગૃપને આપવાનું હોય છે. ગૃપની એક ICS એટલે કે ઇન્ટર્નલ કંટ્રોલ સીસ્ટમ હોય છે જે ગૃપનો વહીવટ કરે છે. (ઇન્ટર્નલ ઇન્સ્પેક્શન થી વેચાણ સુધી). ગૃપ સર્ટિફિકેશન માં ગૃપ પાસે જથ્થાબંધ ઉત્પાદન હોવાથી ખરીદનાર જલ્દી મળી જાય છે અને ઉંચા સારા ભાવ લઇ શકાય છે. ખેડુત ને ૪ હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે.
દા.ત. એક એકર જમીન હોય તો ૨૦૦૦ રુ અને ૩ હેક્ટર જમીન હોય તો ૧૫૦૦૦ રુ સહાય મળે છે. ગૃપ પોતાની બ્રાન્ડ બનાવી મોટા પાયે ઉત્પાદનની નિકાસ કરી શકે છે.
એક ખાસ સલાહ કે ગૃપ આપણા સભ્યો જોડી ગૃપનો વહીવટ આપણી પાસે જ રહે તે રીતે ગૃપ બનાવો.
અત્યારે ભારતમાં કુલ ૨૯ સર્ટિફિકેશન સંસ્થાઓ કાર્યરત છે. જેમાં ૧૦ જાહેર સંસ્થાઓ (સરકાર હસ્તકની) છે અને ૧૮ ખાનગી સંસ્થાઓ છે. દરેક સંસ્થાને અલગ અલગ પ્રકારની સર્ટિફિકેશન કરવાની સત્તા એપીડાએ આપેલી હોઇ શકે છે. દા.ત. ગુજરાત સરકારની ગોપકા સંસ્થાને ભારતીય ધોરણો મુજબ પાકના સર્ટિફિકેશનની અને ઇનપુટ એપ્રુઅલની સત્તા આપેલ છે. જ્યારે રાજસ્થાન સરકારની રસોકા (જુનુ નામ રોકા) સંસ્થાને ભારતીય અને અમેરિકન ધોરણો મુજબ પાકના સર્ટિફિકેશન, પ્રોસેસિંગ, ઇનપુટ એપ્રુઅલ અને ઓર્ગેનિક પશુપાલનના સર્ટિફિકેશનની સત્તા આપેલ છે.
આપણે ૨૯ સંસ્થાઓમાંથો ગમે તે સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવી શકીએ. આપણા ઉત્પાદનની માંગ મુજબ પાકના સર્ટિફિકેશન માટે સર્ટિફિકેશન સંસ્થા પસંદ કરવી જોઈએ.ઓપન બજારમાં ભારતીય ધોરણો સાથે અમેરિકન ધોરણો મુજબ પાકના સર્ટિફિકેશનની માંગ વધુ છે, જેથી જે સંસ્થા ભારતીય ધોરણો સાથે અમેરિકન ધોરણો મુજબ સર્ટિફિકેશન આપતી હોય તેવી સંસ્થા પસંદ કરવી જોઈએ. દા.ત. અહીં ગોપકા પસંદ ના કરતાં રસોકા (રોકા) પસંદ કરવી જોઈએ.
મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેશન વિષે મહત્તમ સમજાવટ કરી છે. આમ છતાં કોઈ પ્રશ્ન હોય તો મણ ઓઝાનો સંપર્ક કરી શકો છો.
રમણ ઓઝા – રીટાયર્ડ ક્વોલિટી મેનેજર (ગોપકા). ૯૭૧૪૬૩૩૬૬૦, ૯૪૨૬૮૩૩૬૬૦, ૭૯૮૪૩૭૩૬૫૫.
એપીડા એક્રેડીટેડ ભારતની ૩૦ સંસ્થાઓમાં RSOCA (રાપકા નહીં) – Rajasthan State Organic Certification Agency – ભારતના ૧૮ રાજ્યોમાં સર્ટિફિકેશનની કામગીરી કરે છે. તેની પાસે (૧) ક્રોપ સર્ટિફિકેશન, (૨) પ્રોસેસિંગ, (૩) NPOP + NOP સર્ટિફિકેશન અને પશુપાલન સર્ટિફિકેશનનું એપીડાનું એક્રેડીટેશન છે.
જ્યારે GOPCA પાસે ખાલી NPOP નું ક્રોપ સર્ટિફિકેશનનું એક્રેડીટેશન છે. બધી સર્ટિફિકેશન બોડીને એક સરખા ધોરણો લાગુ પડે એમાં બાંધછોડ ના હોય. ઉપરથી રસોકાના ધોરણો NOP ના કારણે વધુ કડક છે. પરંતુ તેનો સ્ટાફ ધોરણોને પુરેપુરા સમજીને ઇન્સ્પેક્શન કરે છે, જ્યારે ગોપકામાં અત્યારે બિન અનુભવી અને તાલિમ વગરનો સ્ટાફ ઇન્સ્પેક્શનની કામગીરી કરે છે. NPOP ના ધોરણો મુજબ સ્ટાફને બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
બીજુ કે દરેક ઓર્ગેનિક સર્ટિફિકેશન બીડીનું વર્ષમાં એકવાર ફરજિયાત એપીડાનું ઓડીટ થાય છે, અને આ ઓડીટના આધારે સર્ટિફિકેશન સંસ્થાની ભુલો માટે NC આપવામાં આવે છે, જેનું સોલ્યુશન આપવાનું હોય છે. દરેક સંસ્થાને ૩ વર્ષ માટે એક્રેડીટેશન મળે છે ગોપકાનુ રીન્યુઅલ ૨૧ જુન ૨૦૧૭ થી પેન્ડિંગ છે. NPOP ધોરણો મુજબ કામગીરી ના હોવાને કારણે ગોપકાને મળેલ NC ક્લીયર ન થવાને કારણે તેનુ રીન્યુઅલ અટકેલ છે. આ ૨૧ જુન ૨૦૨૦ માં બીજુ રીન્યુઅલ ડ્યુ થાય છે.
Share your comments