Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સારું ઉત્પાદન મેળવવા જમીનમાં સુક્ષ્મ તત્વોની અગત્યતાને જાણો

પ્રવર્તમાન સમયમાં જળ, જમીન તેમજ પર્યાવરણ જાળવણીની ખૂબ જ જરૂરીયાત છે. જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરીય છે. પાકની સંપુર્ણ અને સંતોષકારક વૃદ્ધિ માટે કુલ ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તે પૈકી ગંધક, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ગૌત તત્વોમાં તથા લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, કલોરાઈડ અને મોલીબ્ડેનમનો સમાવેશ સુક્ષ્મતત્વોમાં થાય છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

પ્રવર્તમાન સમયમાં જળ, જમીન તેમજ પર્યાવરણ જાળવણીની ખૂબ જ જરૂરીયાત છે. જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરીય છે. પાકની સંપુર્ણ અને સંતોષકારક વૃદ્ધિ માટે કુલ ૧૭ આવશ્યક પોષકતત્વો જરૂરી છે. તે પૈકી ગંધક, કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ગૌત તત્વોમાં તથા લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, કલોરાઈડ અને મોલીબ્ડેનમનો સમાવેશ સુક્ષ્મતત્વોમાં થાય છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોની જમીનમાં ગંધક, જસત અને લોહની સરેરાશ ઉણપ અનુક્રમે ૪૦-પ૦, રપ-૩૦ અને ૧પ-ર૦ ટકા જેટલી જોવા મળે છે. દરેક પ્રકારના છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ઉપર દર્શાવેલ બધા જ આવશ્યક પોષક તત્વોની જરૂરીયાત રહે છે. કૃષિ ઉત્પાદનમાં કુલ ખર્ચના આશરે ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તેથી તેનો યોગ્ય અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે ઘણું અગત્યનું છે. ખાસ કરીને વર્તમાન સંજોગોમાં સુક્ષ્મતત્વોનાં ઉપયોગ બાબતે ધ્યાન આપવામાં આવતું નથી. જયારે આ પોષકતત્વોથી જરા પણ ઓછું નથી, કારણ કે આવશ્યક તત્વની ખાસિયત પ્રમાણે, એક પણ સુક્ષ્મ તત્વની ખામીથી છોડનો વિકાસ રુંધાય છે, વૃદ્ધિ અટકે છે અને ઉતારો ઘટે છે. સુક્ષ્મ તત્વ અનેકવિધ કાર્યમાં સંકલિત હોવા ઉપરાંત ઉત્સેચક કિ્રયામાં અગત્યનો ભાગ ભજવે છે. જમીનમાં તે તત્વની અછત ઉભી થતાં સુલભ્યતા ઘટે છે અને છોડની દેહધાર્મિક પ્રકિ્રયામાં વિક્ષોપ પડતાં તેની ઉણપના વિશિષ્ટ ચિહનો પ્રદર્શિત થાય છે અને પરિણામ સ્વરૂપ પાકનો ઉતારો ઘટે છે.

સારું ઉત્પાદન મેળવવા જમીનમાં સુક્ષ્મ તત્વોની અગત્યતાને જાણો
સારું ઉત્પાદન મેળવવા જમીનમાં સુક્ષ્મ તત્વોની અગત્યતાને જાણો

સુક્ષ્મતત્વોની પુર્તિ મોટા ભાગે ખાતરની અશુદ્ધિ રૂપે અથવા સેન્દ્રિય પદાર્થે જમીનમાં ભળવાથી થતી હોય છે. પરંતુ તેનું પ્રમાણ છોડ ધ્વારા જમીનમાં થતા ઉપાડને ધ્યાનમાં લેતાં મોટા ભાગે અપૂરતું હોય છે. આથી ઘનિષ્ઠ ખેતી પધ્ધતિમાં સારી ગુણવતા અને મહતમ ઉત્પાદન મેળવવા માટે સુક્ષ્મતત્વોની પુર્તિ રાસાયણિક ખાતરના રૂપમાં કરવી જરૂરી બને છે. જો જરૂરી પોષકતત્વો સમયસર અને પૂરતી માત્રામાં મળી ન રહે તો ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને તેની ગુણવતાને પણ અસર થાય છે. આમ, ગૌણ અને સુક્ષ્મ તત્વોની ઉણપ ધીરે ધીરે વિસ્તરતી જાય છે ત્યારે ખેડૂતોને આ પોષક તત્વોના યોગ્ય ઉપયોગ બાબતે વૈજ્ઞાનિક સમજ તથા સાચુ માર્ગદર્શન મળી રહે તે ખૂબ જ જરૂરી બને છે.

સુક્ષ્મતત્વોના મુખ્ય કાર્યો:

ટકાઉ ખેતી માટે સુક્ષ્મતત્વો ખૂબ જ મહત્વના હોય છે. તેઓ (અ) છોડમાં થતી ચયાપચય (દેહધાર્મિક) તેમજ ઉત્સેચકની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. (બ) હરિતકણ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડના બંધારણમાં જરૂરી છે. (ક) નાઈટ્રોજનના સ્થીરીકરણમાં મદદરૂપ થાય છે. (ડ) ટકાઉ ખેતી માટે તથા ઉત્પાદનની ક્ષમતા વધારવા જરૂરી છે. (ઈ) પાણીની અછત તથા રોગ સામે પ્રતિકારક શકિત વધારે છે. વનસ્પતતિના વૃદ્ધિ અને વિકાસમાં સુક્ષ્મતત્વોનો ફાળો રહેલો છે. અગત્યના સુક્ષ્મતત્વોના વિવિધ કાર્યો નીચે પ્રમાણે છે :

છોડમાં સુક્ષ્મતત્વોનાં અગત્યનાં કાર્યો :

લોહ :

  • હરિતકણના ઉત્પાદનમાં અને પ્રકાશ-સંશ્લેષ્ણની કિ્રયામાં જરૂરી છે.
  • છોડને અન્ય તત્વોના ઉપાડ કરવામાં મદદ કરે છે.
  • પાકની વૃદ્ધિ અને ફલિનીકરણની પ્રકિ્રયા સાથે સંકળાયેલ છે.
  • પ્રોટીનના સંશ્લેષ્ણમાં ઉપયોગી છે.

 

મેંગેનીઝ :

  • હરિતકણોના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે.
  • છોડની જૈવ રાસાયણિક આંતરિક પ્રકિ્રયામાં ઉપયોગી છે.

જસત :

  • વનસ્પતિના જીવનરસ માટે ઉપયોગી છે.
  • કેટલાંક અંતસ્ત્રાવના ઉત્પાદનમાં મદદરૂપ છે.
  • વનસ્પતિમાં ફલિનીકરણની પ્રકિ્રયામાં ઉપયોગી છે.
  • છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે કામગીરી બજાવે છે.

તાંબુ :

  • શ્વસનકિ્રયાનું નિયમન કરે છે.
  • પ્રકાશ-સંશ્લેષ્ણની કિ્રયા માટે જરૂરી છે.
  • અનાજના દાણાના યોગ્ય વિકાસ માટે મદદરૂપ છે.


બોરોન :

  • છોડના જૈવિક કોષોના બંધારણમાં ઉપયોગી છે.
  • નાઈટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાય છે.
  • મૂળની વૃદ્ધિ સારી થાય છે.

મોલિબ્ડેનમ :

  • કઠોળ વર્ગના પાકમાં હવામાંના નાઈટ્રોજનને સ્થીરીકરણ કરવામાં મદદ કરે છે.

સુક્ષ્મતત્વોની સુલભ્યતાને અસર કરતાં પરિબળો :

જમીનમાં પોષકતત્વોની સુલભ્યતા મુખ્યત્વે (૧) જમીનનો અમ્લતા આંક, (ર) ઝીણી માટીનું પ્રમાણ, (૩) મુકત ચૂનો, (૪) સેન્દ્રિય ભેજ, (પ) જમીનનો ભેજ, (૬) સુલભ્ય ફોસ્ફેટનું પ્રમાણ અને (૭) અન્ય તત્વો સાથેનો પારસ્પરિક સંબંધ જેવા અનેક પરિબળો ઉપર આધારીત હોય છે. આમ હલકા પ્રતની રેતાળ, ખડકાળ, પથ્થરિયા, ચૂનખડ તેમજ ઓછા નિતારવાળી ક્ષારીય જમીનો કે અમ્લતા આંક ઉંચો હોય તેવી ભાષ્મિક જમીનમાં સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય, જમીનના ઉપલા પડનું ધોવાણ થયેલ હોય અથવા તો સુલભ્ય ફોસ્ફેટની માત્રા વિશેષ હોય તેવી જમીનોમાં સુક્ષ્મતત્વોની ખામી વર્તાતી હોય છે.

ઉણપના ચિન્હોની ઓળખ :

પોષકતત્વો સામાન્ય રીતે જૈવ રાસાયણિક કિ્રયાઓને અસર કરતા હોવાથી છોડની દેહધાર્મિક પ્રક્રિયા ઉપર તેમની ઉણપની અસર વર્તાય છે અને કયારેક દેહધાર્મિક વિકૃતિઓ સ્વરૂપે પણ સુક્ષ્મ તત્વોની ઉણપ કે અસમતોલનની અસરો જોવા મળે છે, જેમકે એક અભ્યાસ મુજબ જાણવા મળેલ છે કે આમળા ફળ ઉપર જોવા મળતા ડાઘ, ચાંદા, ટપકાં અને અન્ય અનિશ્ચિત ફેરફાર પોષક તત્વોની સમતુલાના અભાવને કારણે વિપરિત અસર તરીકે ઉદભવતા હોય છે. આ સંજોગો કયારેક રોગ અને જીવાતના ઉદભવ માટે મદદરૂપ બની શકે છે. પરિણામે આ પરિશ્થિતિ સંલગ્ન ચેપ ધ્વારા રોગ/જીવાતની અસરથી ઉદભવતી અસરો પોષક તત્વોની ખામીઓનથી ઉદભવતા ચિન્હો સાથે ભળી જાય છે. છોડની વૃદ્ધિ અને વિકાસ પર થતી અસરો પણ રોગ-જીવતને લીધે પાકની વૃદ્ધિ અને વિકાસ પર થતી વિપરીત અસરો જેવી હોઈ શકે છે. પાકમાં પાણીનું પ્રમાણ વૃદ્ધિ અવસ્થા દરમ્યાન સમતોલ રીતે જળવાઈ ન રહે તે સંજોગોમાં પણ છોડના વિવિધ ભાગો પર જોવા મળતી અસરો પોષક તત્વોની ખામીઓ અથવા રોગોના ચિહનો સાથે ભળી જતી હોય છે જેમકે ફળ ઉપર જોવા મળતી કચરલી અને તિરાડો બોરોન, જસત કે કેલ્શિયમ જેવા પોષક તત્વોની ખામી સાથે ભળી શકે છે કારણ આવા પોષક તત્વો કોષ્ારસ જાળવણી અને કોષ દિવાલ સંરચના સાથે સંકળાયેલ હોવાથી તેની ઉણપની અસરો ભેજની ખેંચથી ઉદભવતી અસરો સાથે મહદઅંશે ભળી શકે તેમ હોય છે.

આ પ્રમાણે અછતની પરિસ્થિતી રોગકારક જીવાણુઓને તેમનું કાર્ય આગળ ધપાવા માટે સાનુકૂળ રહે છે અને તેથી લાક્ષાણિક ઉણપ ચિહનો સામાન્ય રીતે પાક કે છોડમાં બહુ જ સ્પષ્ટ રીતે જોવા મળતા નથી. આ સંજોગોમાં સંકલિત પ્રયાસો ધ્વારા સાચી પરિસ્િથતિની માહિતી વૈજ્ઞાનિક ઢબે મેળવીજે તે પ્રશ્નોના નિવારણમાં યોગ્ય ઉપાયો અજમાવવા વધુ હિતાવહ છે. ખેડૂતો પોતાના ખેતરમાં સુક્ષ્મ તત્વોની ઉણપના લાક્ષાણિક ચિહનોનો નિદાન કરી શકે તે માટે ચાવીરૂપ ફલો-ચાર્ટ તથા છોડ ઉપર પ્રદર્શિત થતા લાક્ષાણિક ઉણપ ચિહનોની સમજ સામેલ ચાર્ટમાં દર્શાવેલ છે.

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની ઉણપનું નિવારણ :

ગુણવતાસભર સારા ઉત્પાદન માટે ક્ષોત્રિય તેમજ બાગાયતી પાકોમાં સમતોલ પોષણ વ્યવસ્થા જરૂરી છે. જમીનમાં જે પોષક તત્વોની ઉણપ વરતાતી હોય તે ખૂટતા તત્વની પ્રમાણસર અને સમયસર જમીનમાં પુર્તિ કરવાથી અગર પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જો જમીન ચકાસણીથી ઉણપ નકકી કરવામાં આવી હોય તો શરૂઆતથી જ જે પાક માટે પાયાના ખાતર સાથે ખૂટતા સુક્ષ્મ તત્વનું પ્રમાણસર ખાતર કોઠામાં દર્શાવ્યા મુજબ જમીનમાં આપી દેવું સલાહભર્યુ છે. જયારે ઉભા પાકમાં ઉણપના લક્ષાણો દેખાય ત્યારે નિદાન કરી માત્ર ખૂટતા તત્વની પ્રમાણસર પુર્તિ છંટકાવથી કરવી જરૂરી છે. ઉણપની તીવ્રતા મુજબ અઠવાડીયાના આંતરે બે થી ત્રણ છંટકાવ કરવા જોઈએ. આ સુક્ષ્મ તત્વોની ઉણપ નિવારવા માટે ખાતરની પુર્તિ કોઠામાં દર્શાવ્યા મુજબ કરવી જોઈએ. સેન્દ્રિય ખાતરોમાં આ તત્વોનું પ્રમાણ વિશેષ હોવાથી તેની નિયમિત પુર્તિ કરવાથી સુક્ષ્મ તત્વોની ઉણપ મહદઅંશે નિવારી શકાય છે.

ગુજરાતની જમીનોમાં સુક્ષ્મતત્વો પૈકી મુખ્યત્વે જસત તથા લોહની ઉણપ જોવા મળે છે. જમીનમાં આ તત્વોની અછતને કારણે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજીના ઉત્પન્નમાં પણ તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આપણા ખોરાકમાં આ તત્વોનું પ્રમાણ ઓછું હોવાથી આ તત્વોની દૈનિક જરૂરીયાત પુરી ન થતાં કયારેક વિવિધ બિમારી અથવા તો રોગો થવાની સંભાવના રહે છે. વિવિધ સાહિત્યો મુજબ આરોગ્ય અને ખાસ કરીને ભારતીય બાળકો અને સ્ત્રીઓમાં લોહ-જસતની ઉણપ જોવા મળે છે. આવા સંજોગોમાં ખેતી પાકોમાં જસત અને લોહની પુર્તિથી અનાજ અને કઠોળમાં આ તત્વોની માત્રા વધે તે માનવ આરોગ્ય માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો: મોતીની ખેતી કેવી રીતે કરવી?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More