Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Urad Dal : અડદની ખેતી પદ્ધતિ વિશે જાણો, કઈ રીતે તેની માવજત કરી શકાય ?

કૃષિ જાગરણના આ લેખમાં આપણે જાણીશું, અડદની ખેતી વિશે કે કઈ રીતે તેની ખેતી કરી શકાય સાથે તેના માટે શું શું કાળજી લેવી જોઈએ

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
અડદની ખેતી પદ્ધતિ
અડદની ખેતી પદ્ધતિ

ઘરના રસોડામાં આપણે સૌ કોઈ એ દાળનું નામ સાંભળ્યું હશે પરંતુ દાળના ઘણા પ્રકાર હોય છે, તેમાં પણ જો અડદના દાળની વાત કરવા માં આવે તો પોષ્ટિક તત્વથી ભરપુર હોય છે, આજે આપણે આ દાળની ખેતી વિશે જાણવાના છે, તો અહિયા થી આપણે આગળ વધશું અને જાણીશું કે કઈ રીતે અડદની દાળની ખેતી થાય છે, અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. એને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ, બ્લેક લેન્ટીલ કે વ્હાઈટ લેન્ટીલ  નામે ઓળખાય છે. ભારતમાં અડદને ઉરડ, ઉડદ, ઉડદ દાલ, તરીકે ઓળખવામાં આવે છે. આ કઠોળ દક્ષિણી એશિયામાં ઉગાડવામાં આવે છે. જો તેની છાલ સાથે વેચવામાં આવે તો તેને બ્લેક લેન્ટીલ કહે છે અને તેને છાલરહિત વેચાય તો એને વ્હાઈટ  લેન્ટીલ કહે છે. આ કઠોળનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે અને તે ભારતના સૌથી મોંઘા કઠોળમાંનું એક છે. તટાવર્તી આંધ્ર પ્રદેશનું ક્ષેત્ર ચોખા અને અડદની ખેતી માટે જાણીતું છે. અડદના ઉત્પાદનમાં આધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતમાંથી સ્થળાંતર કરેલ લોકોએ અન્ય પ્રદેશોમાં અડદનો ફેલાવો કર્યો છે.આનો છોડ એ ટટ્ટાઅર વધતો રૂંવાટી ધરાવતો, વાર્ષિક છોડ છે. આના મૂળ એનેક શાખાઓ ધરાવે છે અને તેની શાખા લીસી અને ગોળાકાર હોય છે. આની શિંગો સાંકડી, નળાકાર અને લગભગ ૬ સેમી જેટલી લાંબી હોય છે.

જાતની પસંદગી 

  •  જાતની પસંદગી : ગુજરાત, અડદ-, અંજની
  •  બીજ દર          : ૧૫-૨૦ કિ.ગ્રા./હેકટર
  •  બીજ માવજત    : બીજને વાવતા પહેલા ફુગનાશક દવા કાર્બાડેંઝિમ  ૨ ગ્રા/કિ.ગ્રા. બીજ તથા ટ્રાયક્રોડર્મા પાઉડર ૪ ગ્રા/કિ.ગ્રા. બીજ માવજત આપવી.
  •  વાવણી સમય    : સમયસર વાવણી કરવી ખુબ જ જરૂરી છે. ચોમાચામાં જુન-જુલાઇ માસમાં વાવેતર કરી   દેવું જોઇએ. જયારે ઉનાળામાં ફેબ્રુઆરી- માર્ચ માસમાં વાવેતર કરવું.
  •  વાવણી અંતર    : ૪૫ x  ૧૦ સે.મી.
  •  પોષણ વ્યવસ્થાપન: વાવણી કરતા પહેલા મુળભુત ખાતર આપવું
  • રાસાયણિક ખાતર ૨૦-૪૦-૦0  કિ.ગ્રા./હે તથા ૨૦ કિ.ગ્રા/હે સલ્ફર આપવુ.
  • છાણિયુ ખાતર ૮ થી ૧૦ ટન/હેકટર આપવું

પિયત વ્યવસ્થાપન

વાવણી પછી તરત જ પિયત આપો. જમીન અને આબોહવાની પરિસ્થિતિ આધારે પિયત આપો. ફુલ બેસવાની તથા સીંગ બેસવાની નિર્ણાયક અવસ્થાએ ૨ થી ૩ પિયત આપવા.

નિંદણ વ્યવસ્થાપન

વાવેતર બાદ પેન્ડીમેથાલિન ૩ લી./હે. નિંદણનાશકનો ઉપયોગ કરવો અને જો નિંદણનાશકનો ઉપયોગ ન કરવામાં આવે તો પાક ને નિંદણમુક્ત રાખવા માટે ૨ થી ૩ નિંદણ કરવા અથવા જમીનમાં સપ્રમાણ ભેજ અવસ્થાએ આંતર ખેડ કરી નિંદણ મુકત રાખવુ.

 રોગ વ્યવસ્થાપન

  • સુકારા પ્રતિકારક જાતોનુ વાવેતર કરવુ
  • પીળા પંચરંગીયા રોગવાળા છોડોનો શરૂઆતથી જ ઉખેડીને નાશ કરવો.
  • સ્યુડોમોનાસનો ૧૦ મી.લી. પ્રતિ લી. છંટકાવ કરવો.
  • ટ્રાયક્રોડર્માને છાણીયા ખાતર સાથે મિશ્ર કરી જમીનમાં આપવું.

કિટક વ્યવસ્થાપન

શેઢા પાળાની સાફ સફાઇ રાખવી.

ટ્રાયકોકાર્ડ અને ક્રાયસોકાર્ડ ૪૦ પ્રતિ હેકટરે મુકવા.

ફેરોમેન ટ્રેપ ગોઠવવા જેથી નર ફુદાને પકડી શકાય.

લિમડાં આધારીત દવાનો છટકાવ કરવો.

બેસીલસ થુરેંજીનેસીસ ૧ કિ.ગ્રા.પ્રતિ હેકટરે છંટકાવ કરવો.

અડદનો ઉપયોગ મોટૅભાગે તેની દાળ સ્વરૂપે થાય છે. તેની છોત્રાવાળી દાળમાંથી દાળ બનાવવામાં આવે છે. આની દાળને બાફીને સીધી પણ ખવાય છે. દક્ષિણભારતમાં આની છોત્રા વગરની દાળને વાટીને ખીરું તૈયાર કરાય છે. આ ખીરું ડોસા, ઈડલી, વડા, પાપડ વબેરે બનાવવા માટે વપરાય છે.

આ એક પૌષ્ટિક ખોરાક છે અને અન્ય કઠોળની જેમ મધુપ્રમેહ ધરાવતા લોકોને આનું સેવન કરવાની સલાહ અપાય છે. પંજાબી અને પાકિસ્તાની રસોઈમાં અડદ મહત્તવપૂર્ણ છે અહીં આને સબુત માશ કહે છે. તેનો ઉપયોગ દાલ મખની બનાવવામાં થાય છે. બંગાળમાં બ્યુલીર દાળ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

આયુર્વેદ પ્રમાણે અડદ દુગ્ધવર્ધક, વાજીકર, મૂત્રલ છે. તે સંધિવા અને પક્ષાઘાતમાં ઉપયોગી છે

આ પદ્ધતિ સાથે તમે અડદની ખેતી કરી અને તેનું વ્યવસ્થાપન કરી શકો છો. ખેતીમાં ધ્યાન રાખવા જેવી બાબત ઉપર મુજબ અને સંશોધનમાં પોતાનો મુખ્ય ફાળો આપનાર ડૉ. વિવેકભાઈ એન. ઝીંઝાળા અને  ડૉ. તુષાર વી. ધેવરીયા સાથે સી.એસ.પી.સી. – ટાટા ટ્રસ્ટ અને મુખ્ય જુવાર સંશોધન કેંદ્ર, અઠવા ફાર્મ, સુરત તરફ થી મહત્વનું યોગદાન આપવા માં આવ્યું છે. તેમના દ્વારા થયેલ સંશોધન અને માહિતી થી ખેડૂત અડદની ખેતી કરી સારો એવો નફો રળી શકે છે.

આ પણ વાંચો : Pomegranate Diseases : દાડમનાં રોગોની ઓળખ અને નિયંત્રણ વિશે જાણો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More