Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

KCRએ ફરી પીએમ મોદીની કરી ટીકા, કહ્યું- કેન્દ્ર સરકાર લોકશાહીમાં નથી માનતી, તાનાશાહીમાં માને છે

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
k.chandrashekhar rao
k.chandrashekhar rao

તેમણે કહ્યુ કે 400 રૂપિયાનુ સિલિન્ડર 1100 રૂપિયામાં આપી રહ્યા છે, તેમની પાસે આ વાતનો જવાબ નથી. કેસીઆરે કહ્યુ કે, મેં ભારતના ઈતિહાસમાં આટલા નબળા પ્રધાનમંત્રી નથી જોયા. તેમણે વધુમાં કહ્યુ કે આ લોકતંત્ર છે કે ષડયંત્ર. નરેન્દ્ર મોદીની સરકાર લોકશાહીમાં નહી પણ તાનાશાહીમાં માને છે. તેમણે નરેન્દ્ર મોદી પર તીખી ટીપ્પણી કરતા કહ્યુ કે ભારતમાં 'અઘોષિત કટોકટી' છે.

તેમણે કહ્યુ કે હવે નરેન્દ્ર મોદીએ જવુ જોઈએ અને બિન-ભાજપ સરકાર આવવી જોઈએ. તેમણે કહ્યુ કે ઈન્દીરા માટે ધન્યવાદ. તેણી કટોકટી જાહેર કરવા માટે  હિંમતવાન હતી. તે સીધી, જાહેર કટોકટી હતી, પરંતુ આજે ભારતમાં અઘોષિત કટોકટી છે. KCR (TelanganaCM KCR) એ પ્રેસ કોન્ફરન્સમાં રૂપિયાની ઘટતી કિંમત પર PM મોદીના જૂના ભાષણની વીડિયો ક્લિપ બતાવી. ન્યૂઝ ક્લિપ્સનું સંકલન પણ દર્શાવ્યું હતું જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર દરોડા પડવાના બંધ કરવામાં આવ્યા હતા.

નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને સમર્થન

કેસીઆરએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ હાલમાં સસ્પેન્ડ કરાયેલા ભાજપના નેતા નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની કડક શબ્દોમાં ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો અને બંને ન્યાયાધીશોની તેમની ટિપ્પણી માટે પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલા, હું તમને સલામ કરું છું. કૃપા કરીને ભારતને બચાવવા માટે આ ભાવના રાખો. દેશના આ ગદ્દારો, રાક્ષસો અને સરમુખત્યારોથી ન્યાયતંત્રને બચાવવું પડશે.

આ પણ વાંચો:શ્રીલંકા સંકટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરનું નિવેદન, ત્યાં ફસાયેલા શરણાર્થીઓ વિશે આપી મોટી માહિતી

"શું આ લોકશાહી છે કે ષડયંત્ર - આ કેવો ઘમંડ છે?"

તમિલનાડુ ભાજપના વડા કે અન્નામલાઈની ટિપ્પણીના જવાબમાં કે કેસીઆરનુ  ઉદ્ધવ ઠાકરે જેવું જ ભાવિ હશે, આગામી વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપ સત્તામાં આવશે. તેમણે કહ્યું કે ડીએમકેએ બે તૃતીયાંશ બહુમતી સાથે રાજ્યમાં જીત મેળવી, જ્યારે કે. અન્નામલાઈ તેમની બેઠક જીતી શક્યા ન હતા. તેમણે કહ્યું કે તેલંગાણામાં અમે ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે જીત્યા અને તેઓએ એક બેઠક જીતી. હવે અમારી સંખ્યા 103 છે, અને અમારા મિત્ર પક્ષો સાથે અમારી પાસે 117માંથી 110 બેઠકો છે અને તમે અમને એકનાથ શિંદે સાથે ધમકી આપો છો? આ લોકશાહી છે કે ષડયંત્ર - આ કેવો ઘમંડ છે?"

સીએમ યોગી આદિત્યનાથને પણ લીધા લપેટામાં

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમના રાજ્યની માથાદીઠ આવક તેલંગાણાની ચોથા ભાગની છે અને તેમ છતાં તેઓ સલાહ આપવા રાજ્યમાં આવે છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતના અત્યાર સુધીના સૌથી નબળા પીએમ છે. તેઓ ઈંધણના ભાવમાં નિયમિત વધારાથી લઈને વધતી બેરોજગારી સુધીના ઘણા કૌભાંડો અને ગુનાઓ માટે જવાબદાર છે.

આ પણ વાંચો:અમરનાથ ગુફાથી 2 કિમી દુર વાદળ ફાટ્યુ, 16 લોકોના મોત નિપજ્યા, 40 લોકો હજુ સુધી લાપતા

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More