આજે અમે તમારી માટે એક એવી ખબર લઈને આવ્યા છીએ કે જે ખેડૂતમિત્રો રીંગણીના પાકનું વાવેતર કરે છે તે ખેડૂતમિત્રો પોતાના રીંગણીના પાકને કઈ રીતે વધુ સારી રીતે રોગમુક્ત રાખી શકે છે અને કઈ રીતે રીંગણીના શાકભાજીનુ ઉત્પાદન વધારે મેળવી શકે છે
આ રીતે અનુસરો
- ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી. જેથી કરીને જમીન જન્ય ફુગ, કૃમિ અને નિદણનું અસરકારક નિયંત્રણ થાય છે.
- બાજરી કે જુવાર વડે બે વર્ષની પાક ફેર બદલી કરવી. પાકના અવશેષોનો નાશ કરવો.
- ઘરૂનો કોહવારો અથવા ધરૂ મૃત્યુ રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મેન્કોઝેબ ૭૫ ટકા વે. પા. અથવા મેટાલેકઝીલ એમ-ઝેડ ૭૨ ટકા વે. પા. દવાનો ૩-૪ ગ્રામ/કી.ગ્રા.પ્રમાણે પટ આપવો.
- ધરુવાડિયું ઊગ્યા પછી કોપર ઑક્ષીક્લોરાઈડ ૫૦ ટકા વે. પા. ૧૦ લી. પાણીમાં ૨૫ ગ્રામ અથવા મેટાલેકજીલ એમ ઝેડ ૭૨ ટકા વે. પા. ૧૦ લી. પાણીમાં ૨૦ ગ્રામ પ્રમાણે કોઈપણ એક દવાના દ્રાવણથી એક ચોરસ મીટર દીઠ ૩ લિટર પ્રમાણે જારા થી ડ્નરે ચિંગ કરવાથી જમીનજન્ય ફુગ સામે ધરુવાડિયાને રક્ષણ મળે છે.
- વિષાણુજન્ય/માયકોપ્લાઝમા (લઘુપાદ) જન્ય રોગના નિયંત્રણ માટે ધરુવાડિયામાં કારબોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૫ ગ્રા./ મી૨ પ્રમાણે વાવણી વખતે અને ધરું ખેંચવાના પ દિવસ અગાઉ આપવી. શક્ય હોય તો ધરુવાડિયાને એગ્રોનેટ વડે ટીકી દેવું.
- ટ્રાઇકોડરમાં વીરીડી એક કી.ગ્રા. ને સારા કહોવાયેલ છાણિયા ખાતર અથવા દિવેલાના ખોળ (૨૦૦ થી ૩૦૦ કી.ગ્રા.) માં ભેળવીને જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવું.
- માયકોપ્લાઝનો (લઘુપાદ) રોગના નિયંત્રણ માટે રોગવાળા છોડને ઉપાડીને નાશ કરવો.
- માયકોપ્લાઝનો (લઘુપાદ) રોગ લીલા તડતડિયાથી ફેલાતો હોવાથી રોપણીબાદ ૪૦-૪૫ દિવસે ડાયમિથોએટ ૧૫ મી.લી. અથવા થાયોમીથોકઝામ ૧૫ મી.લી. અથવા એસીટામિપ્રીડ ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૮.૫ ઈ.સી. દવા પ મી.લી. પ્રતિ ૧૫ લી. પાણીમાં મેળવી ૧૦ દિવસના ગાળે બે વાર છાંટવી.
- રીંગણના પાકને કૃમીથી બચાવવા ૫-1૦ રીગણના છોડ વાવ્યાબાદ ૧ આફરીકન ગલગોટાનું કરવું.
- રીંગણના પાકને કૃમીથી બચાવવા કારબોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૨ કી. ગ્રા. પ્રતિ એકર મુજબ રોપણી બાદ ૧૦-૧૫ દિવસે આપવી.
જ્યારે કોઈકવાર પાનનાં ટપકનો રોગ આવે ત્યારે મેન્કોઝેબ ૭૫ ટકા વે. પા. ૪૦-૫૦ ગ્રામ/ પંપ અથવા હેકક્ષકોનાઝોલ 5 ટકા ઈ. સી. ૨૫-૩૦ મીલી/પંપમાં મિશ્રણં કરી ને છટકાવ કરવો.
રીંગણીના પાક વિશે આપને વધુ માહિતી જોઈતી હોય તો સંદિપ એ. લાડુમોર, મૌલિક આર. શેખડા, કેવલ એન. પનારા અને અંકુર વી. દેસાઇ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિધાયલ નવસારી એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, નવસારી-396-450 નો સંપર્ક કરી શકો છો
Share your comments