ભારતીય ભોજન પ્રણાલીમાં મસાલાઓનું આગવું મહત્વ છે. અલગ અલગ પ્રાંત મુજબ મસાલા પર ખાસ ભારણ આપવામાં આવે છે, ત્યારે હીંગ ભારતીય વાનગીઓના સ્વાદને વધારતો રસોડાનો એક મહત્વપૂર્ણ મસાલો છે. રસોડાના મસાલામાં રાખેલી હીંગ માત્ર સ્વાદને જ નથી વધારતી, પરંતુ તેસ્વાદ વધારવાની સાથે અનેક રોગોમાં પણ ઉપયોગી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મસાલો ભારતીય નથી. હા ,,, હીંગ મધ્ય પૂર્વથી ભારત આવી અને પછી અહીંની જ બનીને રહી ગઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હીંગ મસાલા વિશે એક મોટી વાત કહી છે.
આયાત કરેલી 100 મિલિયન ડોલરની હિંગ
અત્યાર સુધી ભારતને હિંગ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે હવે ભારતને હીંગ માટે વિશ્વના દેશો પર નિર્ભર રહેવાની જરૂર નથી. આ મામલે વધુ માહિતી આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત હંમેશાં વિશ્વના અન્ય દેશો પર નિર્ભર રહ્યોં છે. વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચ (સીએસઆઇઆર) આ સંદર્ભે પહેલ કરી હતી. ત્યારે આજે દેશની અંદર જ હીંગનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. અફઘાનિસ્તાન, ઈરાન અને મધ્ય એશિયાના કેટલાક દેશોમાં હીંગ ઉગાડવામાં આવે છે. પરંતુ તેનું ઉત્પાદન દક્ષિણ ઇરાનમાં મોટા પાયે થાય છે. દક્ષિણ ઈરાનના લાર શહેર નજીક હિંગનું ઉત્પાદન મોટા પાયે થાય છે.
વિશ્વની 40 ટકા હિંગ ભારતમાં વપરાય છે
ઇરાનમાં હિંગને 'ફૂડ ઓફ ગોડ્સ' કહેવામાં આવે છે અને હવે ભારતની બહારના અન્ય દેશોમાં બનાવવામાં આવતી વાનગીઓમાં હિંગનો ઉપયોગ નહિવત્ સમાન થઈ ગયો છે. ઉપરાંત વિશ્વના કેટલાક દેશોમાં તેનો ઉપયોગ દવામાં કરવામાં આવે છે. ભારત એકમાત્ર દેશ છે જ્યાં હજી પણ તેને મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. વિશ્વની 40 ટકા હિંગ ભારતમાં વપરાય છે અને ભારતીય રસોડામાં હિંગનું ન હોવું અશક્ય બની ચૂક્યું છે. પહેલા ભારત હીંગ માટે અફઘાનિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશો પર નિર્ભર રહેતો હતો. વર્ષ 2019માં આ દેશોમાંથી 100 મિલિયન ડોલરથી વધુના ખર્ચે 1500 ટન હીંગની આયાત કરવામાં આવી હતી.
ભારતમાં 2020માં હિંગની ખેતીની શરૂઆત થઈ
હવે ભારતના ખેડુતોએ પણ હીંગની ખેતી શરૂ કરી દીધી છે. ઓક્ટોબર 2020માં હિમાચલ પ્રદેશથી સમાચાર આવ્યા હતા કે અહીંના લાહૌલની ખીણમાં ખેડૂતોએ હીંગની ખેતી શરૂ કરી દીધી છે. ખેડુતોને હીંગની ખેતીમાં હિમાલયન બાયોરીસોર્સ ટેકનોલોજી (આઈએચબીટી)નો સહયોગ મળ્યો હતો. ત્યારબાદ ઠંડા રણ અને લાહૌલનું વાતાવરણ સીએસઆઇઆર દ્વારા હિંગના વાવેતર માટે યોગ્ય જાહેર કરાયું હતું.
15 ઓક્ટોબર 2020ના રોજ લાહૌલની ખીણના ક્વારિંગ ગામમાં હિંગનું પ્રથમ બીજ વાવવામાં આવ્યું હતું. આ સાથે જ દેશમાં હિંગના વાવેતર તરફ પહેલું પગલું ભરવામાં આવ્યું હતું. સીએસઆઇઆરએ કહ્યું હતું કે હિંગના વાવેતર માટે જરૂરી ફેરુલા એસ્ટોફેડિયાના છોડને રોપવા માટે જરૂરી તત્વોનો અભાવ સૌથી મોટી સમસ્યા હતી. આઈએસબીટી, જે સીએસઆઈઆરની જ એક લેબ છે, ત્યાં એસ્ટોફેડિયાના બીજ લાવ્યા અને પછી તેને એગ્રો-ટેકનોલોજી દ્વારા વિકસિત કરવામાં આવ્યા હતા.
ખેડુતો માટે હિંગની ખેતી ફાયદાકારક રહેશે
સીએસઆઈઆર-આઇએચબીટીના ડિરેક્ટર સંજય કુમારે ગયા વર્ષે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ખેડુતોને હેક્ટર દીઠ 3 લાખ રૂપિયા ખર્ચ થશે. આ ખર્ચના પાંચમા વર્ષમાં, જો તેઓ તેની ખેતી કરશે તો તેના બદલામાં 10 લાખ રૂપિયા સુધીનો મહત્તમ લાભ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ઠંડા રણના પ્રદેશો હીંગના વાવેતર માટે આદર્શ સ્થળ સાબિત થશે. હિંગના વાવેતર માટે ઠંડી અને સૂકી જગ્યાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિમાલય ક્ષેત્રમાં સ્થિત લદ્દાખ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશના ભાગોને હીંગ માટે આદર્શ માનવામાં આવે છે
Share your comments