Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખરીફ પાકોમાં આ રીતે માવજત કરી મેળવો વધુ સારૂ ઉત્પાદન

જો આપણે વાવેલ પાકનું ઉત્પાદન સારૂ જોઈતુ હોય તો વાવ્યા પછી તેમાં માવત પણ કરવી જરૂરી છે માટે આજે અમે તમને જાણકારી આપીશુ કે ખરીફ પાકની વાવણી કર્યા બાદ તેમાં ક્યા પ્રકારની ટ્ટ્રીટમેન્ટ આપવી તેના વિશે કેટલાક પાક વિશે માહિતગાર કરીશુ

Sukhadev Thakor
Sukhadev Thakor
kharif crops
kharif crops

જો આપણે વાવેલ પાકનું ઉત્પાદન સારૂ જોઈતુ હોય તો વાવ્યા પછી તેમાં માવત પણ કરવી જરૂરી છે માટે આજે અમે તમને જાણકારી આપીશુ કે ખરીફ પાકની વાવણી કર્યા બાદ તેમાં ક્યા પ્રકારની ટ્ટ્રીટમેન્ટ આપવી તેના વિશે કેટલાક પાક વિશે માહિતગાર કરીશુ

કપાસ

  • બીટી કપાસમાં બે વરસાદ વચ્ચે ગાળો પડે ત્યારે ૪ ટકા ઓલીનના દ્રાવણનો છંટકાવ કરવો.
  • સફેદ માંખીના નિયંત્રણ માટે ડાયફેન્થ્યુરોન ૧૦ ગ્રામઅથવા એસીફેટ ૧૦ મિલિ માંથી કોઇ એક દવાનો છંટકાવ કરી શકાય. સુચીયા પ્રકારની જીવાતો માટે મગફળીમાં દર્શાવ્યા મુજબ છંટકાવ કરવો.
  • મૂળખાઈ મૂળનો સડો/ના નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ કોપર એક્સીકલોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતાં છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.
  • વાવણી પછી ૩૦ દિવસે ૫૪ કિલો યુરીયા અથવા ૧૨૫ કિલો એમોનિયમ સલ્ફેટ આપવું.

મગફળી

  • પાનનાં ટપકાં અને ગેરૂ રોગના નિયંત્રણ માટે ટેબુકોનાઝોલ ૧૦ મિ.લિ./૧૦લી. પાણીમાં નાખી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરો.
  • થ્રીપ્સ, સફેદ માખી અને તડતડીયા જીવાતોના નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ, ફ્રીપ્રોનીલનો છંટકાવ ઉપદ્રવ જણાયતો લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમલેકાની નામની ફૂગના પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.


દિવેલા


  • મજુરોની અછતની પરીસ્થિતિમાં નિંદામણનાશક દવા જેવી કે પેન્ડીમેથાલીન ૦.૯ કિ.ગ્રા. / હેક્ટર બીજની વાવણી બાદ પરંતુ બીજ અને નિંદણનાશકના સ્ફુરણ પહેલા (પ્રિ – ઈમરજન્સ) છંટકાવ કરવો તથા પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત આંતરખેડ તેમજ એક વખત હાથ વડે નિંદામણ કરવું.
  • પિયત દિવેલા માટે હેક્ટર દીઠ ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ સરખા હપ્તામાં (પાયામાં, ૪૦ દિવસે અને ૮૦ દિવસે), ૩૭.૫. કિલો ફોસ્ફરસ તેમજ ૨૦ કિલો પોટાશ તેમજ જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો જમીનમાં આપવું.
kharif crops
kharif crops

સોયાબીન

  • મોલોનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ ૧૦ મિલિ, મિથાઇલ ઓડીમેટોન ૧૦ મિલિ ૧૦ લીટર પાણીમાં નાંખી છંટકાવ કરો.

ડાંગર

  • ડાંગરનાં સુકરા નાં નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયકલીનક ૧૦ ગ્રામ કપોર ઓકઝીકલોરાઇડ મિશ્ર કરી છંટકાવ કરવો.
  • સફેદ માખીનાં નિયંત્રણ માટે એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિ.લિ.નો છંટકાવ કરવો.

વેલાવાળા શાકભાજી


  • તલછારોનાં નિયંત્રણ માટે પાક ૪૫ થી ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો
kharif crops
kharif crops

શાકભાજી પાકો

  • મલ્ટીમાઈક્રોન્યુટ્રીયન્ટ ગ્રેડ-૪ નાં ૧ ટકાના દ્રાવણનો ૪૦,૬૦,૭૫ અને ૯૦ દિવસે છંટકાવ કરવો.

જુવાર

  • જુવારને ઓગષ્ટ કે તે પછીની વાવણીમાં બીજને દિવેલનો પટ્ટ આપ્પા બાદ થાયોમીથોકઝામ ૩ ગ્રામ / કિલો આપી તુરંત વાવેતર કરો.

બાગાયત

  • પુખ્ત વયના ફળપાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સેન્ટીમીટર પહોળી અને ૧૫ સેન્ટીમીટર ઊંડી ચર બનાવી ચરમાં ભલામણ મુજબ ખાતરો આપવા.
  • સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જોવા મળે છે. જે માટે ઝાડ પર વર્ષમાં એકથી બે વાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે. ખાતર અંગેની તમામ બાબતોનો રેકર્ડ નિભાવવો.

જો ખેડૂતમિત્રોને ખરીપાકને કંઈ પણ મુજવણ હોય અને પાકનુ કઈ રીતે માવજત કરવુ તે અંગેની લધુ માહિતી જોઈતી હોય તો ડો.જી.આર. ગોહિલનો સંપર્ક કરી શકો છો જેમનો મોબાઈલ નંબર છે 92757 08342

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More