કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગરની યાદી જણાવે છે કે હાલમાં ચોમાસું ઋતુ દરમ્યાન તાજેતરમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોને જમીન તેમજ પાક ધોવાણના ઉપરાંત પાકમાં રોગ આવવાના પ્રશ્નો ખૂબજ થયેલ છે. આ રોગના નિયંત્રણના ભાગ રૂપે કપાસ, મગફળી, તલ, ડુંગળી, એરંડા, શાકભાજી તેમજ અન્ય ખેતી પાકોને નુકશાનીથી બચાવવા માટે નીચે મુજબના પગલા લેવા આથી ખેડૂતોને ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવે છે.
1.ખેતરમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી.
2.આજુબાજુ ના કુવા/બોરના પાણી ઉલેચી જમીનમાં ભરાયેલ પાણીનું તળ નીચું બેસાડવું જેથી પાણી લાગી ગયેલ પાકને પાણી ઓછું થશે.
3.ધોરીયા પદ્ધતિથી પાણી આપીને પાલાર પાણી ઉતારવાથી જમીન કડક/કઠણ થવાથી રોગનું પ્રમાણ ઘટશે.
4.તમામ પાકોમાં એક વીઘા(૧૬ ગુંઠા)માં ૧ કિલોગ્રામ કોપર ઓક્ઝીક્લોરાઈડ + ૧ કિલો સલ્ફર ૮૦% વે.પ. + ૩૦૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવાનું મિશ્રણ કરીને જમીનમાં ડ્રેન્ચિંગ પદ્ધતિથી થડ પાસે પીવડાવવું. 5.કઠોળ વર્ગસિવાયના પાકોમાં ઉપરોક્ત ટ્રીટમેન્ટ ઉપરાંત પાકને એમોનિયમ સલ્ફેટ ખાતર ૧૨ થી ૧૫ કિલોગ્રામ પ્રતિ વીઘા(૧૬ ગુંઠા) મુજબ જમીનમાં આપવું. આમ, ઉપરોક્ત ભલામણ મુજબ તાત્કાલિક અસરથી કારગીરી હાથ ધરવી.
સમસ્યા જટિલ જણાય તો નજીકના ગ્રામ સેવક, કૃષિ અધિકારી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવો.
Share your comments