ખેડૂતો દિવસે ને દિવસે કંગાળ બનતો જઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે તેને તેના પાકના બજારમાં યોગ્ય ભાવ નથી મળતા અને જો ખેડૂતે પોતાના પાકના યોગ્ય ભાવ મળેવવા હોય તો તેના પાકનું પેકીંગ એ મહત્વનો ભાગ ભજવે છે અને કેટલા સમયમાં તે પોતાનો માલ ગ્રાક સુધી ડીલેવર કરી શકે છે
આજે અમે તમને એ જણાવીશુ કે ખેડૂતોએ પોતાના પાકનુ મૂલ્ય વધારવુ હશે તો કેવા પ્રકારનું પેકીંગ કરવું અને ટ્રાન્સપોર્ટ્રેશનની કઈ રીતે વ્યવ્સથા કરવી અને આ બન્નેનું પાકના મૂલ્યવર્ધનમાં કઈ રીતે વૃદ્ધિ કરવી.
સંગ્રહ ફળ
શાકભાજીનો સાદા શીતાગૃહ કે નિશ્રિત વાતાવરણ ઉત્પન્ન કરી શકે તેવા શીતાગૃહ સંગ્રહ કરવાથી બગાડનું પ્રમાણ અટકાવવાની સાથે લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે.
પેકેજીંગ અને પરિવહન :
અસરકારક અને સારા પેકેજીંગ દ્વારા સંગ્રહ, પરિવહન કે અન્ય પ્રક્રિયા દરમ્યાન થતુ નુકસાન અટકાવવાની સાથે તેમાં થતા ઘટના પ્રમાણમાં નિયંત્રિત કરે શકાય છે તથા આકર્ષક દેખાવ હોવાથી વહેંચણી પણ ઝડપથી અને ઉચી કિમંતે થાય છે.
કઠોળના પાકોમાં મુલ્ય વર્ધક બનાવટો :
કઠોળમાંથી સામાન્ય રીતે દાળ કે બેસન (લોટ) મેળવવામાં આવે છે. અમુક જાતના આખા કઠોળનો સીધો જ પણ ઉપયોગ કરાય છે. વળી આવા કઠોળને પાણીમાં ભીંજવી, સુકવી તળી અને મરી મસાલા યુક્ત નાસ્તાની આઈટમ તરીકે પણ ઉપયોગ કરી શકાય (મગ,ચણા, ચોળી વગેરે). જ્યારે ચણા જેવા કઠોળને શેકી મસાલા સાથે અથવા વગર પણ સીધો જ ઉપયોગ કરાય છે. દાળ બનાવવા માટે જો આધુનિક પદ્ધતિઓ અને રીતોનો ઉપયોગ કરવામાં આવે તો દાળની રીકવરી તથા કવોલીટી સારી મળે છે.
ધાન્ય પાકોમાં મુલ્ય વૃદ્ધિ :
ડાંગરમાંથી ચોખા મેળવવાની રીત જૂની તથા પ્રચલિત છે. જો રાઈસ હલની જગ્યાએ રબર રોલર શેલીંગ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો ભાંગતૂટ વગરના ચોખા મળે છે. વળી ભૂસુ પણ યોગ્ય સ્થિતિમાં મળતા તેમાંથી તેલ કાઢી તેનો ઔધોગીક સ્તરે ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત ચોખા, મકાઈ, ઘઉં વગેરેમાંથી પવા કે મમરા પણ બનાવી ગ્રામ્ય સ્તરે રોજગારીની તકો ઉભી કરી શકાય. ઘઉં જેવા ઘાન્ય પાકોમાંથી પણ તેનો લોટ, મેંદો, સુજી, રવો, વિટામીન – ઈ યુક્ત તેલ, ગ્લુટેન, સ્ટાર્ચ છુટાપાડી તેમાંથી વધારાની આવક મેળવી શકાય. મકાઈમાંથી પણ ઘણા બધા મુલ્ય વર્ધક બનાવટો મેળવી શકાય છે જેમ કે મકાઈનું તેલ, પવા તથા અન્ય નાસ્તાની બનાવટો, પીણાં, ચોકલેટ, સ્ટાર્ચ, સોરબીટોલ, ડેક્સટ્રોઝ, સાઈટ્રીક એસીડ વગેરે. આજ રીતે જુવાર અને બાજરા જેવા પાકોમાંથી પણ વિવિધ પદાર્થો મેળવવામાં આવે છે.
તેલીબિયાંના પાકોમાં મુલ્ય વૃદ્ધિ :
મગફળી જેવા કિમંતી તેલીબિયાંમાંથી તેલ ઉપરાંત તેનું ગ્રેડિંગ કરી એચપીએસ તરીકે નિકાસ કરી શકાય અથવા તેમાંથી શેકેલ શીંગ, ખારીશીંગ કે તેને તળી મસાલાયુક્ત શીંગ બનાવી શકાય. તેલ કાઢ્યા બાદ નીકળતા કેકમાંથી પ્રોટીન છુટુ પાડી તેનું પણ વધારાનું મુલ્ય મેળવી શકાય છે. તદ્દઉપરાંત તેમાંથી દૂધ, માખણ, પનીર, દહીં તેમજ અન્ય દૂધયુક્ત બનાવટો પણ બનાવી શકાય છે. જેનો સીધી કે આડકતરી રીતે ચોકલેટ, બિસ્કીટ વગેરેની બનાવટમાં ઉપયોગ થાય છે. એજ રીતે અન્ય ખાધ્ય તેલીબિયાંમાંથી પણ પ્રોટીન, વેજીટેબલ ઘી તેમજ અન્ય બનાવટો બનાવવામાં આવે છે. વળી એરંડા જેવા અખાધ્ય તેલીબિયાંમાંથી ઘણી જાતના રસાયણો મેળવવામાં આવે છે. જેની વધારાની કિમંત મેળવી શકાય છે.
આ અંગે વધુ માહિતી જોઈતી હોય તો જી.આર.ગોહિલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ મો. ૯૨૭૫૭૦૮૩૪૨ પર કોન્ટેક્ટ કરો
Share your comments