
અમરેલી અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રગતિશીલ ખેડૂતો બાગાયતી પાક સાથે સંકળાયેલા છે અને બાગાયતી પાકની ખેતી કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. મુંબઈમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કામ કરી રહેલા વ્યક્તિએ પોતાના વતન સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે ચાર વિઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. તેમજ ડ્રેગન ફ્રૂટની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યાં છે.
સાવરકુંડલાનાં વણોટ ગામનાં જયંતીભાઇ કરશનભાઇ ગેડિયાની ઉંમર 42 વર્ષની છે. અને સિવિલ એન્જિનિયર છે અને સાથે ખેતી પણ કરે છે. સાવરકુંડલાનાં વણોટ ગામમાં પોતાની જમીન આવેલી છે. તેમજ હાલ મુંબઇમાં સિવિલ કોન્ટ્રાકટરનું કામ કરે છે. પરંતુ આ કામ છોડીને વતનઆવ્યાં હતાં અને વણોટમાં 4 વિઘામાં ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી હતી. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પ્રથમ વર્ષે 1.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું છે અને ચાલુ વર્ષે 3 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું
આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો પાસેથી શીખ્યો પ્રાકૃતિક ખેતી, આજે ગુલાબી જામફળની ખેતી કરીને મેળવી રહ્યા છે લાખોની આવક
જયંતીભાઈનો એક મિત્ર વિદેશમાં રહે છે, જેવો સાથે ડ્રેગન ફ્રૂટના વાવેતર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પોતાના મિત્રએ ડ્રેગન ફ્રૂટમાં વહેલા ફ્લાવરિંગ લેવા માટે આર્ટિફિશિયલ લાઈટ ગોઠવવાની માહિતી આપી હતી. ત્યારબાદ એક વિઘામાં 10,000 રૂપિયાનો ખર્ચ કરી અને આર્ટિફિશિયલ લાઈટ ગોઠવી હતી. આર્ટિફિશિયલ લાઈટ ગોઠવવાથી વહેલા ફ્રૂટ આવ્યા હતાં. હાલ 180 રૂપિયાનાં એક કિલાનું વેચાણ કરે છે.
જયંતીભાઈ ઓર્ગેનિક ખેતી કરે છે. ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મેળવ્યા બાદ કેરેટમાં ક્રોપ કવર લગાવી અને મુંબઈમાં ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરવામાં આવે છે. આઉટ સીઝનમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ 300 રૂપિયામળે છે. જ્યારે ચાલુ સીઝનમાં 150 રૂપિયા ભાવ મળે છે. હાલ 400 કિલોનું ઉત્પાદન મળ્યું છે અને જેનું વેચાણ મુંબઈમાં કરવામાં આવ્યું છે. હજુ પણ ઉત્પાદન ચાલુ છે. આર્ટિફિશિયલ લાઈટ લેવાથી વધુ સારું ઉત્પાદન અને વધુ ભાવ મળ્યા છે.
જયંતીભાઈ એ વધુ માં જણાવ્યું કે પોતાનો સારો વ્યવસાય છોડી માદર વતન નિવૃત જીવન ગાળવા આવ્યા છે ગામડામાં ખોરાક શુધ્ધ મળે છે સાથે જ તેલ ગોળ,શાકભાજી અને ફળ તેમજ અનાજ પેસ્ટીસાઈડ દવા વગર ના મળી રહે છે જેથિ અહીં વતન આવી અને ખેતી કરે છે અને ખેતી શોખ માટે અને શુદ્ધ ખોરાક મળે છે.
Share your comments