દેશભરમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થઈ ચુક્યું છે. બીજીબાજુ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ પણ દેશના લગભગ તમામ રાજ્યોમાં પ્રસાર કરી લીધો છે. આ ઉપરાંત ભારતીય મૌસમ વિભાગે પોતાના ચોમાસાના વરસાદ અંગેના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે જુલાઈમાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદ થવાની આશા છે. આ સંજોગોમાં ખેડૂતભાઈ ખરીફ પાકોનું વાવેતર યોગ્ય સમયે કરી શકે છે.
આ મૌસમમાં ખરીફના મુખ્ય પાક જેવા કે ચોખા(ધાન), મકાઈ, જવાર, બાજરા, મગ, મગફળી, શેરડી, સોયાબીન, અળદ, તુવેર, જૂટ, કપાસ, ચણા અને વટાણા વગેરેની ખેતી થાય છે. બીજી બાજુ આ પાકોમાં સમય સાથે કેટલાક નિંદણ પણ ઉગી નિકળે છે. આ સંજોગોમાં નિંદણ પર નિયંત્રણ માટે કેટલાક સમયના અંતરે ખેડૂત ભાઈ ખેડાણ કરતાં રહે છે, કારણ કે નિંદણ પાકો સાથે સ્પર્ધા કરી પાક વૃદ્ધિની ઉપજ તથા ગુણોમાં ઘટાડો કરે છે. સામાન્ય રીતે વિવિધ પાકોના ઉત્પાદનમાં નિંદણ દ્વારા 10થી 85 ટકા સુધીનો ઘટાડો થવાનો અંદાજ લગાવવામાં આવે છે. જોકે ક્યારેક-ક્યારેક આ અછત ઘણી વધારે થઈ જતી હોય છે.
જુલાઈ મહિનો એ ખેડૂતો માટે ખેતી કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. આ મહિનામાં ખરીફ સીઝનનો મુખ્ય પાક ધાન સહિત અનેક અન્ય પાકોની ખેતી થાય છે, પણ ખેડૂતોએ કોરોનાની મહામારીને લીધે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમા ખેતી સાથે જોડાયેલા ખેત મજૂરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે અનેક રાજ્યોમાં અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોની ભારે અછત છે. જોકે આ સંજોગોમાં ખેડૂત સ્થાનિક શ્રમિકો અને આધુનિક કૃષિ મશીનરીના આધારે અથવા સ્વયં ખેરતોમાં ઉતરીને ધાનની રોપણીમાં જોડાઈ રહ્યા છે.
આધુનિક પદ્ધતિથી કરો ખેતી અને મેળવો બમણું ઉત્પાદન
વર્તમાન સમયમાં આધુનિક પદ્ધતિથી ખેતી કરવા ખેડૂતોને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે, અન્યથા લાભને બદલે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સંજોગોમાં ખેડૂતભાઈ આધુનિક પદ્ધતિથી ખેતી કરે, કારણ કે આધુનિક પદ્ધતિથી ખેતી કરવાના સંજોગોમાં જ્યાં એક બાજુ પડતર ખર્ચ ઓછા થવા સાથે ખેતી થાય છે, તો બીજી બાજુ પાકોની ઉપજ પણ સારી મળે છે. તેને ધ્યાનમાં રાખી કૃષિ જાગરણે તેના જુલાઈ અંકમાં ધાનની ખેતી, મકાઈની ખેતી, સોયાબીનમાં નિયંત્રણ, પ્રબંધન, ફાર્મ મશીનરી, મોટા અનાજોમાં પોષણ પ્રબંધન કેવી રીતે કરવું તે અંગે વિસ્તૃતપણે જાણકારી આપી છે, જેથી ખેડૂતભાઈ તેને વાંચીને પોતાની માહિતીમાં વધારો કરવા સાથે આધુનિક પદ્ધતિથી સમુચિત પાક સંચાલન કરી શકે.
Share your comments