ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને અંહી મોટા ભાગના લોકો ખેતી પર આધારીત છે દેશની 70 ટકા વસ્તી ખેતી પર નિર્વાહ કરી રહી છે ભારતમાં મરી મસાલાની પુષ્કળ પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે ભારતમાં મરચાની ખેતી પણ કરવામાં આવે છે . ભારતમાં વિવિધ પ્રકારના મરચાની ખેતી કરવામં આવે છે અને તેથી સ્વભાવિક છે કે ખેતી કરતા હોય તો પાકમાં રોગ આવવો એ સામાન્ય બાબત છે આજે આપણે મરચાના પાકમાં પડતી થ્રીપ્સની જવાતોની ઓળખ અને તેને નિયંત્રિત કઈ રીતે કરવી તેના વિશે વાત કરીશુ.
ઓળખ:-
- આ જીવાત પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે. જેની બને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે.
- બચ્ચા પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે.
- આ જીવાતની માદા પાનની અંદર ખાંચો પાડીને પાનમાં 50-60 જેટલા ઈંડા મૂકે છે.
- જેમાંથી 2-6 દિવસે બચ્ચા બહાર આવી નુકસાન કરવાનું શરૂ કરી દે છે બચ્ચા અવસ્થા 4-6 દિવસની હોય છે.
- જે પછી જમીનમાં કોશેટા અવસ્થા ધારણ કરે છે. અને 3-5 દિવસ પછી તેમાંથી પુખ્ત કીટક બહાર આવે છે.
- આ જીવાતની બચ્ચા અને પુખ્ત અવસ્થા પાકને નુકસાન કરતી હોય છે.
નુકશાન
- બચ્ચા અને પુખ્ત બને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાન માંથી રસ ચૂસીને નુકસાન કરે છે. જેને પરીણામે પાન કોકડાય જાય છે.
- આવા પાનનું નિરીક્ષણ કરતા હોડી આકારના જણાય છે.
- થ્રીપ્સ મરચીમાં વાયરસજન્ય રોગ ફેલાવે છે. અને તેના નુક્સાનનો પ્રકાર પણ થ્રીપ્સના નુકસાનના પ્રકાર જેવો હોય છે. જેથી ઘણીવાર જુદા તરવવામાં ભૂલ ખાય જવાય છે.
- જો છોડ ઉપર પાન કોકડાતા હોય અને થ્રીપ્સ માટે ભલામણ કરેલ દવાઓનો ઉપયોગ કર્યો હોય અને નવા પાન સારા અને તંદુરસ્ત નીકળતા હોય તો તે છોડ એક પ્રકારના વાયરસથી કોકડાયા છે તેમ માની શકાય અને તેવા છોડ ખેતરમાંથી કાઢી નાશ કરવા તે જ તેનો ઉપાય છે.
મરચીમાં થ્રીપ્સનું સંકલિત નિયત્રણ
- મરચીની જે ખેતરમાં રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાની જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઇઝેશન અથવા રાબિંગ કરવું.
- ધરુની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઇમિડાક્લોપ્રીડ 17.8 એસ. એલ. અથવા થાયોમેથોક્ષામ 30 એફ. એસ. 25 મીલી. 10 લિટર પાણીમાં મિક્સ કરીને ફેરરોપણી વખતે મરચીના મૂળને 10 મિનિટ ડૂબાડીને ત્યારબાદ ખેતરમાં રોપણી કરવી.
- જેથી શરૂઆતની અવસ્થામાં ચૂસીયા પ્રકારની જીવાત સામે રક્ષણ મળે છે. ફેરરોપણી બાદ 15-20 દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફયુરાન 3 જી 33 કિલો/હેક્ટર પ્રમાણે આપવી.
- થ્રીપ્સની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી શકય હોય ત્યાં સુધી આંતરખેડ નિયમિત કરતાં રેહવું.
- ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો 500 ગ્રામ (5 % અર્ક) અથવા લીમડા આધારિત તેયાર દવા 30 મીલી (1 ઇસી) થી 60 મીલી (0.15 ઇસી) 15 લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.
Share your comments