જમીનના જુદા - જુદા ભૌતિક ગુણધર્મો એક યા બીજી રીતે જમીન હવા, જમીન પાણી, જમીન ઉષ્ણતામાન, જમીન સખતાઈ વગેરે ઉપર અસર કરતા હોય છ કે, જેનો સીધો સંબંધ પાક ઉત્પાદન સાથે રહેલો છે. કેટલાક ગુણધર્મો પાક - ઉત્પાદન સાથે સંબંધ પણ ધરાવે છે. આ ગુણધર્મો જમીનના પાણી અને હવાની હેરફેર ઉપર પણ અસર કરી આડકતરી રીતે પાક ઉત્પાદન પર અસર કરે છે. જમીનના ભૌતિક ગુણધર્મોમા નીચે મુજબના ગુણધર્મોનો સમાવેશ થાય છે.
- જમીનનું પ્રત 2) જમીન બાંધો 3) જમીનની છિદ્રાળુતા 4) જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ 5) સાપેક્ષ ઘનતા 6) જમીન પોપડો 7) જમીનની સખતાઈ 8) જમીનની ભેજસંગ્રહશકિત 9) જમીનની પાણી – વહનશકિત 10) જમીનનિ દ્રઢતા(ક્ન્સીસ્ટંસી) 11) રંગ .
1) જમીનનું પ્રત
દરેક જમીન રેતી, કાંપ અને માટીના બનેલી છે. આ રેતી કાંપ અને માટીના રજકણનું કદ નીચે દર્શાવ્યા પ્રમાણેનું નક્કી કરવામાં આવ્યું છે :
જાડી રેતી : ૨.૦ થી ૦.૨ મિલિમીટર વ્યાસ
ઝીણી રેતી : ૦.૨ થી ૦.૦૨ મિલિમીટર વ્યાસ
કાંપ : ૦.૦૨ થી ૦.૦૦૨ મિલિમીટર વ્યાસ
માટી (કલે) : ૦.૦૦૨ થી ઓછું મિલિમીટર વ્યાસ
દરેક જમીનમા આ જુદા- જુદા રજકણોનું પ્રમાણ અલગ અલગ હોય છે અને તેને આધારે જમીનના નામ જેવાં કે રેતાળ જમીન, કાંપવાળી જમીન, ગોરાડુ જમીન, માટીયાળ જમીન વગેરે આપવામાં આવ્યાં છે. આમ જમીનમાં રહેલા રેતી, કાંપ અને માટીના પ્રમાણ ને અનુલક્ષીને જમીનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેને જમીનનું પ્રત કહેવામાં આવે છે. જમીનની પાણી સંગ્રહશકિત, હવા અને પાકના મુળને જકડી રાખવાની શકિતનો આધાર જમીન પ્રત ઉપર રહેલો હોય છે.
2) જમીન બાંધો
જમીનમાં રહેલ રજકણો, રેતી કાંપ અને માટીએ એકબીજા સાથે સિમેન્ટની મદદથી અમુક આકારમાં ગોઠવાયેલા હોય છે. જેને લીધે જમીન ખેડતા ચોકકસ આકારાનાં ઢેફાં બને છે. જેને જમીનનો બાંધો કહેવામાં આવે છે. જમીન બાંધો સુધારવા સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનની ભૌતિક પરિસ્થિતિના આધારે જુદિ - જુદી જમીનમાં અલગ અલગ આકારનો અને કદનો બાંધો જોવા મળે છે. જમીનનો બાંધો, જમીનની પાણી વહનશકિત, જમીનના હવા-હેર-ફેર અને જમીન સખતાઈ ઉપર અસર કરે છે, કે જેનો સંબંધ પાક ઉત્પાદન સાથે છે. ઉદાહરણ તરીકે જમીનનો બાંધો સારો ન હોય તો પાકના મૂળના વિકાસામાં અવરોધ પેદા થાય છે. તથા પાકને જમીનમાંથી પાણી અને હવા પૂરતા પ્રમાણમાં મળતા નથી. તેથી ઉત્પાદન ઓછું મળે છે.
વધૂ પડતા ખેડ કાર્ય કરવાથી જમીનના બાંધા પર વિપરીત અસર થાયા છે. અને બાંધો તુટી જતા જમીનના રજકણો છુટા પડી જાય છે. અને પાણીના વહેણથી કે વરસાદના ફોરાથી જમીનની સપાટી પર પાતળું સખત પડ બની જાય છે જે બીજનો સ્ફુરણ ને અટાકવે છે. તેમજ પાણી, હવા અને ઉષ્માના વિનિમય ને અવરોધે છે. સિંચાઈ માટે ભાસ્મિક પાણિના વપરાશથી પણ આવી સ્થિતિ થાય છે. જમીનામાં સિંદ્રિય ખાતર, તેમજ પોલીવીનાઈલ આલ્કોહોલ, પોલીવીનાઈલ એસીટેટ જેવા સિંથેટીક રસાયણોની મદદથી પણ જમિનનો બાંધો સુધારી શકાય છે. જો કે યોગ્ય ભેજની સ્થિતિમાં યોગ્ય ઓજારોના ઉપયોગથી લઘુતમ ખેડ કર્યા કરવાથી પણ જમીનનો બાંધો જળવાય રહે છે. જમીનમાં અળસીયાનું પ્રમાણ વધારવાથી તેમજ સ્ટેબલ મલ્ચની ઉંડીખેડથી તથા કઠોળ અને ધાન્ય પાકોની ફેરબદલીથી બાંધો સુધારી શકાય છે.
૩) જમીનની છિદ્રાળુતા
જમીનના રજકણો - રેતી, કાંપ અને માટીની ગોઠવણી દરમ્યાન તેમની વચ્ચે નાના - મોટા પોલાણ - છિદ્રો રહે છે. જેને જમીનની છિદ્રાળુતા કહે છે. સામાન્ય રીતે જમીનમાં કુલ કદના ૫૦ ટકા કદ આ રજકણોનું બનેલું હોય છે અને ૫૦ ટકા કદ છિદ્રોનું હોય છે. આ છિદ્રો નાના અને મોટા એમ બે પ્રકારના હોય છે. નાના છિદ્રોમાં પાણી સંગ્રાહાયેલ રહે છે જે પાકના મૂળને પૂરૂં પાડે છે. અને મોટા છિદ્રો પાકના મૂળને હવા પૂરી પાડે છે. રેતીવાળી જમીનની છિદ્રાળુતા સૌથી ઓછી હોય છે. જયારે માટીયાળી - કાળી જમીનની સૌથી વધુ હોય છે. કોઈ પણ જમીનની ભેજ સંગ્રહશકિત જમીનની છિદ્રાળુતા ઉપર આધાર રાખે છે.
Share your comments