કોઈ પણ પાકની વાવણી માટે ખેડૂતે પોતાની જમીન કેવા પ્રકારની છે તે જણાવી ખુબ જ જરૂરી છે, જો કે મુખ્યત્વે ખેડૂત પોતાની જમીન થી પરિચિત તો હોય જ છે, તો પણ કેટલીક દેશી પધ્ધતિ થી જાણીએ જમીનના પ્રકાર જાણવાની રીત.
ચીકણી જમીન ના લક્ષણ
- માટી ના લાડુ બનાવતા માટી ના કણ તમારા હાથમાં ચોંટી જાય
- હાથમાં ચિકાસ અનુભવાય
- લાડુ ને તડકામાં સુકવ્યા બાદ સરળતાથી તૂટી ન શકે
આ પણ વાંચો: જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ પ્રાંતિજ ના પલ્લાચર અને મેમદપુરમા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લીધી
રેતાળ જમીનના લક્ષણ
- માટી ના લાડુ બનાવતા જમીનના કણ તમારા હાથમાં ચોંટે નહીં પણ લાડુ બનાવવામાં મુશ્કેલી પડે
- બનાવેલ લાડુને તડકામાં સુકવ્યા પછી જે તે સરળતાથી તોડી શકાય
આદર્શ જમીન
- માટીના લાડુ બનાવતા જમીનના કણ તમારા હાથમાં ચોંટે નહીં અને લાડુ સરળતાથી બની જા
- લાડુને તડકામાં સુકવ્યા પછી જે તે સરળતાથી તોડી શકાય
- તો જમીન માં રેતી અને માટીનું પ્રમાણ યોગ્ય છે અને તે ખેતી માટે આદર્શ જમીન છે.
Share your comments