Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સોયાબીનના પાકની વૈજ્ઞાનિક ખેતી કેવી રીતે કરશો ?

ભારતમાં સોયાબીનનું વાવેતર 76 લાખ હેકટરમાં થાય છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સોયાબીન ઉગાડતા મુખ્ય રાજયો છે. આપણા રાજયમાં દક્ષિણ ગુજરાતમાં આ પાકનું નજીવા પ્રમાણમાં વાવેતર થાય છે. તો આજના આ લેખમાં આપણે જોઈશું સોયાબીનની વૈજ્ઞાનિક ખેતીની પદ્ઘતિ.

Himanee Chauhan
Himanee Chauhan
Cultivation Of Soybean
Cultivation Of Soybean

ભારતમાં સોયાબીનનું વાવેતર 76 લાખ હેકટરમાં થાય છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સોયાબીન ઉગાડતા મુખ્ય રાજયો છે. આપણા રાજયમાં દક્ષિણ ગુજરાતમાં આ પાકનું નજીવા પ્રમાણમાં વાવેતર થાય છે. તો આજના આ લેખમાં આપણે જોઈશું સોયાબીનની વૈજ્ઞાનિક ખેતીની પદ્ઘતિ.

સોયાબીનમાં પ્રોટીન આશરે 40થી 42 ટકા તથા તેલ આશરે 18 થી 22 ટકા મળે છે. આમ પ્રોટીન અને તેલની માંગને પહોંચી વળવા સોયાબીન પાક મહત્વનો ભાગ ભજવી શકે છે. સોયાબીનનો પાક જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. તેના મૂળ ઉપર આવેલી ગંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બેકટેરિયા રહે છે, જે હવામાનો નાઈટ્રોજન લઈ જમીનમાં ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારે છે. આમ સોયાબીન એ મનુષ્ય, પશુ અને જમીન એમ ત્રણેયને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત સોયાબીન ટૂંકા ગાળાનો અને ઓછા વરસાદે પાકતો પાક હોવાથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સોયાબીનનું વાવેતર અનુકૂળ છે.

જમીન

સોયાબીનનો પાક વિવિધ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સોયાબીનનો પાક મધ્યમકાળી સારા નિતારવાળી ઊંચા સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. પાકના ઉગાડવા માટે એકસમાન જમીન જરૂરી છે.

ખાતર વ્યવસ્થાપન

સોયાબીનના વાવેતર માટે જમીન તૈયાર કરતી વખતે 10 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું જોઈએ. આ પાકને હેકટર દીઠ 30 કિલો નાઈટ્રોજન તથા 30 કિલો ફોસ્ફરસ તત્વ જમીન તૈયાર કરતી વખતે આપવાથી સારું ઉત્પાદન મળે છે. ગંધકની ઉણપ ધરાવતી જમીનમાં હેકટરે 500 કિલોગ્રામ જિપ્સમ આપવું જરૂરી છે.

વાવેતરનો સમય

સોયાબીનનું વાવેતર જૂન-જુલાઈ માસમાં કરવામાં આવે છે.

વાવણી અંતર

સોયાબીનના પાકમાં વાવણી સમયે બે હાર વચ્ચે 45 અને બે છોડ વચ્ચે 7.5-10 સે.મી. જેટલુ અંતર રાખવું જેથી એક હેકટર વિસ્તારમાં જરૂરી છોડની સંખ્યા જાળવી શકાય.

ખેતીમાં બીજ દર

સોયાબીનનો એકલો પાક લેવાનો હોય ત્યારે હેકટર દીઠ બીજનો દર 60 કિલો રાખી વાવેતર કરવું જયારે આંતરપાક માટે 30 કિલો દરની ભલામણ છે.

ખેતીમાં બીજ માવજત

સોયાબીનના બીજને સારી રીતે ઉગાડવા માટે તેમજ જમીન જન્ય રોગથી છોડને બચાવવા માટે એક કિલોગ્રામ બીજ દીઠ 3 ગ્રામ થાયરમ કે કેપ્ટાન દવાનો પટ વાવેતર કરતા પહેલાં આપવો. વધારે ઉત્પાદન મેળવવા 25 કિલો બીજ દીઠ 250 ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત આપવી જોઈએ.

પિયત વ્યવસ્થાપન

વરસાદના અછતના સમયે પાકની કટોકટીની અવસ્થાએ જીવન રક્ષક પિયત આપવું જોઈએ.

આંતરખેડ અને નિંદામણ

જરૂરિયાત મુજબ 2 થી 3 આંતરખેડ તેમજ બે વખત હાથથી નિંદામણ કરી પાકને શરૂઆતના તબકકામાં નિંદણમુકત રાખવું.

પાક સંરક્ષણ

સોયાબીનના પાકમાં જીવાતોનો ઉપદ્રવ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, તેમ છતાં પાકમાં પાનનું ચાચવું,ગર્ડલ બીટલ, ઈયળ, લીફ માઈનર, લશ્કરી ઈયળ, થ્રિપ્સ, તડતડીયા, મોલોમશી અને સફેદ માખી જેવી જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે.

કાપણીનો યોગ્ય સમય

સોયાબીનના મોટાભાગના પાન પીળા થઈને ખરી પડે તથા 90 થી 95 ટકા સિંગો સોનેરી પીળી થઈ જાય ત્યારે દાંતરડાથી કાપણી કરવી જોઈએ. જો પાકની કાપણી મોડી કરવામાં આવે તો સિંગો ફાટી જઈને દાણા ખરી પડે છે અને જો લીલી શિંગો હોય અને કાપણી કરવામાં આવે તો સિંગોમાં દાણા ચીમળાઈ ગયેલા લાલ રંગના હોય છે, જેનાથી દાણાની ગુણવત્તા બગડે છે. કાપેલા છોડને 8 થી 10 દિવસ ખળામાં સુકાવા દઈ લાકડાના ધોકાથી અથવા થ્રેસરથી દાણા છૂટા પાડવા.

સરેરાશ ઉત્પાદન

સોયાબીનના પાકને સારી માવજત આપવાથી હેકટર દીઠ 1500 થી 2000 કિલો ઉત્પાદન મેળવી શકાય છે.

આ પણ વાંચો : હવે મળે છે કેળા ઉત્પાદનને પ્રોત્સાહન, 40 ટકા સુધી સબસિડી ઉપલબ્ધ બની

આ પણ વાંચો : રાજ્ય સરકાર ખરીદશે ખેડૂતો પાસેથી ઘઉં, 31 માર્ચ સુધી કરાવી લો ઓનલાઈન રજિસ્ટ્રેશન

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More