પાકનો બગાડ અટકાવવો જરૂરી
શરીરની દૈનિક જરૂરિયાત માટે અનાજ અને કઠોળનો આહાર ખૂબ જ મહત્વના છે. અનાજમાં ખાસ કરીને દેશના વિવિધ વિસ્તાર પ્રમાણે ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ તેમજ અન્ય બરછટ તથા હલકા ધાન્યનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત કઠોળ વર્ગમાં ખાસ કરીને ચણા, તુવેર, મગ, મઠ, અડદ, વાલ, ચોળી અને વટાણા જેવા પાકોનો ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અનાજ અને કઠોળનુ જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં પણ કાપણીથી માંડીને ઉપભોગતા સુધી પહોંચતા પહેલા તેમાં પણ બગાડ થાય છે. અને આ બગાડને અટકાવવો અનિવાર્ય છે. અને આ બગાડને અટકાવવા સંગ્રહ પદ્દધતિમાં ફેરફાર કરીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. મહત્વની વાત છે કે આધુનિક સંગ્રહ પદ્ધતિઓનો ઉપયોગ કરીને અનાજ અને કઠોળમાં થતા બગાડને અવશ્યથી અટકાવી શકાય છે.
આધુનિક પદ્ધતિઓ જેનાથી બગાડ ઘટશે :
- સીધુ નુકસાન
- સ્ટોરેજ સ્ટ્રકચરમાં ભેજ અને તાપમાનની અસર
1.સીધુ નુકસાન
અનાજના અને કઠોળના પાકને સીધુ નુકસાન જીવાતો પહોંચાડતી હોય છે, જીવાતો દ્વારા અનાજ અને કઠોળના વિવિધ ભાગોને ક્રમવાર ખાઈને તેમાં ઈંડા મૂકીને નુકસાન પહોંચાડવામાં આવે છે. અને બીજુ આડકતરું નુકસાન હોય છે, આડકતરા નુકસાનમાં ખાસ કરીને તાપમાન અને અનાજમાં રહેલો ભેજ મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંને પરીબળોમાંથી સીધા નુકસાનમાં આપણે જીવાતના પ્રકાર અને પ્રમાણને ધ્યનામાં રાખીને ભૌતિક અથવા રાસાયણિક રીતથી નુકસાનને રોકી શકાય છે. જ્યારે બીજુ પરિબળ આડકતરાં નુકસાનને સમજણપૂર્વક તાપમાન અને ભેજના પરિબળને કંટ્રોલ કરીને અટકાવી શકાય છે. સંગ્રહ કરેલ અનાજ અથવા કઠોળ ભેજના તાપમાનના વધારા અથવા ઘટાડા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન-ચલન થાય છે, શિયાળામાં જ્યારે બહારનું તાપમાન ઓછું હોય છે ત્યારે સ્ટોરેજ સ્ટ્રકચરમાં અનાજમાં ભેજ બંને સાઈડથી વચ્ચેના ભાગમાં નીચે જમા થાય છે.
2. સ્ટોરેજ સ્ટ્રકચરમાં ભેજ અને તાપમાનની અસર
સંગ્રહ કરેલ અનાજ અથવા કઠોળ ભેજના તાપમાનના વધારા અથવા ઘટાડા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલન-ચલન થાય છે, શિયાળામાં જ્યારે બહારનું તાપમાન ઓછું હોય છે ત્યારે સ્ટોરેજ સ્ટ્રકચરમાં અનાજમાં ભેજ બંને સાઈડથી વચ્ચેના ભાગમાં નીચે જમા થાય છે. તેમજ તાપમાન બદલાતા ભેજનુ જમા થવુ અને થોડું ઉચું તાપમાન થતા અનાજ અને કઠોળની શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઝડપી બનવાથી મોલ્ડના વિકાસ તથા જીવાતના ઉપદ્રવ માટે તેમને ખૂબજ સાનુકૂળ વાતાવરણ મળી રહે છે, જેથી કરીને બગાડની સાથે સાથે જીવાતનો ઉપદ્રવ પણ થાય છે. આમ, ઉપર મુજબ કોઈપણ સ્ટોરેજ સ્ટ્રકચરમાં આ બંને પરિબળો અને ભેજ તાપમાનને કંટ્રોલ કરવામાં આવે તો અનાજ અને કઠોળને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. જેના માટે નાના પાયા પર તથા મોટા પાયા પર આધુનિક કાયમી સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો :આબોહવા સ્માર્ટ કૃષિ: વાતાવરણ આધારિત કૃષિનો એક નવો અભિગમ
આ પણ વાંચો :માટીના પરીક્ષણથી ખેડૂતોને ખેતરમાં સમાયેલા પોષક તત્વોની માહિતી મળે છે
Share your comments