Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખાતરની કાર્યક્ષમતા કઇ રીતે વધારી શકાય? જાણો આ લેખમાં

કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના પગલે વૈજ્ઞાનિકોના અનેક અવનવા પ્રયોગો દ્વારા ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતી સંકર જાતો, રાસાયણિક ખાતર, જંતુનાશક, ફુગનાશક દવાઓ અને નવી નવી સિંચાઈની પધ્ધતિઓથી હરિયાળી ક્રાંતિ થઈ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
fertilizer
fertilizer

કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના પગલે વૈજ્ઞાનિકોના અનેક અવનવા પ્રયોગો દ્વારા ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતી સંકર જાતો, રાસાયણિક ખાતર, જંતુનાશક, ફુગનાશક દવાઓ અને નવી નવી સિંચાઈની પધ્ધતિઓથી હરિયાળી ક્રાંતિ થઈ છે. હાલની આધુનિક રહેણી-કહેણીના લીધે ખેડૂતોનું સેન્દ્રિયખાતર જે પરંપરાગત રીતે વાપરતા તેમાં દિવસે દિવસે ઘટાડો થયો છે અને વધુ ઉત્પાદન મેળવવાની ઘેલછાના કારણે રાસાયણિક ખાતરોનો અસંતુલિત રીતે ઉપયોગ કરે છે. ઉપરાંત પાકમાં આવતા રોગ-જીવાતના નિયંત્રણ માટે પણ જંતુનાશક, ફુગનાશક દવાઓનો આડેધડ ઉપયોગ કરવાના ફળ સ્વરૂપે પાક ઉત્પાદનમાં વધારો થવાની સાથે ઘણા જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

રાસાયણિક ખાતરનો અસંતુલિત પ્રમાણમાં વપરાશ થયો. » અમુક તત્વોના વધુ પડતા વપરાશને કારણે વિપરીત અસર ઉદ્ભભવી. » સૂક્ષમતત્વની ઉણપ ઉભી થઈ. » જમીનની કુદરતી સેન્દ્રિય તત્વની ઉણપ ઉભી થઈ. » જમીનમાં હાનીકારક ક્ષાારો જમા થવાથી જમીનનું બંધારણ બગડી ગયું. » જમીનમાંથી સુક્ષ્મજીવાણુંઓની કાર્યવાહી મંદ પડી. » કુદરતી પરભક્ષી-પરોપજીવી જીવાતોનો નાશ થયો.

રાસાયણિક ખાતરની કાર્યક્ષમતા વધારવી શા માટે જરૂરી છે? 

રાસાયણિક ખાતરો દિવસો દિવસ મોંધા થતા જાય છે, જયારે રાસાયણિક ખાતરોની કાર્યક્ષામતાની વાત કરીએ તો નાઈટ્રોજન યુકત ખાતરોની કાર્યક્ષમતા ૩પ થી ૪૦ ટકા છે એટલે કે ૧૦૦ કિલો નાઈટ્રોજન જમીનમાં ઉમેરવામાં આવે તો તેમાંથી ફકત ૩પ થી ૪૦ કિલો નાઈટ્રોજનનો પાક ઉપયોગ કરી શકે છે. બાકીનો નાઈટ્રોજન કાં તો જમીનમાં ઉંડે ઉતરી જાય છે અથવા તો હવામાં ઉડી જાય છે. આજ રીતે ફોસ્ફરસ યુકત ખાતરોની કાર્યક્ષમતા ર૦ થી માંડીને ૩૦ ટકા જેટલી જ છે, જયારે બાકીનો ફોસ્ફરસ જમીનમાં છોડ ન લઈ શકે તેવા સ્વરૂપે જમીનમાં સ્થિર થઈ જાય છે. આમ રાસાયણિક ખાતરોની કાર્યક્ષમતા વધારવાની વિપુલ તકો છે.

ખાતરની કાર્યક્ષમતા એટલે શું?

ખાતરની કાર્યક્ષમતા : એકમદીઠ ખાતરના વપરાશના યુનિટ સારા પાક ઉત્પાદન માટે એકમ યુનિટ દીઠ પોષકતત્વોની જરૂરિયાત માટે ઘણી જ અગત્યની છે. ખાતરની કાર્યક્ષમતા ત્રણ રીતે નકકી કરી શકાય છે.

૧. એગ્રોનોમીક ખાતરની કાર્યક્ષમતા : 

એગ્રોનોમીક ખાતરની કાર્યક્ષમતા નિર્દેશ કરે છે કે, એક કિલોમાં વપરાતા પોષકતત્વોમાંથી મળતું કિલોમાં ઉત્પાદન જે પેદાશ તેમજ પોષક તત્વોનો ભાવ જાણતા હોઈ તો તેના આધારે એકમ યુનિટ રૂપિયાના ખાતરના ખર્ચ સામે રૂપિયામાં મળતા વળતરની ગણતરી કરી શકાય. ખાતરની કાર્યક્ષમતા એજ એગ્રોનોમીક કાર્યક્ષમતા કહી શકાય. 

૨. દેહધાર્મિક કાર્યક્ષમતા : 

કિલોદીઠ પોષક તત્વોના ઉપાડ સામે આર્થિક્ક્ષમ અને પોષણક્ષમ મળતું એકમ કિલો ઉત્પાદન એ દેહધાર્મિક કાર્યક્ષમતા બતાવે છે. 

૩. એપરન્ટ રીકવરી (સાપેક્ષ) : 

કુલ જથ્થામાં આપેલ પોષકતત્વોમાંથી પાક દીઠ તત્વોનો ઉપાડ જથ્થો એપરન્ટ રીકવરી સાપેક્ષ દર્શાવે છે. પોષક તત્વનું કુલ જથ્થામાંથી ટકામાં થયેલ ઉપાડ.

ખાતરની કાર્યક્ષમતા કઇ રીતે વધારી શકાય?

ખાતરની કાર્યક્ષમતા ત્રણ રીતે વધારી શકાય (૧) સારી ક્ષેત્રીય પ્રેકટીસના અનુકરણથી (૨) યોગ્ય અને કાર્યક્ષામ ખાતરોના વપરાશથી (૩) સંકલિત પોષક તત્વોની વ્યવસ્થાથી દા.ત. સેન્દ્રીય તેમજ રાસાયણિક ખાતરો, જૈવિક ખાતરોનો વપરાશ વિગેરે.

માહિતી સ્ત્રોત - માલમ કે. વી., અદોદરીયા બી. કે. અને વી. વી. માવદીયા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ. મો.નં. ૯૬૬૨૮૮૨૫૦૦ 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More