ગુજરાત રાજ્યમાં તમાકુ એક અગત્યના રોકડીયા પાક તરીકે મુખ્યત્વે આણંદ ખેડા, વડોદરા અને પંચમહાલ જીલ્લામાં ઉગાડવામાં આવે છે અને તેનું મુખ્યમુખ્ય સંશોધન કેન્દ્ર આણંદ ખાતે સને ૧૯૪૭ થી કાર્યરત છે.
તમાકુની જાતો તેમજ સંશોધન આધારિત તમાકુની ખેતી પધ્ધતિઓ
ધરૂ ઉછેર
સ્થળની પસંદગીઃ
⦁ સારી નિતારવાળી પાણી ભરાઇ ન રહે તેવી ઉંચાણવાળી તેમ જ છાંયાથી દુર હોય તેવી જમીન પસંદ કરવી.
જમીનની માવજત
ઉનાળામાં ટેકટ્રરથી ઉંડી ખેડ કરવી.
⦁ જુન માસમાં સુકુ નકામુ કચરુ, તમાકુના રડીયાં , બાજરીના ઢૂણસા વિગેરેના ઘર બનાવી પવનની વિરૂધ્ધ દિશામાં બાળવું (રાબીંગ કરવું) અથવા પિયત આપી મે માસમાં ૧૫ દિવસ માટે ૨૫ માઇક્રોમીટર (૧૦૦ ગેજ) જાડાઇના પ્લાસ્ટીકને જમીન ઉપર હવાચુસ્ત રીતે ઢાંકી સોલોરાઇઝેશન કરવું.
⦁ જેથી જમીન જન્ય ફુગ, કૃમિ, જીવાત તથા નિંદણનો મહદ અંશે નાશ કરી શકાય.
ખાતર વ્યવસ્થા
⦁ હેકટર દીઠ કુલ ૧૮૦ કિ.ગ્રા. નાઇટ્રોજન પૈકી ૧૩૫ કિ.ગ્રા. નાઇટ્રોજન પાયામાં આપવો જેમાંનો ૪૫ કિ.ગ્રા. નાઇટ્રોજન છાણીયા ખાતરમાંથી અને ૯૦ કિ.ગ્રા. દિવેલાનાં ખોળમાંથી આપવો.
⦁ તેમ જ અમૃતકમલ એગ્રો પ્રા. લિ.નો ઓર્ગેનીક કાર્બન ‘જટાયુ’ પાયાના ખાતર તરીકે આપવું.
લીલો પડવાશ
⦁ જુન માસમાં બીજા પખવાડિયામાં વરસાદ પડે ત્યારે હેકટર દીઠ ૧૦૦ કિ.ગ્રા. શણનું બીજ
⦁ વાવવું. જુલાઇ આખરે અથવા ઓગષ્ટની શરૂઆતમાં શણને જમીનમાં દાબી દેવું
ક્ષેત્ર પાક
જમીનઃ
⦁ સારા નિતારવાળી ગોરાડુ કે બેસર જમીન પસંદ કરી ઉનાળામાં ખેડ કરવી.
રોપણી સમય :
⦁ ઓગષ્ટ માસના ત્રીજા અઠવાડિયાથી માંડી સપ્ટેમ્બર માસના ત્રીજા અઠવાડિયા સુધીમાં કરવી.
રોપણી અંતર :
⦁ ૯૦ સે.મી.x ૭૫ સે.મી.
⦁ ૧૦૫ સે.મી.x ૯૦ સે.મી.
આંતર ખેડ
⦁ નિંદણ દુર કરવા માટે જરૂરિયાત મુજબ આંતર ખેડ કરવી.
પિયત વ્યવસ્થા
⦁ ૩ થી ૪ પિયત ૨૦ દિવસના અંતરે આપવા.વાંકુબાગ્રસ્ત ખેતરમાં શિયાળામાં ખાસ કરીને નવેમ્બર- ડીસેમ્બર મહીનામાં પાણી આપવાનું ટાળવું.
આંતરપાક અને પાકની ફેરબદલી
⦁ ૧. તમાકુ અને ૨. મગફળી
કાપણી અને ઉત્પાદન
⦁ બીડી તમાકુના પાકની કાપણી ત્રણ રીતે થઇ શકે છે.
છુટક પાન પાડીને
⦁ સારા બુટ્ટાવાળા પાકા પાન તોડીને જમીન પર ૩ થી ૪ દિવસ ઉંધા સુકવીને
ઘૂઘરો પધ્ધતિ
⦁ પાકટ પાન છોડ પરથી ચોળીને
આખા છોડને કાપીને
⦁ પાકટ છોડને થડમાંથી દાંતરડાથી કાપીને
Share your comments