Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ઔષધીય વનસ્પતિની ખેતીની કેડી સહેલી અને સસ્તી

હજી હમણાં જ આપણે કોરોના વાઇરસને અનુલક્ષીને હેરાની-પરેશાનીનો અનુભવ કરી ચૂક્યા છીએ, અને હજી એ સમયને ભોગવી રહ્યા છીએ, ત્યારે એ તબક્કે આપણને તુલસી, અરડૂસી અને લીમડો વગેરે જેવાં પાંદડાંનું મૂલ્ય સમજાયું હતું. આમાં કોઈની ટીકા કરવાનો ઉપક્રમ નથી, બલકે સૌની પ્રશંસા કરવાની જરૂર છે. કેમ કે, જે લોકો આવી વનસ્પતિઓ કે આવાં વૃક્ષોને સાધારણ માનતા હતા એ આ કોરોના-કાળમાં સમજતા થયા કે આ તો અમૃત સમાન વનસ્પતિઓ છે. આનો અર્થ એ નથી કે, અનાજની ખેતી બંધ કરી દેવી, પરંતુ અર્થ એ છે કે, અનાજની ખેતીમાં દેવાદાર થઈ જવાતું હોય તો આવા વિકલ્પો પણ વિચારવા અને જીવન જીવવું.

Covie Prakash Jalal
Covie Prakash Jalal

હજી હમણાં જ આપણે કોરોના વાઇરસને અનુલક્ષીને હેરાની-પરેશાનીનો અનુભવ કરી ચૂક્યા છીએ, અને હજી એ સમયને ભોગવી રહ્યા છીએ, ત્યારે એ તબક્કે આપણને તુલસી, અરડૂસી અને લીમડો વગેરે જેવાં પાંદડાંનું મૂલ્ય સમજાયું હતું. આમાં કોઈની ટીકા કરવાનો ઉપક્રમ નથી, બલકે સૌની પ્રશંસા કરવાની જરૂર છે. કેમ કે, જે લોકો આવી વનસ્પતિઓ કે આવાં વૃક્ષોને સાધારણ માનતા હતા એ આ કોરોના-કાળમાં સમજતા થયા કે આ તો અમૃત સમાન વનસ્પતિઓ છે. આનો અર્થ એ નથી કે, અનાજની ખેતી બંધ કરી દેવી, પરંતુ અર્થ એ છે કે, અનાજની ખેતીમાં દેવાદાર થઈ જવાતું હોય તો આવા વિકલ્પો પણ વિચારવા અને જીવન જીવવું.

અહીં એવી જ કેટલીક વનસ્પતિઓની ખેતીની વાત કરવી છે, જેની ખેતી કરીને ખેડૂત માલામાલ થઈ શકે છે. પરંપરાગત અનાજની ખેતીથી ખેડૂતને વિમુખ કરવાનો કોઈ ઉદ્દેશ નથી, બલકે, એની સાથોસાથ જ ખેડૂત જો અન્ય પાકો લેવા પણ વિચારે તો એમાં કશું ખોટું નથી.

વિવિધ વનસ્પતિઓને વ્યર્થ જતી અટકાવોઃ ખેડૂતના ખેતરના શેઢે અને જમીનો ઉપર અનેક વનસ્પતિઓ ઊગતી અને વ્યર્થ જતી હોય છે. આવી વનસ્પતિઓને ઓળખીને તેનો ઉપયોગ કરવાનો સમય હવે પાકી ગયો છે. આ વનસ્પતિઓને ઓળખવામાં જો ખેડૂતને કશી મુશ્કેલી પડતી હોય તો કૃષિ-વિજ્ઞાનકેન્દ્રોનો સંપર્ક સાધી શકાય છે. કુંવરવાઠું, અરડૂસી, તુલસી, જેટ્રોફા અને એવી અનેક વનસ્પતિઓ છે, જે બજારમાં લાખો રૂપિયા ઊભા કરી આપનારી નીવડે છે, પરંતુ ખેડૂતને ઘણી વાર એની સમજ હોતી નથી. વરસે-દહાડે લાખો વનસ્પતિઓ આ રીતે વ્યર્થ જતી રહેતી હોય છે, જેનો બગાડ અટકાવીને ખેડૂત ધારે તો પોતાનાં ખેતરોને લાખો રૂપિયા કમાતું સાધન બનાવી શકે છે.

ખરીદશે કોણ? ખેડૂતે આ વિષયની ચિંતા કરવાની નથી. જે પણ ઔષધીય વનસ્પતિ પોતાના ખેતરમાં તે ઉગાડશે એને ખરીદાર મળી જ રહેશે. કેમ કે, ઔષધીય કંપનીઓ પાસે આવો કાચો અને ચોખ્ખો માલ હોતો નથી, એટલે એવી કંપનીઓ સોનાના ભાવે આ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓને ખરીદી લેશે અને સારા દામ આપશે, એ નક્કી છે.

ભારત અને વિદેશમાં અનેક કંપનીઓ આયુર્વેદિક દવાઓ બનાવવામાં તથા કેટલીક કોસ્મેટિક કંપનીઓ સૌંદર્ય-પ્રસાધનો બનાવવા માટે આવી વનસ્પતિઓનો ઉપયોગ કરતી હોય છે. તમે કોઈ ચીજવસ્તુની ખરીદી કરો ત્યારે તેની સામગ્રીની યાદી તપાસી જોશો તો તમને થશે કે આ છોડવા તો મારા ખેતરમાં પણ થાય છે! બસ, આ વિચાર જ તમને આગળ લઈ જશે અને એ સામગ્રી ઉગાડવા માટે પ્રેરણા આપશે.

ભારતમાં 50,000 કરોડનું બજારઃ દુનિયાની વાત બાજુએ મૂકીએ અને માત્ર ભારતની જ વાત કરીએ તો, ઔષધીય વનસ્પતિઓનું બજાર આપણા દેશમાં લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું ગણાય છે. અને એમાંય વરસે-દહાડે 15 ટકાના દરે વધારો થતો રહે છે. જડીબુટ્ટીઓ અને સુગંધીદાર છોડ-વનસ્પતિઓ માટે એકરદીઠ વાવણી-રોપણીનો આંકડો તો હજીય નાનો ગણાશે. જોકે, તે દર વર્ષે 10 ટકાનો વધારો દર્શાવે છે, પરંતુ સરકારી આંકડા જોઈએ તો દેશમાં કુલ 1,058.1 લાખ હૅક્ટર જમીનોમાં વિવિધ ધાન્યપાકોની ખેતી થાય છે તેમાંથી માંડ 6.34 લાખ હૅક્ટરમાં જડીબુટ્ટી અને ઔષધીય છોડ કે સુગંધીદાર છોડ-વનસ્પતિ ઉગાડવામાં આવે છે. આ બધું ડાબર અને પતંજલિ જેવી મોટી મોટી કંપનીઓમાં વેચાય છે અને ખેડૂતને માલામાલ કરી દે છે.

અતીશ વનસ્પતિઃ ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં ખેડૂતો આ વનસ્પતિની ખેતી કરતા થયા છે. આવા એક ખેડૂતને એકરદીઠ રૂપિયા 2.5 લાખથી 3 લાખ સુધીની આવક મળી રહે છે. લવેન્ડરની ખેતી કરનારા ખેડૂતને સરળતાથી 1.2થી 1.5 લાખ એકરદીઠ આવક મળે છે. લવેન્ડરમાંથી તેલ નીકળે છે અને તેનાથી અનેક સુગંધીદાર ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. કંપનીઓ આ લવેન્ડર માટે પડાપડી કરે છે, એમ કહેવું વધારે પડતું નથી. ગુજરાતમાં ઘઉં કે અન્ય પાકની ખેતીમાં અંદાજે એક એકરદીઠ 30,000 રૂપિયા જેટલી આવક થાય છે, તેની સામે આવી વનસ્પતિઓની ખેતીમાં ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકાય છે, એટલું નક્કી થઈ જાય છે.

પદ્ધતિ બિનખર્ચાળઃ ગુજરાતના ખેડૂતો મોટાભાગે સાહસિક હોય છે, અને એ સાહસના જોરે તેઓ બધી દિશાઓ ખેડી જાણે છે. પરંતુ વનસ્પતિની ખેતીમાં બહુ મોટા સાહસની જરૂર પડતી નથી, તેથી સાધારણ ખેડૂત પણ તે કરી શકે છે. હૈયે માત્ર હામ હોવી જોઈએ. જડીબુટ્ટીઓની ખેતી માટે વધારે પાણી કે મોટી સિંચાઈ-વ્યવસ્થાની જરૂર પડતી નથી, એ તો ઓછા પાણીમાં પણ થઈ શકે છે. વધારે પાણીની જ જરૂર ન હોય તો પછી પમ્પ કે મશીનનો તો સવાલ જ રહેતો નથી. આટલી બિનખર્ચાળ ખેતી છોડીને ખેડૂતને દેવાદાર બનાવી દેતી ખર્ચાળ ખેતી શા માટે કરવી?

મકાઈ અને રતનજ્યોતની ખેતીઃ મકાઈથી બધા પરિચિત છે, અને કેટલાક લોકો મકાઈના રોટલા ખાય છે પણ ખરા. હિમાચલ પ્રદેશમાં કેટલાક જિલ્લાઓમાં મકાઈની ખેતી કરીને ખેડૂતો અઢળક આવક ઊભી કરે છે. ત્યાં અતીશ નામની જડીબુટ્ટી પણ સારા પ્રમાણમાં થાય છે, જેની ખેતી સૌને ફળી રહી છે. તેની સાથોસાથ રતનજ્યોતની ખેતી કરીને પણ ખેડૂતો બે પાંદડે થાય છે. આપણે ત્યાં તુલસી, જેટ્રોફા, રતનજ્યોત, અરડૂસી વગેરે કેટલીક અલભ્ય વનસ્પતિઓ વિપુલ માત્રામાં થાય છે, તેનો ઉપયોગ કરીને ખેડૂતોએ પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરી લેવી જોઈએ.

Related Topics

helpful herbal agri farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More