Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, 6 ડેમનું પાણી સિંચાઈ માટે છોડાશે

ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
આજી ડેમ
આજી ડેમ

ચાલુ વર્ષે અષાઢ મહિનો પૂરો થઇ ગયા બાદ શ્રાવણ મહિનાની શરૂઆત છતાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોના પાકને નુકશાન ન થાય આ માટે રાજ્ય સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી રિઝર્વ રાખી ખેડૂતોને સિંચાઈ માટે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમો પૈકી માત્ર 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેમ છે.

કામગીરી શરૂ

મે જૂન માસમાં વરસાદ પડતાની સાથે જ મોટા ભાગના ખેડૂતોએ વાવણી કરવાની શરૂ કરી દીધી હતી પરંતુ ખેડૂતો એ જેવી વાવણી કરી કે જુલાઈમાં વરસાદ ખેંચાયો જેના કારણે રાજ્યના રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકમાં પાક નિષ્ફળ જવાની ભીતી છે ધરતીપુો કાક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમને સતત ચિંતા સતાવી રહી છે જો હજી વરસાદ ખેંચાસે તો 100 % પાક નિષ્ફળ જઈ શકે તેમ છે. આવા કપરા સમયે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 30 સપ્ટેમ્બર સુધી પીવાના પણીનો જ સ્ટોક રાખવો અને બાકીનું પાણ ખેડૂતોને સિંચાઈ માટે આપી દેવુ. આમ સરકાર દ્વારા આપવામાં આવેલ સુચનોના આધારે સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

એસ.જી.પટેલ
એસ.જી.પટેલ

6 ડેમમાંથી પાણી છોડી શકાય શકાશે

રાજકોટ સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયર એસ.જી.પટેલના જણાવ્યા અનુસાર હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ 20 ડેમો આવેલ છે જેમાંથી હાલમાં માત્ર 6 ડેમના જ પાણી સિંચાઈ માટે સિંચાઈ માટે છોડી શકાય તેમ છે. જો આનીથી વધારે ડેમનું પાણી છોડવામાં આવે તો પછી ભવિષ્યમાં પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ છે.લ રાજકોટ જિલ્લામાં આજી-2 અને ન્યારી-2 મારફત સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આજી-3 ડેમ અંગે આજે સલાહકાર સમિતિ સાથે બેઠક કરી બાદમાં નિર્ણય કરવામાં આવશે. હાલ જે 6 ડેમમાંથી પાણી છોડી શકાય તેવી સ્થિતિમાં આજી-1, ભાદર-1, આજી-3, મોજ ડેમ, ફોફળ-1 અને વેણુ-2 ડેમનો સમાવેશ થાય છે.

જરૂરીયાતને ધ્યાનમાં રાખીને પાણી અપાશે

ાલમાં રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો હાલમાં તમામ જળાશયોમાં ભરેલ પાણીની વાત કરવામાં આવે તો હાલમાં રાજકોટના તમામ જળાશયોમાં કુલ 38% પાણીનો જથ્થો છે.આ સ્થિતિ મુજબ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો માત્ર 100 જેટલા ગામોને 14725 હેકટર સિંચાઈનું કુલ 51257 હેકટર MCFT પાણી આપી શકાય તેવી સ્થિતિ છે. ત્યારે જે તાલુકા અને ગામડામાંથી સિંચાઈ પાણી માટે માંગ કરવામાં આવશે તેને સલાહકાર સમિતિ મિટિંગ કરી બાદમાં નિયમ તથા જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More