આંતર પાક પધ્ધતિ સામાન્ય રીતે મર્યાદિત સંસાધનો સાથે નાના ખેતરો પર કરવામાં આવે છે અને વિવિધ પાક સંયોજનોમાં વધુ સ્થિરતા સાથે ઉપજ વધારવા માટે આંતર પાક ફાયદાકારક જોવા મળેલ છે. તદુપરાંત, આંતર પાક ખેતી પ્રણાલી ઇનપુટ્સના ઓછા ઉપયોગથી ઓળખાય છે, એટલે કે, ખાતર, છોડ સંરક્ષણ રસાયણ નો ઓછો ઉપયોગ, અને સલામત અને પર્યાવરણીય રીતે સાઉન્ડ પ્રોડક્શન સિસ્ટમ હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાક નું ઉત્પાદન. મકાઈ એક વ્યાપક અંતર ધરાવતો પાક છે અને આંતર પાકમાં મકાઈ કઠોળના મિશ્રણને અપનાવવા માટે પૂરતો અવકાશ આપે છે અને એકમ વિસ્તારમાંથી ઉત્પાદકતા વધારવા સાથે ઘણી રીતે કૃષિ ઉત્પાદન પ્રણાલીને લાભ આપે છે.
આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું?
આંતર-પાક પદ્ધતિ એ જમીનની સમાન જગ્યામાં બે અથવા વધુ પાકોની ખેતી છે, જે તેમની વૃદ્ધિ ચક્રના ભાગ સાથે સમયસર ઓવરલેપ થાય છે. એટલે કે એક જ ખેતર માં એક જ સમયે, એક થી વધાર પાકો ને જુદી જુદી હાર માં જરૂરિયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકો નું વાવેતર કરવામાં આવે છે તેને આંતર પાક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અનાજકઠોળ આંતર પાકમાં કઠોળનો સમાવેશ વાતાવરણમાંથી જૈવિક નાઇટ્રોજન ફિક્સેશન દ્વારા નાઇટ્રોજન મર્યાદાની મર્યાદાને સુધારવામાં મદદ કરે છે. કઠોળ પાક તેના મૂળ દ્વારા વાતાવરણ માં રહેલ નાઇટ્રોજન નું જમીન માં ફિક્સેશન કરે છે જેના કારણે જમીન માં નાઇટ્રોજન નું પ્રમાણ વધે છે અને અનાજ ના પાક માં નાઇટ્રોજન ની ઉણપ વર્તાતી નથી.
હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમ નાનો થઈ ગયેલ છે તેમજ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં કે જયાં ઘણો ઓછો અને વધુ અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એક જ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતાં નથી કારણકે જો લાંબા ગાળાનો એક જ પાક લીધેલ હોય અને પાછળના ભાગે વરસાદની ખેંચ અનુભવે તેમજ ટૂંકાગાળાનો પાક લીધો હોય અને પાછળથી વધારે વરસાદ પડે તો ધારેલું ઉત્પાદન મળતું નથી. આમ, આવા ભયસ્થાનોથી બચવા અને આકાશી ખેતીમાં સફળતા પૂર્વક એકસાથે લાંબા ગાળાનાં તેમજ ટુંકાગાળાનાં પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય નિવારી શકાય છે. આમ આંતર પાક પધ્ધતિ પણ સુધારેલી ખેતી પધ્ધતિ ધ્વારા સંશોધિત કરેલ સફળ પાક ઉત્પાદન માટેની વાવેતર ગોઠવણીની પધ્ધતિ છે.
માહિતી સ્ત્રોત - આર. પી. વાજા અને એમ. આર. ફળદુ નવસારી કૃષિ મહાવિધ્યાલય, નવસારી-396450 મો: 7623932242
Share your comments