છેલ્લા બે સપ્તાહ દરમિયાન મગફળી અને કપાસના વાવેતરમાં સરકારી ચોપડે થયેલો વધારો અભ્યાસું ખેડૂતો અમાન્ય ગણે છે. ગત વર્ષના ચોમાસાની ચાલ અને આ વર્ષની ચાલમાં હાથી ઘોડાનો ફરક છે.
રાજ્યનું કુલ વાવેતર
એક તરફ સરકારી ચોપડે વરસાદની ખાધ 45 ટકા જેવી છે, ત્યારે રાજ્યનું કુલ વાવેતર 09, ઓગસ્ટના આંકડા મુજબ 75.73 લાખ હેકટર સામે ગત વર્ષે આ સમયે 74.92 લાખ હેકટરમાં થઇ શક્યું હતું. ટુંકમાં ગત વર્ષની તુલને 81,000 હેકટરનો વધારો સૂચવે છે.
મુખ્ય પાક કપાસ અને મગફળીનાં આંકડા
ગુજરાતના બે મુખ્ય પાક કપાસ અને મગફળીનાં આંકડા પર નજરી કરીએ. ગત વર્ષે કપાસનું સિઝનના આખરી તબક્કે વાવેતર 22.79 લાખ હેકટરે પહોંચ્યું હતું. તે આજે 22.40 લાખ હેકટરે ઉભું રહી ગયું છે. ગત વર્ષે મગફળીનું વાવેતર આખરી સમયે 20.65 લાખ હેકટર હતું, તે હાલ 8 ટકા ઘટીને 19 લાખ હેકટરે પહોંચ્યું છે.
આંકડાની માયાઝાળ પરથી એટલું સ્પષ્ટ કહી શકાય કે કપાસનું વાવેતર ગત વર્ષ જેટલું જળવાયેલું છે, ત્યારે મગફળીના વાવેતરમાં દોઢેક લાખ હેકટરનો ઘટાડો થયો છે.
વરસાદ ખેંચાવાના કારણે હવે ખેડૂતોની નજર એરંડા અને તુવેરના પાક પર છે.
વરસાદ ખેંચાવાના કારણે હવે ખેડૂતોની નજર એરંડા અને તુવેરના પાક પર છે. સામાન્ય રીતે એરંડા અને તુવેર વાવેતરની કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ 15, ઓગસ્ટ આજુબાજુ હોય છે. મોરબીના હળવદ અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પંથકના ખેડૂતોએ મગફળીના સેમર વાવેતરના પાળે એરંડા ચોપાય છે. એ રીતે કપાસમાં એક ચાસ છોડી શ્રાવણ મહિને એરંડા વાવેતરની નવી ક્રોપ પેટર્ન ઉભી કરી છે. ગીર સોમનાથ અને જૂનાગઢના ચોક્કસ વિસ્તારમાં એરંડાના બદલે તુવેરનું વાવેતર થાય છે.
Share your comments