કોરોના મહામારીમાં, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો વ્યવસાય તરફ વળ્યા. જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે ચંદનની ખેતી કરીને દર મહિને બમ્પર કમાણી કરી શકશો.
દેશ અને દુનિયામાં કોરોના મહામારીમાં ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે અને હાલમાં બેરોજગાર છે. હાલમાં જે લોકોએ પોતાની નોકરી ગુમાવી છે તે લોકો હવે નાનો - મોટો ધંધો કરવા તરફ વળ્યા છે. તો આજે અમે તમને એક સાનદાર ધંધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં માત્ર લાખ રૂપિયાના રોકાણ કરવાથી થશે વર્ષો સુધી લાખોની કમાણી.
1 લાખના રોકાણ સામે 60 લાખનો નફો
આજે અમે ખેડૂતોને ચંદનની ખેતી વિશે જણાવી રહ્યા છીએ. ચંદનની ખેતીની સૌથી સારી બાબત એ છે કે, ચંદનની માંગ આપણા દેશમાં તેમજ વિદેશમાં ખૂબ જ વધારે છે. તમે ચંદનની ખેતીમાં જેટલો ખર્ચ કરો છો તેના પ્રમાણમાં નફો પણ વધારે મળે છે.જો તમે ચંદનની ખેતી કરશો તો તેમાં જો એક લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તેની સામે નફાનું પ્રમાણ 60 લાખ રૂપિયા છે
સારી નોકરી છોડી ચંદનની ખેતી તરફ કરવા તરફ જઈ રહ્યા છે
તમને જણાવી દઈએ કે, ચંદનની ખેતી કરવાથી ખેડૂતની કિસ્મત બદલાઈ શકે છે કેમ કે આ ખેતી માટે રોકાણ ઓછુ કરવુ પડે છે અને તેના પ્રમામમાં નફાનુ પ્રમાણ અઢળક છે અને એ સ્વભાવિક છે કે જો નફાનું પ્રમાણ વધશે તો ખેડૂત આપોઆપ આર્થિક રીતે સધ્ધર બનશે.
ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ સરકારી નોકરી છોડી શરૂ કરી આ ખેતી
ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં એક ઉત્કૃષ્ટ પાંડે, જે ઓફિસરની નોકરી છોડીને ગામમાં ચંદનનું કામ કરીને સારી કમાણી કરી રહ્યા છે.શસ્ત્ર સીમા દળ (SSB) માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પદેથી રાજીનામું આપી ઉત્કૃષ્ટ પાંડે ગામમાં ચંદન અને હળદરની ખેતી કરી રહ્યા છે. તો, ખેડૂત સુરેન્દ્ર કુમારે હરિયાણામાં ચંદનની ખેતીનો પ્રથમ સફળ પ્લાન્ટ સ્થાપ્યો છે. સુરેન્દ્ર કુમારે 2 એકરમાં ચંદનના રોપા રોપ્યા છે. સુરેન્દ્રના જણાવ્યા મુજબ, ચંદનની ખેતી માટે એકર દીઠ આશરે 4 લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અને 10 વર્ષ પછી એકર દીઠ આવક લગભગ 1 કરોડ રૂપિયા છે.
ચંદનની ખેતી કરવાની રીત અને બજારમાં તેના લાકડાની કિંમત
⦁ ચંદનના વૃક્ષો બે રીતે તૈયાર કરી શકાય છે
⦁ પ્રથમ ઓર્ગેનિક ખેતી અને બીજું પરંપરાગત રીતે.
⦁ ઓર્ગેનિક રીતે ચંદનના વૃક્ષો તૈયાર કરવામાં લગભગ 10 થી 15 વર્ષ લાગે છે
⦁ પરંપરાગત રીતે વૃક્ષ ઉગાડવામાં લગભગ 20 થી 25 વર્ષ લાગે છે.
⦁ અન્ય છોડની સરખામણીમાં ચંદનનો છોડ ઘણો મોંઘો હોય છે
⦁ છોડ એકસાથે ખરીદી કરવાથી તમને સરેરાશ 400 રૂપિયામાં મળી જશે.
⦁ ભારતમાં ચંદનની કિંમત પ્રતિ કિલો લગભગ 8-10 હજાર રૂપિયા છે
⦁ વિદેશમાં તેની કિંમત 20-25 હજાર રૂપિયા છે.
⦁ એક ઝાડમાં લગભગ 8-10 કિલો લાકડું સરળતાથી મળી જાય છે.
⦁ એક એકરમાં ચંદનના ઝાડમાંથી 50 થી 60 લાખની કમાણી તો સરળતાથી થઈ શકે છે.
Share your comments