ઔષધીય છોડના વાવેતર અંગે ખેડૂતોમાં હવે રસ વધી રહ્યો છે, પરંતુ ઘણા ખેડૂતો પાસે આ પાકની ખેતી કરવા માટે યોગ્ય માહિતી નથી હોતી. આને કારણે પાકમાંથી ઘણા સમયે સારી ઉપજ મળતી હોતી નથી. જો ઔષધીય પાકની વાવણી યોગ્ય સમયે કરવામાં આવે અને યોગ્ય સિંચાઈ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો ઔષધીય પાકમાથી ખૂબ સારું ઉત્પાદન મળી શકે છે અને સારો ફાયદો મેળવી શકાય. આજે અમે તે 2 ઔષધીય છોડ વિશે માહિતગાર કરવાં જઈ રહ્યા છીએ, જે સરળતાથી ઓગસ્ટ મહિનામાં વાવી શકાય છે. આની સાથે, ઉગાડનારાઓને યોગ્ય સમયે ગુણવત્તાવાળા પાક મળી શકે છે.
ઓગસ્ટમાં ઔષધીય છોડની ખેતી
- કલિહારી (Kalihari )
- સનાય (Sanay )
કલિહારી (Kalihari)
ઓગસ્ટમાં ખેડુતો કલિહારી ની વાવણી કરી શકે છે. કલિહારી ની ખેતી માટે ગોરાડુ જમીન માફક આવે છે . વાવેતર યોગ્ય વરસાદ પડતાની સાથે જ ખેડુતો આ ઔષધીય પાક ની વાવણી કરી શકે છે જો કલિહારી 1 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવું હોય તો 10 ક્વિન્ટલ કંદ એટલે કે કલિહારી નું ફળ જરૂરી છે. કંદને વાવણી સમયે ફૂગનાશક થી કાંડ ની માવજત કરવી જરૂરી . આ ઉપરાંત ખેતર તૈયાર કરતી વખતે 15 થી 20 ટન છાણીયું ખાતર સારી રીતે જમીનમાં ભળી જાય એ રીતે આપવું . ત્યારબાદ જ કલિહારી નું વાવેતર કરવું જરૂરી છે.
કલિહારી ના ફાયદા
- ઘા ને સાજો કરવામાં ઉત્તમ
- દુખાવો દૂર કરે
- દાંતો નો દુખાવો દૂર કરે
- ઝેર ને ફેલાતું અટકાવે
નોંધ : ગર્ભવતી મહિલાએ તેનું સેવન ન કરવું. ગર્ભ માં રહેલ બાળક ને નુકશાન થાય છે.
સનાય (Sanay)
સનાય (Sanay ) ની વાવેતર માટે આ સમય ખુબ જ યોગ્ય છે. ખેતર ની તૈયારી કરતી વખતે, 10 ટન છાણીયું ખાતર જમીનમાં આપી દો. ખેડુતો આ ઔષધીય પાક ની સુધારેલી જાત ALFT-2 ની વાવણી કરી શકે છે. જો પિયતવાળા વિસ્તારોમાં વાવણી કરવી હોય તો લગભગ 15 કિલો બીજની જરૂર પડે છે, અને બિનપિયત વિસ્તારોમાં આશરે 25 કિલો બીજની જરૂર પડે છે. તેની વાવણી માટે લાઈન રેખાઓ અને ડાઇબલર પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં પ્રતિ હેક્ટર બીજ આશરે 6 કિલો ની જરૂરી છે.
સનાય ના ફાયદા
- કબજિયાતને મૂળ થી દૂર કરે
- બવાસીર થી રાહત આપે
- પેટના કીડા ને કરે દૂર અને આપે રાહત
- વજન ઓછું કરવામાં કારગર
નોંધ : ઉપયોગ કરતા પહેલા ડોક્ટર સાથે વિચાર વિમર્શ કરીને જ ઉપયોગ કરવો.
Share your comments