Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શા માટે રબરની ખેતીથી મોઢું ફેરવી રહ્યા છે ખેડૂતો, કારણ જાણી તમે ચોંકી જશો

કુદરતી રબર ખૂબ જ વિશિષ્ટ પણ મુશ્કેલ પદાર્થ છે. રબર ટાયર બનાવવાથી માંડીને પગના જૂતા, એન્જિન સીલ, રેફ્રિજરેટરથી માંડીને ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો, કોન્ડોમ, કપડાથી માંડીને ઇલસ્ટિક બેન્ડ બનાવવા ઉપયોગી છે. કોરોના મહામારી દરમિયાન આ પદાર્થની મદદ વડે રોગચાળા સામે રક્ષણ મેળવવા એક પી.પી.ઇ કીટ પણ બનાવવામાં આવી હતી જે વિશ્વભરના ડોકટરો અને નર્સો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થઈ છે. પરંતુ હવે હવામાન પરિવર્તન અને તેના સતત ઘટતા ભાવોએ આ રબરને જોખમમાં મૂક્યું છે.

Sagar Jani
Sagar Jani
Rubber farming
Rubber farming

કુદરતી રબર ખૂબ જ વિશિષ્ટ પણ મુશ્કેલ પદાર્થ છે. રબર ટાયર બનાવવાથી માંડીને  પગના જૂતા, એન્જિન સીલ, રેફ્રિજરેટરથી માંડીને ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો, કોન્ડોમ, કપડાથી માંડીને ઇલસ્ટિક બેન્ડ બનાવવા ઉપયોગી છે. કોરોના મહામારી દરમિયાન આ પદાર્થની મદદ વડે રોગચાળા સામે રક્ષણ મેળવવા  એક પી.પી.ઇ કીટ પણ બનાવવામાં આવી હતી જે વિશ્વભરના ડોકટરો અને નર્સો માટે સુરક્ષા કવચ સમાન સાબિત થઈ છે. પરંતુ હવે હવામાન પરિવર્તન અને તેના સતત ઘટતા ભાવોએ આ રબરને  જોખમમાં મૂક્યું છે.  રબરની તંગીથી વૈજ્ઞાનિકો ચિંતામાં કુદરતી રબર આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એક મહત્વપૂર્ણ વસ્તુ છે. આ કારણોસર યુરોપિયન યુનિયન (ઇયુ) એ તેને એક મહત્વપૂર્ણ કાચો માલ ગણાવ્યો છે.  પરંતુ રબરની સપ્લાય ઉપર જોખમ તોળાઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણશાસ્ત્રીઓ પણ ચિંતામાં મુકાયા છે. બીબીસી ફ્યુચરના એક અહેવાલ મુજબ,  વિશ્વભરમાં રબરની અછતનાં સંકેતો આવવા લાગ્યા છે. વૈજ્ઞાનિકો ડર છે કે ક્યાંક રબરનું અસ્તિત્વ જ નાશ ન પામી જાય!!! આ માટે, તેમણે આ કપરી પરિસ્થિતિનું નિરાકરણ લાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.  ક્યાં થાય છે રબરની ખેતી ? એક રિપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં વિશ્વભરમાં દર વર્ષે 2 કરોડ ટન કુદરતી રબર સપ્લાય કરવામાં આવે છે.  આ રબરની ખેતી અને ઉત્પાદન અસંગઠિત અને નાના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.  થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ચીન અને પશ્ચિમ આફ્રિકાના લાખો નાના ખેડુતો રબરની ખેતી સાથે જોડાયેલા છે. આ ખેડૂતો અત્યંત કાળજીપૂર્વક રબરના ઝાડમાંથી નીકળતા સફેદ રંગના પદાર્થને એકત્ર કરી પછી તેને તડકામાં સૂકવવામાં આવે છે. આ એવા ખેડૂત છે જે વિશ્વભરમાં ઉત્પાદિત કુદરતી રબરના 85 ટકા ઉત્પાદન સાથે સંકળાયેલા છે.

રબરની સપ્લાય કેમ ઓછી થઈ ? રબર ઉપર જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે બ્રાઝિલના વરસાદી જંગલમાં જોવા મળતા રબરના ઝાડ હેવિયા બ્રાસીલીનેસિસની ખેતી હવે બંધ થઈ ગઈ છે.  1930માં રબર ઇન્ડસ્ટ્રીઝને  બ્રાઝિલના ઝાડ પાનની એક ખતરનાક બીમારી લાગી હતી.આ રોગને કારણે રબર ઉદ્યોગને ઘણું નુકસાન થયું હતું.  આ રોગને લીધે રબરનો વિકસિત ઉદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.  સખત નિયમોને પરિણામે દક્ષિણ અમેરિકાના દેશમાં આ રોગને નિયંત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ એશિયામાં આ રોગની સંભાવનાને નકરાઈ નહોતી.

રબરની ખેતી પર રોગની અસર બ્રાઝિલની બહારના કેટલાક દેશોમાં, સફેદ મૂળના રોગોએ રબરના વાવેતરને અસર કરી છે.  આ સિવાય બીજી કેટલીક બીમારીઓનો પણ આ ઉદ્યોગને સામનો કરવો પડે છે. થાઇલેન્ડમાં રબરના ઉત્પાદનને હવામાન પલટોથી ફટકો પડી રહ્યો છે.  છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં રબરનું ઉત્પાદન દુષ્કાળ અથવા ભારે પૂરના કારણે મંદ પડ્યું છે.  પૂરને કારણે રોગના જંતુઓ મોટા વિસ્તારોમાં ફેલાય છે.  રબરની વધતી માંગ અને તેના પુરવઠામાં ઘટાડો એ ખેડૂતો માટે સારા સમાચાર છે.

ખેડૂત કેમ ખોટમાં છે? આવી સ્થિતિમાં રબરનું ઉત્પાદન ઘણો મોટો નફો આપી શકે છે, પરંતુ એવું બિલકુલ નથી. થાઇલેન્ડથી દૂર શંઘાઇ ફ્યુચર એક્સચેંજમાં રબરની કિંમત નક્કી કરવામાં આવે છે, જ્યાં સટ્ટાબાજ સોના, એલ્યુમિનિયમ અને બળતણ પર તેમજ તેના ભાવ પર દાવ લગાવતા હોય છે. રબર ખરીદતી કંપની હેલ્શન એગ્રીના સહ-સ્થાપક રોબર્ટ મેયર કહે છે કે રબરના ઉત્પાદનના ખર્ચનો તેની કિંમતો સાથે કોઈ સંબંધ નથી.  આ સિસ્ટમને કારણે, એક મહિનામાં રબરના ભાવમાં ત્રણ ગણો વધારો થઈ શકે છે.

રબરના ભાવમાં કોઈ વધારો નથી તાજેતરના વર્ષમાં તેની કિંમત ખૂબ જ ઓછા ભાવે બંધ કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા રબરના પુરવઠાને લઈને વધુ કટોકટી ઉભી થઈ છે.  મેયરના જણાવ્યા મુજબ ભાવોમાં વધારો નહીં થવાને કારણે નાના ખેડુતો વધુને વધુ ઉત્પાદન માટે આગ્રહ રાખે છે.  ખેડુતો ઝાડમાંથી વધુને વધુ દૂધિયુ પ્રવાહી કાઢે છે.  જેના કારણે રબરના ઝાડ નબળા થઈ જાય છે અને તેમાં રોગ થવાની સંભાવના પણ  વધુ ઉભી થાય છે.  રબરના નીચા ભાવોને કારણે જુના વૃક્ષો ખતમ થઈ જવા છતાં નવા છોડના વાવેતર પર ધ્યાન આપવામાં આવતું નથી.

ખેડુતોએ રબરનીખેતી કરવાનું જ છોડી દીધું સસ્તા રબરને કારણે ઘણા ખેડુતોએ તેનું વાવેતર કરવાનું જ છોડી દીધું છે.  વેલ્સની બેંગોર યુનિવર્સિટીના એલેનોર વોરન-થોમસ કહે છે કે એક એકર જમીનમાં પામ ઓઇલ રબરનું ઉત્પાદન એટલું જ પૈસા આપે છે.  પરંતુ આ રબરના ઉત્પાદનમાં વધુ ખર્ચ થાય છે. ત્યારે રબરના ભાવ ઘટતા હોવાથી, તેના ઉત્પાદકો હવે પામ ઓઇલના ઉત્પાદન તરફ વળી રહ્યા છે.

રબર સપ્લાય પર કોરોના મહામારી અને લોકડાઉનની ખરાબ અસરો હાલમાં આ સમયે કુદરતી રબરની  સપ્લાય કરવામાં આવતી નથી.  2019 ના અંતમાં, આંતરરાષ્ટ્રીય ત્રિપક્ષી રબર કાઉન્સિલ (આઈટીઆરસી) એ કહ્યું હતું કે 2020 માં, નવ લાખ ટન એટલે કે રબરના કુલ ઉત્પાદનમાં સાત ટકાની અછત હોઈ શકે છે.  પરંતુ આ પછી કોરોના રોગચાળો થયો અને લોકડાઉનથી લોકોની મુસાફરી અટકી ગઈ હોવાથી ટાયર માટે રબરની માંગ ઓછી થઈ.  પરંતુ ટૂંક સમયમાં તેની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More